જલ્સા કરોને જેંતીલાલ

લોકોનાં ઘરનાં વાસણ સાફ કરનાર ઈલ્મા એઆઈપીએસ બની, કાયમ કર્યું ઉદાહરણ

ખેતરમાં ઘઉં કાપવાવાળી ઈલ્માએ દરેક મુશ્કેલીઓને પાર કરી પૂરી કરી આઈપીએસ બનવાનું પોતાનું સપનું

એક નાનકડા ગામમાં રહેનાર ઈલ્મા અફરોઝ જે એક ખેડુત પરિવારમાંથી આવે છે તેમને પોતાની મહેનતનાં જોર પર યૂપીએસસી પરિક્ષા પાસ કરી ૨૧૭ મો ક્રમાંક પ્રાપ્‍ત કર્યો છે.ઈલ્મા અફરોઝ મુજબ તેમનું આઈપીએસ બનવાની સફર એટલી સરળ ન હતી અને તેમને આઈપીએસ બનવા માટે ખૂબ મહેનત કરી છે.મુરાદાબાદનાં કુંદરકી ગામની રહેવાસી ઈલ્મા અફરોઝનાં પરિવારમાં તેમના માતા અને એક ભાઈ છે.ઈલ્માને અનુસાર જ્યારે તે ૧૪ વર્ષની હતી એ દરમિયાન તેમના પિતાનું મૃત્યુ થઇ ચૂક્યુ હતુ.પિતાનાં મૃત્યુ બાદ ઈલ્મા ખૂબ એકલી પડી ગઈ હતી.જે સમય તેમના પિતાનું મૃત્યુ થયુ હતુ તે ૯માં ધોરણમાં હતી.પિતાનાં મૃત્યુ બાદ ઘરનો ખર્ચા ચલાવવો ખૂબ મુશ્કેલ થઇ ગયો હતો અને તેના ઘરખર્ચની બધી જવાબદારી તેમના માતા પર આવી ગઈ હતી.

સ્કોલરશિપ લઈને કર્યો અભ્યાસ

ઈલ્મા અભ્યાસમાં ખૂબ તેજ હતી એ ટલે તેમને સ્કોલરશિપ મળી ગઈ હતી અને તેમને દિલ્હીનાં સ્ટીફન કોલેજમાં દાખલો લઈ લીધો હતો.આ કોલેજથી ગ્રેજ્યુએ શન કર્યા બાદ તેમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મળી અને તે અમેરિકા ચાલી ગઈ.અમેરિકામાં જઇ તેમને પોતાનો આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો.ઈલ્માએ પોતાની સફળતા માટે દેશનો આભાર માન્યો છે અને કહ્યુ છે કે દેશ તરફથી જ તેમને સ્કોલરશિપ આપવામાં આવી હતી,જે કારણે તેમનો અભ્યાસ પૂરો થઈ શક્યો.ત્યાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે પરત પોતાના ગામ આવી ગઇ અને તેમને પોતાના દેશની સેવા કરવાનો નિર્ણય લીધો અને યૂપીએ સસીની તૈયારી શરૂ કરી દિધી.ઈલ્માને અનુસાર તેમના મોટા ભાઇ એ તેમને સિવિલ પરિક્ષા આપવા માટે પ્રેરિત કર્યા હતા.પોતાનો ખર્ચો ઉઠાવવા માટે ઈલ્મા એ પૈસા કમાવવા માટે લોકોનાં ઘરમાં સંજવારી,પોતા અને વાસણ પણ સાફ કર્યા છે. સાથે તેમને બાળકોને ટ્યુશન પણ ભણાવ્યા છે.તેના સિવાય ઈલ્મા પોતાના ઘરનું પણ બધું કામ કરતી હતી અને તે ખેતરમાં જઈ ઘંઉ કાપતી હતી અને જાનવરોને ચારો પણ આપ્યા કરતી હતી.આટલા બધા કામ કર્યા બાદ પણ ઈલ્મા એ પોતાના ભણતર સાથે સમજુતી ન કરી અને એ સમય કાઢીને યૂપીએ સસીની તૈયાર કર્યા કરતી હતી.ઈલ્માને અનુસાર તેમના ગામનાં લોકો અને સગાંસંબંધીઓને એમ લાગતુ હતુ કે આ એક છોકરી છે જે કાઈ નથી કરી શકતી.પરંતુ ઈલ્મા એ આ લોકોની વાતો પર ધ્યાન ન આપ્યું અને પોતાનું ભણતર ચાલું રાખ્યું.ઈલ્માનું સપનું એક વકીલ બનાવાનું હતુ પરંતુ પૈસાની ઓછપને કારણે એ વકીલ ન બની શકી.ઈલ્મા એ જણાવ્યું કે તેમને જીવનમાં ઘણીવાર અસફળતા મળી છે.તે એક વકીલ બનવા માગતી હતી,પરંતુ સ્કોલરશિપ ન મળવાને કારણ એ કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન ન લઈ શકી અને તેમનું વકીલ બનવાનું સપનું પૂરું ન થઇ શક્યું .

ઉપરાષ્ટ્રપતિ એ કર્યા સમ્માનિત

સિવિલ સર્વિસિઝની પરિક્ષા પાસ કરનાર લોકોનું સમ્માન દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા કરવામાં આવ્યું હતુ અને અભિનંદન સમારોહ ૨૦૧૮નાં મોકા પર ઈલ્મા દિલ્હી આવેલી હતી.ઈલ્માની સિવાય તેમના માતાને પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.ઈલ્માની માતા સુહેલા અફરોઝ અનુસાર તેમની દિકરી એ ખૂબ મહેનત કરી છે અને ભગવાને તેનું સાંભળી લીધું .

Exit mobile version