શું તમારામાં છે બાયોટિન વિટામીનની ઉણપ? તો વાંચી લો એકવાર ‘આ’

બાયોટીન શરીર માટે જરૂરી પોષક તત્વ.

image source

સામાન્ય રીતે લોકોમાં એવી સમજણ પ્રવર્તે છે કે બાયોટિન વિટામિન માત્ર સૌંદર્ય ની રક્ષા માટે મહત્વનું છે.બાયોટીન એક એવું વિટામિન છે જે ત્વચાની ચમક વધારે છે ,વાળ વધારે છે ,વાળ ખરતા રોકે છે અને સૌંદર્યલક્ષી સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

આ વાત બહુ જ સાચી છે. બાયોટિન સ્વસ્થ વાળ અને ત્વચા માટે અતિ જરૂરી વિટામિન છે, પરંતુ બાયોટીનુ બીજું મહત્ત્વનું કામ ખોરાકને ઊર્જામાં પરિવર્તિત કરવાનું છે.

image source

એટલે કે માર્ટીન સમગ્ર શરીરના સર્વાંગી સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

બી૭ તરીકે ઓળખાતું વિટામિન એટલે બાયોટીન.

બાયોટીન વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય છે.શરીર માટે અતિ મહત્વનું પોષક તત્વ કયા કયા પદાર્થોમાંથી મળી રહે છે એ જાણવું પણ મહત્વનું છે.

image source

જેથી બાયોટીન વિટામિન યોગ્ય માત્રામાં મેળવવા માટે યોગ્ય આહાર આયોજન પણ થઈ શકે.

સુકો મેવો

image source

સૂકા મેવામાં ભરપૂર માત્રામાં બાયોટિન ઉપલબ્ધ છે.મગફળી ,બદામ ,અખરોટ ,પિસ્તા જેવા સૂકા મેવામાંથી મળી રહેતું બાયોટિન શરીરને ઊર્જા પૂરી પાડે છે.

માછલી

image source

માંસાહાર કરનારા લોકો માછલીમાંથી પ્રોટીન ,વિટામિન્સ તેમજ જરુરી એન્ટી ઓક્સિડન્ટ તત્વો ભરપૂર માત્રામાં મેળવી શકે છે. ટુના તેમજ સૅલમન માછલીમાં બાયોટિન ઉપરાંત ઓમેગા ૩ ફેટી એસિડ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. બાયોટીન ધરાવતી માછલી હૃદયરોગ સામે રક્ષણ આપી શકે છે

શકરીયા

image source

શકરીયામાંથી પણ જરૂરી માત્રામાં બાયોટીન મળી રહે છે. અડધા કપ બાફેલા શક્કરીયાં માં 2.4 માઈક્રોગ્રામ બાયોટીન હોય છે. શક્કરિયા માં બીટા-કેરોટિન પણ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. બીટા કેરોટીન આંખોની રોશની માટે તેમજ પાચનતંત્રને વધુ સક્ષમ બનાવવા માટે ઉપયોગી છે.

દૂધ તથા દૂધની બનાવટો

image source

ડેરી પ્રોડક્ટ માંથી પણ ભરપૂર માત્રામાં મેળવી શકાય છે. દૂધ, દહી ,પનીર ,ચીઝ , છાશ માંથી સારી માત્રામાં બાયોટીન પ્રાપ્ત થાય છે. ભેંસના દૂધ કરતા ગાયના દૂધમાં પણ વધારે બાયોટીન રહેલું છે. ગાયનું દૂધ ભેંસના દૂધ કરતા વધુ ગુણકારી છે.

ઈંડા

image source

ઈંડામાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન ઉપરાંત બાયોટીન રહેલું છે.એક બાફેલા ઈંડા માંથી લગભગ દસ માઈક્રોગ્રામ બાયોટીન પ્રાપ્ત થાય છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે કાચા ઈંડા માંથી બાયોટીન પ્રાપ્ત થતું નથી માટે ઈંડા ને બાફીને ખાવાના ઉપયોગ માં લેવા.

કેટલાક બીજ માંથી પણ ઉત્તમ માત્રામાં બાયોટીન મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ