જલ્સા કરોને જેંતીલાલ

રણવીરને આઈફા અવોર્ડમાં બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળતા દીપીકા થઈ ભાવુક ! એવોર્ડ લેતા પહેલાં દીપીકાને કરી કીસ

છેલ્લા ત્રણ દિવસથી આઇફા અવોર્ડની મુંબઈમાં ઉજવણી ચાલી રહી હતી. 18 તારીખે આઈફા અવોર્ડ યોજવામાં આવ્યો હતો. જેમાં બોલીવૂડની લગભગ બધી જ હસ્તીઓએ હાજરી આપી હતી. આ વર્ષનો બેસ્ટ એક્ટરનો અવોર્ડ અત્યંત પ્રતિભાશાળી એવા રણવીર સિંહને આપવામાં આવ્યો છે. આ અવોર્ડ તેને ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખીલજીનું પાત્ર ભજવવા માટે આપવામાં આવ્યો છે.

ફોટો સોર્સ

જ્યારથી રણવીર દીપીકાને ડેટ કરી રહ્યો છે ત્યારથી તેના દરેક અચિવમેન્ટમાં તે દીપીકાનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ચુકતો નથી આ વખતે પણ તેણે એક સ્પીચ આપી અને ફરી દીપીકા ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી રીતસરના આંસુ સરી પડ્યા હતાં. અને આ બન્નેની આ ઇમોશનલ વિડિયો તરત જ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગઈ હતી જેણે લોકોના દીલ જીતી લીધા હતા ખાસ કરીને દીપવીરના ફેન્સના.

ફોટો સોર્સ

બેસ્ટ એક્ટર માટે જેવી જ રણવીર સિંહના નામની ઘોસણા થઈ કે તરત જ રણવીરે દીપીકાના ગાલ પર એક ચુંબન કરી દીધું તો વળી દીપીકાની બાજુમાં બેઠેલી આલિયાને રણવીરે હગ કર્યું. અવોર્ડ લીધા બાદ રણવીર સિંહે એક નાનકડી ઇમોશનલ સ્પીચ આપી જેમાં તેણે કહ્યું હતું, “દીપીકા તું મને રોજ ઇન્સ્પાયર કરે છે. મારી પત્ની પહેલી હરોળમાં બેસીને મને ખુબજ ગર્વથી જોઈ રહી છે. આથી વધારે હું શું માંગી શકું. બીજું શું માંગું હું ભગવાન પાસે.”

ફોટો સોર્સ

રણવીર સિંહને આ અવોર્ડ ડીરેક્ટર કબીર ખાને આપ્યો હતો. તેણે અવોર્ડ આપતાં પહેલાં રણવીર વિશે થોડા શબ્દો કહ્યા હતાં જે એક કલાકાર માટે અત્યંત પ્રોત્સાહક અને ગર્વ સમાન કહી શકાય, તેમણે રણવીરનું નામ લેતા પહેલાં કંઈક આ રીતે રણવીરના વખાણ કર્યા હતા. “આ વ્યક્તિને કોઈ એક નામે બેલાવવો એ ખરેખર એક અઘરું કામ છે. તે એક કાચીંડો છે તે જે કોઈ પણ ફિલ્મમાં પાત્ર ભજવે છે તે તે જ પાત્ર બની જાય છે. માટે આ અવોર્ડ જાય છે કપીલ દેવ અરે, સોરી રણવીર સિંઘ ને ફિલ્મ પદ્માવત માટે.”

આ દરમાયન દીપીકાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે બન્ને દર વખતની જેમ એક આદર્શ કપલ લાગી રહ્યા હતાં જો કે લગ્ન બાદ દીપીકા રણવીરના રંગે રંગાઈ રહી છે અને તેના વસ્ત્રોમાં પણ રણવીરની અસર દેખાઈ રહી છે. તેણી પણ હવે ચિત્રવિચિત્ર અને અતરંગી વસ્ત્રો પહેરથી થઈ ગઈ છે.

ફોટો સોર્સ

આઈફા અવોર્ડ દરમિયાન પણ આ બન્ને કપલ એક બીજાથી દૂર નહોતા રહી શકતાં કે પછી વાતો કર્યા વગર પણ નહોતા રહી શક્યાં. તેમની ગુસપુસ કરતી એક વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે.

આ અવોર્ડ ફંક્શનમાં રણવીર સિંહે પોતાના સુપરહીટ ગીતો પર ધમારેકાદર પર્ફોમન્સ પણ આપ્યું હતું. રણવીરે આઈફામાં દીપીકાના મેડમ તુસાદ ખાતેના વેક્સના પુતળા વિષે તેને સૌથી સુંદર સ્ટેચ્યુ ગણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે દીપીકા એક પર્ફેક્શનીસ્ટ છે અને તેણે આ સ્ટેચ્યુ પાછળ ઘણું સમર્પણ બતાવ્યું છે. તેનું સ્ટેચ્યુ બધા જ સ્ટેચ્યુમાં ઉત્તમ છે. “બેબી, તારુ અને મોર્ગન ફ્રીમેનનું પુતળુ બધાથી સુંદર છે. મારે પણ મારા પોઝ તેમજ ડ્રેસ વિષે કંઈક વિચારવું પડશે.” આ બાબતે વધારે તેણે જણાવ્યું હતું કે તેના સાસુમા એટલે કે દીપીકા પદુકોણેના મમ્મી ઇચ્છે છે કે રણવીર પણ તેના પગલે ચાલે અને તેનું પોતાનું પણ પુતળુ મેડમ તુસાદના સ્ટુડિયોમાં મુકવામાં આવે.

ફોટો સોર્સ

ગયા વર્ષે દીપીકાનું મીણનું પુતળુ મેડમ તુસાદમાં મુકવામાં આવ્યું હતું. અને તેના માટે તેણીએ પુતળાના આર્ટીસ્ટની ટીમ સાથે ઘણી બધી બેઠકો પણ કરી હતી. દીપીકાએ રણવીર સાથે ગયા વર્ષના નવેમ્બર મહિના ઇટાલીના લેક કેમ્બો ખાતે લગ્ન કર્યા હતા. તે બન્ને છ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હાલ તેઓ એક સાથે ફિલ્મ 83માં કામ કરી રહ્યા છે જેમાં તેઓ રીલ લાઈફમાં પહેલીવાર પતિ પત્ની તરીકે જોવા મળશે. તેમને તમે પ્રેમી-પ્રેમિકા તરીકે તો ઘણી ફિલ્મોમાં જોયા પણ હવે પતિ-પત્નીની મીઠી રકઝક કરતાં જોવા મળશે. તેમાં તેણી કપીલ દેવની પત્ની રોમી દેવનું પાત્ર ભજવી રહી છે.

આ વર્ષે યોજાટેલા આઈફા અવોર્ડમાં દીપીકાને એક સ્પેશિયલ અવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જે તેણીને રેખાના હાથે આપવામાં આવ્યો હતો. રણવીર ઉપરાંત બેસ્ટ એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટને અવોર્ડ આપવામાં આવ્યો હતો અને તેની ફિલ્મ રાઝીને પણ બેસ્ટ ફિલ્મનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. તો વળી બેસ્ટ ડીરેક્ટર તરીકે શ્રીરામ રાઘવ એટલે કે ફિલ્મ અંધાધુનના ડીરેક્ટરને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બેસ્ટ પ્લેબેક સિંગર તરીકે અરિજીત સીંઘને એ વતન ગીત માટે અને ફીમેલ સિંગર માટે હર્ષદીપને રાઝીના ગીત દીલબરો માટે અવોર્ડ આપવામાં આવ્યા હતા.

ફોટો સોર્સ

આ અવોર્ડમાં એક સ્પેશિયલ કેટેગરી પણ સમાવવામાં આવી હતી જે હતી બેસ્ટ પાસ્ટ 20 યર્સ એટલે કે છેલ્લા વીસ વર્ષના ઉત્તમ એક્ટર, એક્ટ્રેસ અને ફિલ્મ જેમાં અનુક્રમે રનબીર કપૂર, દીપીકા પદુકોણે અને ફિલ્મ કહોના પ્યાર હૈને અવોર્ડ આપવામાં આવ્યા હતા.

ફોટો સોર્સ

સામાન્ય રીતે આઈફા અવોર્ડ ભારત બહાર કોઈ બીજા જ દેશમાં ઉજવવામાં આવે છે. અત્યાર સુધીમાં જોહાનીસબર્ગ, મેડ્રિડ, દુબઈ, કોલંબો, ન્યુયોર્ક જેવા શહેરોમાં આઈફા અવોર્ડ યોજાઈ ચુક્યો છે. પણ આ વખતે તે ઘરઆંગણે જ યોજાયો જેને અર્જુન કપૂર અ આયુષમાન ખુરાનાએ હોસ્ટ કર્યો. તો વળી પર્ફોમન્સની વાત કરીએ તો તેમાં સલમાન ખાન, રણવીર સિંહ, વિક્કી કૌશલ, માધુરી દીક્ષિત, કૈટરીના કૈફ અને સારા અલી ખાન ઉપરાંત ઘણી બધી જાણીતી હસ્તીઓએ પર્ફોમન્સ આપ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version