આલેલેલે…અહિંની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને પ્રેમના પાઠની સાથે-સાથે ભણાવશે કંઇક આવું પણ…

જ્યારે તમે બાળકોને શાળાએ મોકલો છો ત્યારે કંઈક સારું શીખવવાના આશયથી મૂકો છો. અનેક શાળાઓ બાળકોને ખાસ સરકારે નક્કી કરેલો અભ્યાસ ક્રમ ભણાવે છે. પરંતુ ચાઈનામાં કંઈક અલગ જ શિક્ષણ આપવામાં આવે છે. ચીન આમ પણ ઊંધા અને અલગ કામ કરવા માટે ફેમસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં કોરોનાના કારણે ચર્ચામાં આવ્યા બાદ હવે ચીને શાળામાં બાળકોને રોમાન્સના પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે.

image source

પોતાની અવળચંડાઈથી દુનિયાભરમાં જાણીતું બનેલું ચીન અહીંના બાળકોને રોમાન્સના પાઠ ભણાવી રહ્યું છે. અહીં બાળકોને વહેલા લગ્ન કરવાના ફાયદા શીખવવામાં આવે છે. આ સાથે જ અહીં એક ખાસ સંમેલન ભરાય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. ચીનના સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક મૂલ્યો પર અહીં ચર્ચા કરાય છે. પરિવર્તનને ધ્યાનમાં રાખીને લોકો સૂચન આપે છે અને પછી તે પ્રમાણે આ સમેલનમાં કામ કરવામાં આવે છે.

પરિષદના કેટલાક મુદ્દાઓ બને છે ચર્ચા

image source

હાલમાં સોશ્યલ મીડિયા પર ચાઈના ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ અહીં મહિલાઓ અને પુરુષોની ભૂમિકાને લઈને પણ ચર્ચા કરાય છે. હાલની સ્થિતિને જોયા બાદ ચીનમાં હવે પુરુષો પર પણ દબાણ વધારાશે અને તેમની સાથે પણ ચર્ચા કરાશે. હાલમાં કેટલાક નવા પ્રસ્તાવ આવી રહ્યા છે જેમાં શાળામાં રોમાન્સ શીખવવાને લઈને દરખાસ્તો આવી છે.

ચીનની મહિલાઓ ઘર સુધી જ મર્યાદિત

image source

હાલમાં આ રોમાન્સ શીખવવાની જે નવી વાત આવી છે તેમાં ખાસ કરીને મહિલાઓને મોટી અસર થઈ શકે છે. માનવામાં આવે છે કે ચીનની મહિલાઓ ફક્ત ઘર સુધી જ સીમિત રહે છે. આ કારણે હવે અહીં લગ્નની ઉંમર મહિલા હોય કે પુરુષ બંને માટે 18 વર્ષ કરવાની પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

આ જ કારણ છે કે અહીંની શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને રોમાન્સ પણ શીખવવામાં આવે તેવું વિચારવામાં આવી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર આ વાતને લઈને કેટલીક ચીનની મહિલાઓએ ગુસ્સો ઠાલવ્યો છે તેમનું કહેવું છે કે શું છોકરીઓ ફક્ત લગ્ન કરવા અને બાળકો પેદા કરવા માટે જ છે. તેમનું પોતાનું કોઈ જીવન નથી.

image source

મહિલાઓને મળશે આ ફાયદો

સંમેલનમાં જે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે તેમાં એક મુદ્દો ગર્ભાવસ્થામાં મહિલાઓની રજા વધારવાનો પણ છે. તેમાં અપરિણિત મહિલાઓ પર કામનું દબાણ વધી શકે છે. અહીં જે રીતે સંમેલન અને શાળામાં રોમાન્સનું જ્ઞાન શીખવવામાં આવી રહ્યું છે તેને જોતા લાગે છે કે સરકાર પણ આશા રાખે છે કે મહિલાઓ ઘરમાં રહે, ઘર સંભાળે અને બાળકોને જન્મ આપીને તેમની સંભાળ રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!