IASનું ભણતા વિદ્યાર્થીઓને સહાય કરશે સોનુ સુદ, આ રીતે એપ્લાય કરો તમે પણ

લોકો માટે અપેક્ષાથી પણ વધુ સહાય કરનારા બોલિવુડ અભિનેતા સોનુ સુદ ફરી એક વખત સમાચારોમાં ચર્ચાઈ રહ્યા છે. આ પહેલા પણ સોનુ સુદ પોતાના ઉદાર સ્વભાવ અને અન્યને મદદ કરવાની ઉમદા ભાવનાને કારણે ભારતીયોમાં ખાસ્સા એવા લોકપ્રિય બની ચુક્યા છે. ખાસ કરીને ગયા વર્ષે જ્યારથી કોરોના મહામારીએ ભારતમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી સોનુ સુદ રોડ પર ઉતર્યા છે અને તે સમયે પોતાના વતન પરત ફરવા માંગતા પ્રવાસી મજૂરોની નોંધપાત્ર અને તેમની આંતરડી દુઆ દઈ દે તે રીતે મદદરૂપ થયા હતા. ત્યારબાદ સોનુ સુદે પોતાનું કામ અટકાવી લેવાના બદલે બમણા જોરથી આગળ ધપાવ્યું હતું અને કોરોનની બીજી લહેરમાં પણ કોરોના દર્દીઓ માટે સહાયરૂપ બન્યા હતા.

image source

સોનુ સુદને હવે લોકો રિયલ લાઇફનો હીરો માનવા લાગ્યા છે અને એ સાચી વાત પણ છે કે સોનુ સુદ અન્ય બૉલીવુડ કલાકારોની જેમ ફક્ત ચાપલુસી કે પૈસા કમાવવા જ નથી મચી પડતા પણ સમય આવ્યે પોતાના ઉદાર સ્વભાવ અને ઉમદા કાર્યોને લઈને લોકોને મદદરૂપ થયા છે.

ખુદ બૉલીવુડના અન્ય કલાકારો પણ સોનુ સુદના આ કાર્યોની નોંધ લઇ તેની પ્રશંસા કરી રહ્યા છે. તમે પણ સમાચાર માધ્યમો થકી જાણ્યું હશે કે કોરોનાની ઘાતક એવી બીજી લહેરમાં સોનુ સુદે દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય કે હોસ્પિટલે એડમિટ થવાનું હોય અને તે સંબંધિત અન્ય કામોમાં પાછળ વળીને નથી જોયું. ત્યારે હવે આ રિયલ લાઇફનો હીરો અભિનેતા સોનુ સુદ હવે સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC) ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા છે અને આ માટે વિદ્યારહથીઓને મફત સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે.

image source

સોનુ સુદ IAS પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની મદદ માટે એક નવી પહેલ “સંભવમ” ના નામથી શરુ કરી છે. સોનુ સુદે આ જાહેરાત ગયા શુક્રવારે ટ્વિટ કરીને કરી હતી. તેઓએ ટ્વિટમાં લખ્યું હતું કે, કરવી છે IAS ની તૈયારી… અમે લેશું તમારી જવાબદારી ” આ પહેલની લોન્ચિંગ કરતા સમયે હું રોમાંચિત છું. આ સુદ ચેરિટી ફાઉન્ડેશન અને દિયા દિલ્હીની એક પહેલ છે.

image source

આ સાથે જ અભિનતે સોનુ સુદે ઇચ્છુક ઉમેદવારો માટે મફત IAS કોચિંગ સ્કોલરશીપ આપવાનું પણ વચન આપ્યું છે. ટ્વિટર પર મુકવામાં આવેલી તેમની પોસ્ટ મુજબ સ્કોલરશીપ માટે અરજી કરવા માટેની અંતિમ તારીખ 30 જૂન રાખવામાં આવી છે. જે લોકો આ સ્કોલરશીપ મેળવવા માટે ઈચ્છા ધરાવતા હોય તો સુદ ફાઉન્ડેશનની વેબસાઈટ www.soodcharityfoundation.org પર જઈને પોતાની અરજી રજીસ્ટર કરાવી શકે છે. નોંધનીય છે કે સોનુ સુદ આવા અનેક સરાહનીય કામ કરે છે જેને જોતા તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવાની માંગ પણ ધીમે ધીમે બુલંદ થઇ રહી છે. અસલમાં કેન્દ્ર સરકારે પદ્મ વિભૂષણ એવોર્ડ માટે નાગરિકો પાસેથી મંતવ્યો મંગાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong