હવે તમારે MRI અને અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે નહિં ખર્ચવા પડે વધારે રૂપિયા, અહિંયા માત્ર થઇ જશે ₹50માં MRI અને ₹150માં અલ્ટ્રાસાઉન્ડ

ડિસેમ્બરથી દેશનું સૌથી સસ્તું ડાયગ્નોસ્ટિક સેન્ટર ખૂલશે આ શહેરમાં! જાણી લો પૂરી વિગત

ગુરુદ્વારામાં બનેલી એક ગુરુ હરકિશન હોસ્પિટલમાં Hospital Guru Harkrishan ડાયાલિસિસ સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે, જે આવતા અઠવાડિયાથી કાર્યરત થઈ જશે. ઓછી આવકવાળા વર્ગ માટે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ 150 રૂપિયામાં હશે, ડોકટરોની ટીમ દર્દીઓની દેખરેખ અને સંભાળ રાખશે. ડિસેમ્બરથી ગરીબ વર્ગના દર્દીઓ માત્ર 50 રૂપિયામાં MRI અને 150 રૂપિયામાં અલ્ટ્રાસાઉન્ડ ની સુવિધા મેળવી શકશે.સુવિધા દિલ્હીના બાંગ્લા સાહિબ ગુરુદ્વારામાં શરૂ કરવામાં આવશે.

image source

દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીએ તેની માહિતી આપી છે. દેશનું સસ્તી ડાયગ્નોસ્ટિક સેન્ટર ડિસેમ્બરથી શરૂ થશે. મેડિકલ ટ્રીટમેન્ટ સૌથી ખર્ચાળ ગણાય છે જે જરૂરી હોવા છતાં ઘણા લોકો એવા છે કે આર્થિક તંગીને કારણે સારવાર કરાવવામાં અસક્ષમ હોય છે. આવા જ લોકોની મદદ કરવા દિલ્હીના બાંગલા સાહેબ ગુરુદ્વારામાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ ગુરુદ્વારામાં દેશનું સૌથી સસ્તું ડાયગ્નોસ્ટિક સેન્ટર ખૂલવા જઈ રહ્યું છે. ગુરુદ્વારામાં ગુરુ હરકિશન હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યું છે. તે આવતા અઠવાડિયાંથી કામ શરૂ કરશે.

ડાયાલિસિસ

image source

કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કૃત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂરી પદાર્થો દૂર કરવાનું અને શરીરમાં પ્રવાહીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બન્ને કિડની કામ ન કરતી હોય તેવા દર્દીઓનું જીવન સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર હોય છે.

ડાયાલિસિસની જરૂરિયાત ક્યારે પડે છે?

image source

કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થાય કે કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ જાય ત્યારે દવા દ્વારા થતી સારવાર અસરકારક રહેતી નથી અને રોગ ચિહ્નો(ઊલટી, ઉબકા, નબળાઈ, શ્વાસ વગેરે) વધતા જાય છે. આ તબક્કે ડાયાલિસિસની જરૂર પડે છે. સામાન્ય રીતે લોહીની તપાસમાં સિરમ ક્રીએટીનીનનું પ્રમાણ ૮ મિ.ગ્રા.% કરતાં વધે ત્યારે ડાયાલિસિસ શરૂ કરવામાં આવે છે.

ડાયાલિસિસ માત્ર 600 રૂપિયામાં થશે

image source

દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ મંજિંદર સિંહ સિરસાના જણાવ્યા અનુસાર, અહીં ડાયાલિસિસ માટે ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, 6 કરોડ રૂપિયાની 4 મશીન ગુરુદ્વારામાં દાન કરવામાં આવી છે. આમાં ડાયાલિસિસ, અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે અને MRI મશીન્સ સામેલ છે.

ખાનગી લેબ્સ MRI માટે 2500 રૂપિયા ચાર્જ કરે છે

image source

મંજિંદર સિંહના જણાવ્યા મુજબ, પ્રાઇવેટ લેબમાં MRI માટે 2,500 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. પરંતુ ગરીબ લોકો માટે આ ટેસ્ટ 50 રૂપિયામાં કરવામાં આવશે. તેમજ, અન્ય લોકો માટે 800 રૂપિયામાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અહીં કોને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે જોવા માટે ડોકટરોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સિવાય ઓછી આવક ધરાવતા ગ્રૂપ માટે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ 150 રૂપિયામાં થશે.

શું ડાયાલિસિસ કરવાથી કિડની ફરીથી કામ કરતી થઈ જાય છે?

image source

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં ડાયાલિસિસ કરવાથી કિડની ફરી કામ કરતી નથી. આવા દર્દીઓમાં કિડનીના કાર્યના વિકલ્પ તરીકે ડાયાલિસિસ હમેશા માટે નિયમિત રીતે કરાવવું પડે છે. જોકે એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં ડાયાલિસિસની જરૂર ટૂંકા ગાળા માટે જ પડે છે. આવા દર્દીઓમાં કિડની ફરી સંપૂર્ણ કામ કરતી થઈ જવાથી ડાયાલિસિસની જરૂર ફરી પડતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ