સવારે એકદમ હળવો ‘ઈડલી ઢોકળા’નો નાસ્તો બનાવો, રીત એકદમ સિમ્પલ ને સરળ છે.

ઈડલી ઢોકળા 

વાંચીને અચરજ થાય છે ને… તો ચાલો તમારી અધીરતાને ઓછી કરીએ અને બનાવીએ ઈડલી ઢોકળા

સર્વ – 2-3 જણ

સામગ્રી

– 1 કાપેલો કપ ચણા દાળ,
– 3/4 થી થોડો ઓછો કપ ચોખા,
– 1 ટીસ્પુન તેલ,
– મીઠું જરુર મુજબ,
– આદુ – મરચા પેસ્ટ તીખાશ મુજબ,
– 1/2 પેકેટ ઈનો સોડા (જરૂર પડે તો જ),

( નોંધ : ચણા દાળ અને ચોખા 3:2 ના રેશિયોમાં લેવાના છે )

રીત –

– ચણા દાળ અને ચોખાને ધોઈ 3-4 કલાક પલાળી રાખવા.
– ત્યારબાદ પીસી લઈ સ્મુથ પેસ્ટ કરી બંને ભેગા કરી વાસણને ઢાંકીને મુકો.( ઉનાળામાં 7-8 કલાક અને શિયાળામાં 12-13 કલાક માટે મુકવું)
– ખીરામાં મીઠું, આદુ, મરચાં, તેલ.નાખી હલાવો
– ખીરૂ ઘટ્ટ હોય તો પાણી નાખી શકાય.
– કોઈ કારણવશ આથો ન આવે તો ઈનો સોડા નાખી હલાવી ખીરાને ગ્રીસ કરે ઈડલી સ્ટેન્ડમાં નાખી સ્ટીમરમાં 15 મિનીટ માટે રાંધ
– કાઢી, ઠંડી કરો.
– વઘારિયામાં તેલમાં રાઈ, તલ, મરચા, લીમડા નો વઘાર કરી ઈડલી પર પાથરી દો.
– નારિયેળની ચટણી, તીખી ચટણી સાથે સર્વ કરો.

રસોઈ ની રાણી: ઉર્વી શેઠિયા (મુંબઈ)

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી