રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો બેસ્ટ ખોરાક…

આજના દિવસમાં રોગ પ્રતિકારક શક્તિ નાના બાળકોથી માંડીને મોટા લોકો સુધી એક પ્રશ્ન બની ગયો છે. ઉમર વધવાની સાથે પર્યાવરણને લગતી કેટલીક અસરો તેમજ અયોગ્ય ખોરાક રોગપ્રતિકારક શક્તિ ઉપર વિપરીત અસર બતાવે છે.

આથી, આજે અમે કેટલાક ખોરાક લાવ્યા છીએ જે તમને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

૧. અળસી
અળસીમાં આલ્ફા-લીનોલેનીક એસિડ, ઓમેગા ૩ ફેટી એસિડ અને પાયથોએસ્ટ્રોન હાજર હોય છે જેને લીગ્નન કહેવામાં આવે છે. આ ત્રણેય વસ્તુઓ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે.

૨. લીંબુ

લીંબુ શરીરમાં એસિડ-આલ્કલીનું સંતુલન જાળવવા મદદ કરે છે. શરીરમાં હાજર રહેલા હાનિકારક બેક્ટેરિયા તેમજ વાઈરસને કારણે વધી ગયેલા ph લેવલને જાળવી રાખે છે.

૩. ગાજર

ગાજર બેટા કેરોટીનથી ભરપુર હોય છે જે વિટામીન Aમાં પરિવર્તિત થઈ જાય છે અને વિટામીન A એક શક્તિશાળી પાયથોન્યુટ્રીશન છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ ઉપરાંત તેમાં વિટામીન B 6 પણ હોય છે.

૪. જાંબુ

એન્ટીઓક્સિડન્ટ અને વિટામીન C થી ભરપુર એવા જાંબુ શરીરમાં રક્તકણોનું પ્રમાણ વધારે છે જે રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.

૫. ચણા
એન્ટી-ઓક્સિડન્ટની સાથે સાથે ઝીંકથી ભરપુર એવા ચણા શરીરમાં બળતરાનું પ્રમાણ ઘટાડે છે. શરીરમાં ઝીંક જેવા પોષકતત્વોની ખામી રોગ પ્રતિકારક શક્તિની ખામી તરફ લઈ જાય છે.

૬. લસણ
પહેલાના સમયમાં લોકો લસણની બે કડી, દરરોજ સવારે ઉઠીને ખાતા હતા. કારણ કે લસણ શરીર માં હાજર ફ્રી રેડીકલ સેલ અને ઇન્ફેકશનયુક્ત કોશને શરીરમાંથી બહાર નીકળી રોગ સામે રક્ષણ આપે છે. લસણમાં સલ્ફર પણ હાજર હોય છે જે શરીરમાં ઝીંકનું શોષણ વધારે છે.

૭. શક્કરીયા
શક્કરીયામાં વિટામીન A, વિટામીન C અને એન્ટીઓક્સિડન્ટ ખુબ જ ઉચી માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે દિવસ દરમિયાન જરૂરી એવા વિટામીન Aનો સ્ત્રોત પણ પૂરો પાડે છે.

૮. જવ
જવમાં બેટા-ગ્લુક્ન હોય છે જે ફાઈબરનો જ એક પ્રકાર છે જેમાં એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણધર્મો હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે હિલીંગ પાવર પણ વધારે છે.

આવી જાણકારી દરરોજ મેળવવા લાઈક કરો અમારું પેજ.