શું તમે પણ નથી જાણતા કે WhatsApp પર લોકેશન કેવી રીતે મોકલવામાં આવે છે? જાણો આ પ્રશ્નનો જવાબ તમે પણ

શું તમે પણ નથી જાણતા કે WhatsApp પર લોકેશન કેવી રીતે મોકલવામાં આવે છે – તો અહીં જાણો આ વિષે

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના યુઝર્સને જરૂરી સુવિધાઓ આપવાનો સતત પ્રયાસ કરતી રહે છે. વ્હોટ્સએપથી તમે તમારા પોતાના લોકોને મેસેજ મોકલો છો. વાર તહેવારે શુભેચ્છા પાઠવો છો, તમારી તસ્વીરો મોકલો છો, વિડિયોઝ મોકલો છો. તમારા સગા વહાલા પણ તમને વિડિયોઝ અને ફોટા મોકલીને તમારા સંપર્કમાં રહે છે. આ ઉપરાંત વિડિયો કોલ તેમજ વોઇસ કોલની મદદથી તમે સાત સમંદર પારના પ્રિયજનોના પણ સંપર્કમાં રહી શકો છો.

image source

આ ઉપરાંત પણ એપમાં કેટલાક એવા ફિચર્સ છે જે તમને ઘણી હદે મદદ કરે છે. તેમાંનું જ એખ ફીચર છે. લોકેશનનું ફીચર, જે સામેવાળી વ્યક્તિને તમારું એક્ઝેટ લોકેશન સમજાવવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિને તમે તમારું એડ્રેસ આપવા માગતા હોવ અથવા તો તમે જે જગ્યાએ હોવ તેની જાણકારી આપવા માગતા હોવ ત્યારે તમે તેને તે ચોક્કસ એડ્રેસ લોકેશન દ્વારા સેન્ડ કરી શકો છો. હવે પ્રશ્ન એ છે કે લોકેશન સેન્ડ કરવું કેવી રીતે – ઘણા લોકોને આ ફીચર આવડે છે પણ ઘણા લોકોને લોકેશન મોકલતા નથી આવડતું હોતું. તો આજે જાણી લો કે તમારા વ્હોટ્સએપથી કેવી રીતે તમારું કરન્ટ લોકેશન કોઈને મોકલવું.

આવી રીતે વ્હોટ્સએપ પરથી મોકલો તમારુ લોકેશન

image source

સૌ પ્રથમ તો તમારે તમારા ફોનમાંની વ્હોટ્સએપ એપ્લિકેશન ખોલવી.

હવે તમારે ચેટ ઓપ્શનમાં જવું. હવે જે વ્યક્તિને તમે તમારુ લોકેશન મોકલવા માગતા હોવ તેની ચેટમાં જાઓ અથવા તો કોન્ટેક્ટ્સમાંથી તેનું નામ સિલેક્ટ કરો એટલે તેની ચેટ ઓપન થઈ જશે. અહીં વ્હોટ્સએપ ચેટમાં સૌથી નીચે જ્યાં તમે મેસેજ લખતા હોવ છો ત્યાં જમણી બાજુ પર તમને એટેચમેન્ટ માટેની પેપર ક્લિપ દેખાશે. તમારે તેના પર ટેપ કરવું.

image source

અહીં તમારી સમક્ષ ડોક્યુમેન્ટ્સ, કેમેરા, ગેલેરી, રૂમ્સ, ઓડિયો, લોકેશન વિગેરેના ઓપ્શન દેખાશે. અહીં તમારે લોકેશનના ઓપ્શન પર ટેપ કરવું.

લોકેશનના ઓપ્શન પર ટેપ કરતાં જ અહીં તમારી સમક્ષ સેન્ડ યોર કરન્ટ લોકેશન અને શેર લાઇવ લોકેશન એમ બે ઓપ્શન દેખાશે, અહીં તમારે તમારી પ્રમાણે કોઈ પણ એક ઓપ્શન પર ટેપ કરવું અને તમારા લોકેશનને સેન્ડ કરી દેવું.

image source

લાઇવ લોકેશન

જો તમે કોઈને તમારું કરન્ટ લોકેશન મોકલો છો તો તો તે તમારું તે લોકેશન હશે જ્યાં તમે હાજર હશો પણ જો તમે લાઇવ લોકેશન મોકલો છો તો આ એ લોકેશન હશે જ્યાં તમે હશો અને આ લોકેશન તમારા મૂવ થવાની સાથે સાથે બદલાતું રહે છે. માટે તમને જણાવી દઈએ કે લાઇવ લોકેશન ફિક્સ નથી હોતું પણ કરન્ટ લોકેશન ફિક્સ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ