ભારતીય રેલ્વે (IRCTC)ની રિઝર્વેશન સિસ્ટમમાં ૧ જુલાઈથી થનારા ફેરફાર

ખૂબ જ ઊપયોગી અને અત્યંત મહત્વની માહિતી. બધાની સાથે અત્યારે જ શેર કરો!

ભારતીય રેલ્વે (IRCTC)ની રિઝર્વેશન સિસ્ટમમાં ૧ જુલાઈથી થનારા ફેરફાર :-

૧) યાત્રીઓને તત્કાલ ટિકિટના કેન્સલેશન પર ૫૦% પૈસા પાછા મળશે (રિફન્ડ). હાલમાં કોઈ રિફન્ડ મળતું નથી.
૨) તત્કાલ ટિકિટના બુકિંગના નિયમોમાં થોડો ફેરફાર થયેલ છે –
– એ.સી. કોચ માટે તત્કાલ ટિકિટ સવારે ૧૦ થી ૧૧ વાગ્યાની વચમાં બૂક કરાવી શકાશે.
– નોન-એ.સી. (સ્લીપર) કોચ માટે આ સમય સવારે ૧૧ થી ૧૨ નો રહેશે.
૩) વેઈટિંગ લિસ્ટ પ્રથાનો અંત આવશે. – ફક્ત કન્ફર્મ અને આર.એ.સી. (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ જ બૂક થઈ શક્શે.
૪) રાજધાની અને શતાબ્દી ટ્રેનનાં કોચની સંખ્યા વધારવામાં આવશે.
૫) રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં ફક્ત મોબાઈલ ટિકિટ જ ચાલશે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને પેપરલેસ (paperless) ટિકિટનો ઊપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
૬) બુકિંગ વેબસાઈટ (www.irctc.co.in), ભારતની ૧૫ અધિકૃત ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
૭) બધી જ “પ્રિમિયમ” ટ્રેન બંધ કરવામાં આવશે.
૮) “સુવિધા” ટ્રેનની ટિકિટના કેન્સલેશન ઉપર પણ યાત્રીઓને ૫૦% પૈસા પાછા મળશે (રિફન્ડ). હાલમાં કોઈ રિફન્ડ મળતું નથી.
૯) પ્રવાસીઓને એમનું ગંતવ્ય સ્થાન આવ્યે ફોન કરીને ઊઠાડવાની સુવિધા પણ રેલ્વે વિભાગ તરફથી આપવામાં આવશે.

તમને આ માહિતી ઊપયોગી લાગી? – તો, બીજાને પણ લાગશે! – જરૂર શેર કરો!

આ મહત્વપૂર્ણ માહિતી આપના સુધી પહોચાડવા માટે “જલ્સા કરોને જેંતીલાલ” (www.facebook.com/gujaratijokes) ફેસબુક પેઈજ નો ખુબ ખુબ આભાર !

ટીપ્પણી