ઇન્સ્ટન્ટ ઇડલી :- નાના મોટા સૌની ફેવરીટ ઈડલી આજે જ બનાવો……

ઇડલી

આજે હું લાવી છું એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવી રેસિપી જે ખૂબ જ જલ્દીથી બની જશે…જે નાના મોટા બધા લોકોની ફેવરીટ ઇડલી  જેને આથો લાવવાની પણ જરૂર નહી પડે અને ઘરમાં easily  મળી જાય તેવા સામગ્રીથી જ બનાવીશું…o

ઇન્સ્ટન્ટ ઇડલી:-

 • 3 કપ સોજી,
 •  કપ દહીં,
 • મીઠું સ્વાદ મુજબ,
 • 2 ચમચી સાદો ઈનો,
 • મરી પાવડર,
 • તેલ,
 • પાણી.

ચટણી બનાવવા માટે:-

 • કોપરા નું છીણ 1 કપ,
 • દાળિયા ૧ વાટકી,
 • 2 નંગ મરચું,
 • થોડી કોથમીર,
 • મીઠું.

બનાવવા માટે:-

સૌ પ્રથમ આપણે એક બાઉલમાં સોજી લઈશું. સોજીને દહીમાં 1 કલાક સુધી પલાળવો. હવે આપણે જોઈશું કે સોજી ફૂલી ગઈ છે. સોજી ફુલ્લી જાય પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીશું. પછી તેમાં મીઠું ,ઈનો અને થોડું તેલ નાખીને હલાવો બધું જ બરાબર મિક્ષ કરી લેશું હવે ઇડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લેશું.હવે તૈયાર કરેલ ઈડલી મિશ્રણને તેમાં ભરીશું..૧૦ મિનિટ બાદ તેને ચેક કરો.તૈયાર થઈ ગયા બાદ તેને સરવિગ પ્લેટમાં લય કોપરાની ચટણી સાથે સર્વે કરીશું..

કોપરાની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોપરૂ લેશું તેમાં લીલું મરચું, મીઠું , દાળિયા આ બધી સામગ્રી મિક્સ કરી દો અને વાટી લો. તો તૈયાર છે કોપરાની ચટણી..તેને ગરમ ગરમ ઇડલી સાથે સર્વ કરો. તો તૈયાર છે એક દમ સોફ્ટ સોફ્ટ ઇડલી ખૂબ જ ઓછા સમયમાં બની જતી તો ફટાફટ તમે પણ બનાવો …

નોંધ:- આપણે ઇડલીના ખીરામાં દહીં લીધું છે જેથી ઇડલી ખૂબ જ સોફ્ટ બનશે જો દહીં ન લેવું હોય તો તમે પાણીથી પણ better તૈયાર કરી શકો છો…

રસોઈની રાણી : મયુરી ઉનડકટ, જુનાગઢ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી