ઘરે પરફેકટ ઈડલી મંચુરીયન બનાવવાની રીત …

ઈડલી મંચુરીયન

આજે આપણે બનાવીશું ઈડલી મંચુરીયન ,આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે સાથે જ એને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે આને તમે બનાવીને બાળકોના લંચ બોક્ષમાં કે સાંજ ના નાસ્તામાં બનાવીને આપી શકો છો તો ચાલો એની રીત જોઈ લઈએ.

સામગ્રી

 • ૨ કપ આથો આવેલું ઈડલીનું ખીરું
 • ૧/૨ નાની ચમચી રેગ્યુલર ઈનો
 • ૧ – ૨ ચમચી પાણી
 • મીઠું
 • વઘાર માટે:
 • ૨ ચમચી તેલ
 • ૧ નાનું કેપ્સીકમ
 • ૧૦૦ ગ્રામ લાંબી સમારેલી કોબીજ
 • ડુંગળી – ગાજર (એડ કરી શકો મેં નથી કર્યા )
 • ૧ ચમચી રેડ ચીલી સોસ
 • ૧/૨ ચમચી સોયા સોસ
 • ૩ ચમચી ટોમેટો કેચપ
 • ૧ નાની ચમચી લાલ મરચું
 • સમારેલી કોથમીર
 • મીઠું

ઈડલી બનાવવા :

 • ઈડલીના ખીરામાં મીઠું ,ઈનો અને થોડું પાણી નાખી મિક્ષ કરી લો (ખીરું મીડીયમ થીક રાખવું
 • ઈડલીના મોલ્ડમાં તેલ લગાવી ખીરું ભરી દો
 • ઈડલીને ૧૦ મિનીટ માટે સ્ટીમ કરી લો
 • કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મુકો એમાં બનાવેલી ઈડલીને થોડી સાંતળીને ક્રિસ્પી કરી લો
 • કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરો એમાં કેપ્સીકમ અને કોબીજ ને ફાસ્ટ ગેસ પર સાંતળી લો (તમારે ડુંગળી અને ગાજર એડ કરવું હોય તો અત્યારે કરી દેવું )
 • એક બાઉલમાં ત્રણેય સોસ મિક્ષ કરી લો પછી આમાં એડ કરો સાથે જ થોડું મીઠું અને લાલ મરચું એડ કરી દો અને સરસ મિક્ષ કરી લો.
 • સાંતળેલી ઈડલી ઉમેરી સરસ મિક્ષ કરી લો થોડી કોથમીર પણ એડ કરી દો
 • હવે આ ઈડલી મંચુરીયન સર્વિંગ માટે તૈયાર છે

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી