IPLમા ક્રિકેટર્સના ચોગ્ગા-છગ્ગા પર નાચતી ચીયર્સ લીડર્સ કેટલી કમાણી કરે છે, જાણો છો તમે?

હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ચાલી રહી છે અને કિક્રેટ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની જોરદાર બરસાત થઈ શકે છે. હવે તો આઈપીએલની સાથે મેદાન પર મજેદાર ક્રિકેટની સાથે ગ્લેમર પણ જોવા મળે છે. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ ચીયર્સ લીડર્સની. જે આઈપીએલ મેચમાં એન્ટરટેઈનમેન્ટનો હિસ્સો બની ગઈ છે. જેના બાદ દરેક મેચ અધૂરી લાગે છે. જોકે, હવે ચીયર્સ લીડર્સ માત્ર મેચમાં મેદાન પર જ નજર આવશે, તે ન તો મેચ બાદની પાર્ટીમાં દેખાશે, અથવા ન તો પ્લેયર્સની પાસે નજર આવી શકે છે. આજે અમે તમને ચીયર્સ લીડર્સની કમાણી વિશેની માહિતી આપીશું

ચીયર્સ લીડર્સની કમાણીઆઈપીએલમાં ક્રિકેટ પ્લેયર્સની જેમ ચીયર્સ લીડર્સના જલવાના પણ વખાણ થાય છે. તે પણ પ્લેયર્સની જેમ ટુર્નામેન્ટમાં મહત્ત્વનો હિસ્સો બનતી જાય છે. પરંયુ ચીયર્સ લીડર્સની કમાણી શું છે તે વિશે તમે ક્યારેય જાણ્યું છે. ચીયર્સ લીડર્સ એક મેચ માટે કેટલા રૂપિયા લે છે અને કઈ ટીમ તેમને સૌથી વધુ રૂપિયા આપે છે, અને કઈ ટીમ તેમને સૌથી ઓછા રૂપિયા આપે છે, તે કદાચ કોઈને ખબર નહિ હોય.ચીયર્સ લીડર્સના કપડા અને ડાન્સથી લઈને બધુ જ સમાચાર બનતું હોય છે, પણ ચીયર્સ લીડર્સની કમાણીના આંકડા ક્યારેય સામે આવતા નથી. તો આજે જાણી લઈએ તેમની કમાણી સાથે જોડાયેલી બધી જ માહિતી.

જો ગયા વર્ષના આંકડા પર નજર કરીએ, તો ચીયર્સ લીડર્સને દરેક મેચના 6000 રૂપિયા પ્રતિ મેચ આપવામાં આવે છે. સાથે જ મેચ જીતવા પર ચીયર્સ લીડર્સને 3000 રૂપિયા અને વધારાનું બોનસ આપવામાં આવે છે. અને જો પાર્ટી કે એકસ્ટ્રા અપિરિયન્સ માટે તેઓ જાય, તો તેમને અલગથી રૂપિયા આપવામાં આવે છે. આ કમાણી 5000 રૂપિયાથી લઈને 12000 રૂપિયા સુધીની હોય છે. તો ચીયર્સ લીડર્સને અલગથી 5000 રૂપિયા ફોટોશૂટ માટે આપવામાં આવે છે. સમાચારની માનીએ, તો કોલકાત્તા નાઈટ રાઈડર્સ ચીયર્સ લીડર્સને સૌથી વધુ રૂપિયા આપે છે, અને આ આઈપીએલ સીઝનમાં ટીમે ચીયર્સ  લીડર્સની ફીમાં 10થી 20 ટકાનો વધારો કર્યો છે.

કેકેઆર તરફથી ચીયર્સ લીડર્સને દરેક મેચ માટે 12 હજાર રૂપિયા આપવામાં આવે છે. કેકેઆર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચીયર્સ લીડર્સને 10000 રૂપિયા પ્રતિ મેચ આપવામા આવે છે.આરસીબી તરફથી ચીયર્સ લીડર્સને 10 હજાર રૂપિયા પ્રતિ મેચના હિસાબે આપવામાં આવે છે. આ તમામ ટીમો બનસના રૂપે 3000 રૂપિયા આપે છે. તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચીયર્સ લીડર્સને 7000થી લઈને 8000 રૂપિયા પ્રતિ મેચ આપે છે. સાથે જ તેમની કમાણી પણ મેચ ફીના આધારે નક્કી કરવામાં આવે છે.

આ આંકડા ગત સીઝનના છે, દરેક સીઝનમાં લગભગ 10થી 20 ટકાનો હાઈક મળે છે. આ રકમ દરેક મેચમાં વધતી રહે છે. આમ અનુમાન લગાવો તો, એક ચીયર્સ લીડર્સને ત્રણથી ચાર લાકની કમાણી એક સીઝનમાં થાય છે. આમ, જોઈએ, આઈપીએલ મેચ તો ચીયર્સ લીડર્સ માટે ચાંદી જ ચાંદી હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી