જલ્સા કરોને જેંતીલાલ

GOOD NEWS: કોરોના સંકટમાં વરદાન રૂપ બનશે આ નવી ટેસ્ટિંગ કિટ, સેકંડોમાં આપશે ટેસ્ટનું રિઝલ્ટ

ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોનાવાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે. કોરોના ટેસ્ટિંગને લઈને થઈ નવી શોધ કોરોના ટેસ્ટની નવી કિટ આપશે સેંકડોમાંપરિણામ, કરવાનું રહેશે આ કામ કોરોના સંકટમાં વરદાન રૂપ બનશે આ નવીટેસ્ટિંગ કિટ, સેકંડોમાં આપશે ટેસ્ટનું રિઝલ્ટ

image source

ભારત અને ઈઝરાયેલે સાથે મળીને કોરોનાવાયરસનો ક્ષણભરમાં ટેસ્ટ કરી શકાય તે માટે ગેમચેન્જર ટેકનોલોજી વિકસિત કરવાની નજીકપહોંચ્યા છે. આ ટેક્નોલોજી હેઠળ માત્ર એક ફૂંક મારીને વ્યક્તિ પોતે કોરોના પોઝિટિવછે કે કેમ તે જાણી શકશે. આ રેપિડ ટેસ્ટિંગ રિસર્ચ હવે ફાઈનલ સ્ટેજમાં છે અનેકેટલાક દિવસોમાં આ ટેકનોલોજી સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. આ ટેકનોલોજીથી એકમિનિટથી ઓછા સમયમાં ટેસ્ટના રિઝલ્ટ સામે આવી જશે.

image source

ભારતમાં ઈઝરાયેલના રાજદૂત રોનમાલ્કોએ જણાવ્યું કે આવનારા સમયમાં ભારત અને ઈઝરાયેલની વચ્ચે તાલમેલ માટે હેલ્થકેરએક મહત્વનું ક્ષેત્ર સાબિત થઈ શકે છે. ભારત અને ઈઝરાયલ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાનીટેસ્ટિંગ કિટ હવે એક મિનિટથી પણ ઓછા સમયમાં પરિણામ આપશે. કોરોનાના સંક્રમણનીજાણકારી મેળવવા માટે કોઈ વ્યક્તિએ એક ટેસ્ટ ટ્યૂબમાં ફક્ત ફૂંક મારવાની રહેશે. અનેસાથે જ 30-40 સેકંડમાં જ પરિણામ આવી જશે. મહામારીને અટકાવવામાટે વેક્સીન વિકસિત કરવામાં પણ આ બંને દેશો મદદરૂપ બનશે.

image source

માલ્કોએકહ્યું કે આના પર ખર્ચ પણ ખૂબ ઓછો આવશે, કારણ કે રિઝલ્ટ માટે સેમ્પલને લેબમાં મોકલવાની જરુરત રહેશેનહીં. ત્યાં જ ક્ષણભરમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવી જશે. ભારત અને ઈઝરાયલનું કહેવું છે કે આ શોધ તેના છેલ્લા ચરણમાં છે. થોડા જ દિવસોમાં તેને પ્રયોગ માટેલાગૂ કરી શકાશે. આ પ્રક્રિયામાં ઝડપથી પરિણામ મળતું હોવાથી તે વધુ અસરકારક રહેશે. આ માટે વધુમાં વધુ 3અઠવાડિયાનો સમય લાગશે.

image source

ભારત અનેઈઝરાયેલે સંયુક્ત રીતે 4 ટેસ્ટ ટેકનોલોજીના ટ્રાયલ કર્યા છે. ભારતમાં મોટી સંખ્યામાંઆ ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. આ ટેકનોલોજીમાં બ્રેથ એનાલાઈઝર અને વોઈસ ટેસ્ટ પણસામેલ છે. એમાં કોરોના ચેપની તાત્કાલિક ખબર પાડવાની ક્ષમતા છે.

image source

કોરોનાવેક્સીનને લઈને બંને દેશોની વચ્ચેના સમન્વયના સવાલ પર માલ્કોએ કહ્યું કે બંને દેશોહંમેશા રિસર્ચ અને ટેકનોલોજી એકબીજાને શેર કરતા રહ્યા છે. તેમણે ઉમેર્યું કે અમેએકબીજાને સહયોગ અને સમર્થન કરી રહ્યા છીએ. ઈઝરાયેલના રાજદૂતે એમ પણ કહ્યું કેભારતમાં કોરોના વેક્સીનના હબ બનવાની દૃષ્ટિએ તમામ સુવિધા ઉપલબ્ધ છે. તેમણે આશા વ્યક્તકરી કે જ્યારે પણ વિશ્વસનીય, સુરક્ષિત અને કારગર વેક્સીન બનશે, ત્યારે એમાં વધુ ઉત્પાદન ભારતમાં થશે.માલ્કોએ કહ્યું કે ભારત જ્યારે પણ વેક્સીન બનાવશે ત્યારે ઈઝરાયેલની જરૂરિયાતોનેધ્યાનમાં રાખશે.

દુનિયા માટે હશે સારા સમાચાર

image source

મલ્કાએ કહ્યું છે કે આ દુનિયા માટે સારા સમાચાર હશે. અમે આઅભિયાનને ખુલા આસમાન નામ આપ્યું છે. જે સાચે જ આંતરરાષ્ટ્રિય યાત્રા અને આર્થિકગતિવિધિના સંદર્ભમાં આસમાન ખોલી દેશે કારણ કે તેનો ઉપયોગ એરપોર્ટ અને અન્ય સ્થાનોપર કરી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version