દરરોજ ૧૦૦૦ જેટલી ઇડલી જાતે બનાવીને ૮૦ વર્ષના દાદી ગરીબોનું પેટ ભરવા કરે છે, પૂણ્યનું કામ…

આ દાદીમાની ૧ રૂપિયાની ઇડલી ખાવા આવે છે, લોકો દૂર દૂરથી… મુંબઈના ઉદ્યોગપતિએ એમને આપી પાર્ટનરશીપની ઓફર… દરરોજ ૧૦૦૦ જેટલી ઇડલી જાતે બનાવીને ૮૦ વર્ષના દાદી ગરીબોનું પેટ ભરવા કરે છે, પૂણ્યનું કામ..

image source

ગરીબોનું પેટ ઓછા પૈસે ભરાય એવું આજના જમાનામાં કોણ વિચારે છે. દરેક વ્યક્તિ આજે ગળાકાપ હરિફાઈમાં ઉતરી જઈને પોતાની વસ્તુઓની ગુણવત્તાને પણ એક બાજુ મૂકીને નફો કમાવવાની જ વાત કરે છે.

image source

દરેકને પોતાનો બિઝનેસ વધારવાની હોડ જામી હોય ત્યાં એવા સમાચાર મળે કે એક નાનકડા ગામના ૮૦ વર્ષના વૃદ્ધા માત્ર ૧ જ રૂપિયામાં ઇડલી, ચટણી અને સાંભાર વેંચીને ગરીબો માટે જ જાતે કામ કરીને જીવે છે. નવાઈ લાગીને? એક જ રૂપિયામાં ભરપેટ ભોજન કઈરીતે શક્ય છે, આ જમાનામાં? અને તે મોટી ઉંમરના માજી આવું શા માટે કરે છે, આવો જાણીએ.

મુંબઈના ઉદ્યોગપતિએ એ દાદીને આપી બિઝનેસમાં રોકાણ કરવાની ઓફર…

image source

સોશિયમ મીડિયામાં દરરોજ અનેક સારા, ખરાબ, હસવું આવે તેવા અને રડવું આવે તેવા, ગુસ્સો આવે તેવા તેમજ જ્ઞાનવર્ધક વીડિયોઝના ઢગલાઓ ઠલવાય છે. એમાં સેલિબ્રિટી કોઈએ શેર કરેલ વીડિયોને લોકો વધારે ધ્યાન દઈને જોતા હોય છે. ભારતીય જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ હાલમાં જ તેમના ટ્વીટર ઉપર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ૮૦ વર્ષના એક વૃદ્ધાનો છે, જેઓ પોતાના હાથે ઇડલી બનાવીને વેંચે છે.

તમે તેની કિંમત જાણીને નવાઈ પામશો. આ માજી ૧ ઇડલી ફકત ૧ જ રૂપિયામાં વેંચે છે. આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરવાની સાથે જણાવ્યું કે દુનિયામાં દરેક વ્યક્તિ કંઈક એવું કરી શકે છે જેનાથી સૌને આશ્ચર્ય થાય. આ દાદી વર્ષોથી ૧ રૂપિયામાં જાતે ઇડલી બનાવીને વેંચે છે.

image source

તેમણે વધુમાં લખ્યું કે જો કોઈને ખ્યાલ હોય તો જણાવે કે આ માજી હજુ પણ લાકડાના ચૂલા ઉપર જ રસોઈ કરે છે, શું? જો એવું હોય તો મારે એમને એસ.એન.જી ગેસ આપવો છે. અમને તેમના બિઝનેસમાં રોકાણ કરવાની ઇચ્છા થઈ આવી છે…

image source

આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરેલી વાતને ઘણાં લોકોએ વધાવી લીધી છે. એકરીતે આ પ્રમાણે કોઈ વ્યક્તિ કોઈ જાતના નફાની કે શ્રેયની આશા વગર જ પોતાનું કામ કરે છે, તેવી દરેક વ્યક્તિને બિરદાવવી જોઈએ. આ દાદીમા વિશે આગળ જાણીએ…

તામિલનાડુમાં રહેતાં ઇડલી દાદીની કહાણી…

image source

કમલાથલ નામ છે, આ તામિલનાડુના કોયંબતૂર શહેરથી ૨૦ કિમી દૂર આવેલ ગામ પેરુર પાસેના નાનકડાં ગામડાં વડીવેલામપલાયામ નામનું ગામ રહેતાં આ અનોખાં દાદી વિશે વાત કરીએ તો તેમણે આજથી ૩૦ વર્ષ પહેલાં ઇડલી વેંચવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં માત્ર ૫૦ પૈસામાં તેઓ ઇડલી વેંચતાં પરંતુ આજે લોકોએ એમને કહ્યું કે મોંઘવારી વધી છે તો ઇડલીની કિંમત વધારી દો.

image source

આજના સમયમાં દક્ષિણ ભારતના ઇડલીની કિંમત છ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ તેઓ માત્ર ૧ જ રૂપિયામાં વેંચે છે અને તે પણ ભરપેટ જમાય એ રીતે ચટણી અને સાંભારની સાથે.

સેવાનું કાર્ય કરે છે માજી ૮૦ વર્ષે…

image source

આ દાદીની વાત સાંભળીએ તો ભલભલા જુવાનિયાઓને શરમ આવે તેવું છે. ૮૦ વર્ષે દરરોજ હજારથી વધુ ઇડલી વેંચે છે, તેની બધી તૈયારી અને વાસણો પણ જાતે જ ઉટકે છે. તેઓ આટલા ઓછા રૂપિયામાં વેંચે છે, તે માટે તેઓ કહે છે કે મારા લગભગ ગ્રાહકો ગરીબ વર્ગના છે. તેઓ નિરાંતે ઓછા રૂપિયા આપીને જમી શકે આ ઉંમરે પણ કામ કરું છું.

લોકો દૂર દૂરથી આવે છે, દાદીની રૂપિયાની ઇડલી ખાવા…

image source

દાદીના રસોડે ઇડલી ખાવા મોટે ભાગે મજૂર વર્ગ અને ગરીબ વર્ગ વધારે આવે છે. મસાલેદાર અને પૌષ્ટિક માના હાથની રસોઈ જેવું ભોજન કરવા કહેવાય છે કે લોકો બે બે કિલોમીટર દૂરથી અને આસપાસના ગામડાંઓમાંથી પણ આવે છે. સલામ છે, આ દાદીને…

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ