ભારતની નંબર વન મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યુટ IIM અમદાવાદનની સ્થાપના સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જાણીએ

IIM અમદાવાદ, ભારતના દરેક મેનેજમેન્ટ સ્ટુડન્ટની સ્વપ્ન સંસ્થા છે, પણ અહીં પ્રવેશ મેળવવો કંઈ ખાવાના ખેલ નથી. જો કે અહીં પ્રવેશ મેળવવો અઘરો છે તે પાછળ બે કારણ છે, પહેલું એ કે હાઇ કમ્પીટીશન અને બીજું છે તેની ઉંચી ફી.

હા, IIM અમદાવાદની ફી એટલી બધી છે કે એક મધ્યમવર્ગના કુટુંબે તેમાં અભ્યાસ કરવા માટે સો વાર વિચારવું પડે, પણ જો તમને પ્રવેશ મળી ગયો તો તમારા ઉજ્વળ ભવિષ્યને કોઈ જ રોકી શકે તેમ નથી કારણ કે અહીંના વિદ્યાર્થીઓને હંમેશા સારા પેકેજની જોબ મળે છે.

IIM અમદાવાદ એ ભારતની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક છે. પણ લોકોને તેની સ્થાપના પાછળની રસપ્રદ વાત વિષે ભાગ્યે જ કોઈ ખ્યાલ છે.

 

View this post on Instagram

 

A post shared by Indians 🇮🇳 (@people_of_bharat) on


તો ચાલો આજે અમે તમને જણાવીએ તે રસપ્રદ વાત. વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો આ સંસ્થાને બનાવવલામાં ખુબ મોટો ફાળો છે. અને જો એમ કહેવામાં આવે કે તેમણે જ પોતાના પ્રેમ ખાતર IIM અમદાવાદનું નિર્માણ કર્યું તો ખોટું નહીં કહેવાય.

વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ ઓગસ્ટ 12, 1919ના રોજ અમદાવાદમાં થયો હતો, તેઓ એક સ્થાપિત બિઝનેસમેન અને સમાજ સેવક હતા. સ્વતંત્ર સંઘર્ષ દરમિયાન તેમણે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં પુષ્કળ દાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Dr Chandrabhan (@drchandrabhan52) on


એકસમયે અંબાલાલ સારાભાઈ અને તેમના પત્નીને તેમના બાળકોના અભ્યાસ બાબતે ચિંતા થવા લાગી હતી. તે સંજોગોને ધ્યાનમાં રાખીને અંબાલાલ અને તેમના પત્ની સરલાએ એક પ્રયોગાત્મક શાળા ‘રીટ્રીટ’ની સ્થાપના તેમની 21 એકરની જમીન પર શરૂ કરી જેમાં દરેક પ્રકારની સગવડો ઉપલબ્ધ હતી, વિક્રમસારાભાઈ પોતે પણ તે શાળામાં અભ્યાસ કરી ચૂક્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by THE PHYSICS INDICA (@physicsindica) on


શાળા અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, વિક્રમ સારાભાઈ અમદાવાદની ગુજરાત કોલેજમાં જોડાયા, પણ તે સમય દરમીયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતા રહ્યા. 1939માં, તેમણે નેચરલ સાઇન્સીસમાં સ્નાતક પદવી મેળવી. વિક્રમ સારાભાઈ એ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાંથી PhD પણ કર્યું.

જે વર્ષે ભારત દેશને સ્વતંત્રતા મળી તે જ વર્ષે તેમણે PhD પૂર્ણ કર્યું. માત્ર 28 વર્ષની ઉંમરે તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સ્થાપી. ત્યાર બાદ વિક્રમ સારાભાઈના લગ્ન મ્રિણાલીની સાથે થયા. વિક્રમ સારાભાઈ સ્વભાવે ખુબ નટખટ હતા. તેમનું કમલા ચૌધરી સાથે અફેયર હતું, મ્રિણાલીની સાથેના લગ્ન બાદ પણ.

 

View this post on Instagram

 

A post shared by Natyarambha (@natyarambha) on


સુધીર કક્કરે પોતાના એક પુસ્તકમાં વિક્રમ સારાભાઈની પ્રણય કથા વિષે ક્યાંક ઉલ્લેખ કર્યો છે. તેમના પુસ્તક પ્રમાણે ડોક્ટર વિક્રમ સારાભાઈ કમલાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તે ખાતર જ તેમણે IIM અમદાવાદનું નિર્માણ કર્યું. તેઓ જણાવે છે કે કમલા એક વિધવા હતા, તેમના પતિ તેણી ખુબ નાના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા.

FOnder of Darpana

કમલા સારાભાઈના પત્ની મ્રિણાલીનીના મિત્ર હતા, અને તેના કારણે તેણી વિક્રમની નજીક આવ્યા હતા. તેમની પ્રણય કથા વિસ વર્ષ ચાલી હતી.

તે સમયે, કમલા અટીરામાં (ATIRA)માં કામ કરતા હતા. પણ તેણી પરિણિત સારાભાઈથી દૂર જવા માગતા હતા, માટે તેણીએ દિલ્હી જવા વિચારવા માંડ્યું. બીજી બાજુ, સારાભાઈ કમલાને અમદાવાદમાં જ રોકી રાખવા માગતા હતા, માટે સારાભાઈએ પહેલાં તો તેણીને પોતાની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની ડીરેક્ટરશીપ ઓફર કરી.

 

View this post on Instagram

 

A post shared by Sivadev Girish (@shutter_bug760d) on


ત્યાર બાદ તેમણે લંડનની તાવીસ્ટોક ઇન્સ્ટીટ્યુટને અમદાવાદમાં પોતાનું કેન્દ્ર શરૂ કરવા એપ્રોચ કર્યો. પણ તે કંઈ આગળ વધ્યું નહીં. ત્યાર બાદ વિક્રમ સારાભાઈએ સરકારને મુંબઈની જગ્યાએ અમદાવાદમાં IIM ખોલવા માટે પેરવી કરી અને માટે IIM ની સ્થાપના મુંબઈમાં નહીં પણ અમદાવાદમાં થઈ.

સારાભાઈએ ખુબજ સફળતાપૂર્વક અમદાવાદમાં IIMની સ્થાપના કરી અને કમલા ચૌધરી તેના પ્રથમ રીસર્ચ ડીરેક્ટર બન્યા. આ રીતે વિક્રમ સારાભાઈએ દેશની પ્રથમ ટોપ ઇન્સ્ટીટ્યુટની શરૂઆત પોતાનો પ્રેમ જીવંત રાખવા માટે કરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ