LED બલ્બ રીપેર કરવા હવે મહિલાઓને નહિ જરૂર પડે કોઈની મદદની જાતે જ કરી શકશે રીપેર…

શું તમારા ઘરનો એલીઈડી બલ્બ ખરાબ થઈ ગયો છે? તો ગૃહીણીઓ તેને ફેંકી ન દેશો પણ આ એક સરળ ઉપાયથી ફરી તેને ચાલુ કરી દો

છેલ્લા થોડા વર્ષોથી ઘરમાં સામાન્ય ટ્યુબ લાઇટની જગ્યાએ એલઈડી બલ્બનું ચલણ વધી ગયું છે. તેનો એક મોટો ફાયદો એ છે કે તે ઓછા વોટમાં વધારે પ્રકાશ આપે છે અને તે સામાન્ય ટ્યુબલાઈટ કે પછી લાઈટના ગોળા કરતાં ક્યાંય ઓછી વીજળીનો વપરાશ કરે છે. અને તેના કારણે આપણા ઘરના બીલમાં પણ ઘટાડો થાય છે.

image source

સામાન્ય રીતે જો તમે સ્ટાન્ડર્ડ કંપનીના એલઈડી બલ્બ વાપરતા હોવ તો તમને તેના પર એક વર્ષની વોરન્ટી આપવામાં આવે છે. જે બલ્બની નેઈક પર છાપવામાં આવતી હોય છે. એટલે કે એક વર્ષ સુધીમાં જો તમારો બલ્બ ખરાબ થાય એટલે કે તે ચાલુ ન થાય અથવા ઉડી જાય તો દુકાનદાર તેને તમને પૈસા લીધા વગર બદલી આપે છે. જો કે તે ફુટેલો ન હોવો જોઈએ.

image source

મોટે ભાગે તો આ બલ્બ વોરંટી સુધી ચાલતા જ હોય છે પણ એ પણ હકીકત છે કે વોરંટી પત્યાના એકાદ બે મહિનામાં જ આ બલ્બ ઉડી જતા હોય છે. તમારી સાથે પણ આવું જ થતું હશે. તો આ મોંઘા એલઈડી બલ્બને તમારે ફેંકી ન દેવા પણ તેને અહીં બતાવવામાં આવેલી સરળ રીતે જાતે જ રીપેર કરીને ફરી ચાલુ કરીને વાપરવો. અને એવું નથી કે આ માત્ર પુરુષો જ કરી શકે છે. તેને સ્ત્રીઓ પણ સરળતાથી રીપેર કરી શકે છે.

તો ચાલો જાણીલો કે 250 રૂપિયા કરતાં પણ મોંઘા એવા એલઈડીના બલ્બને મફતમાં ઘરે જ કેવી રીતે રીપેર કરવો. આ રીપેરીંગમાં તમારે એલઈડી બલ્બનો કોઈ પણ પાર્ટ બદલવાની જરૂર નથી.

image source

સૌ પ્રથમ તમારા એલઈડી બલ્બના કોલરને એક નાના ચિપિયા અથવા કોઈ પાતળા તારની મદદથી ખોલવો. સૌ પ્રથમ તેના કોલરને નાના ચિપિયાની મદદથી ખોલી લેવો. આમ કરવાથી બલ્બનો જે કાચ કે પ્લાસ્ટિકવાળો ભાગ હશે તે અલગ થઈ જશે અને તેની સર્કીટ ખુલ્લી થઈ જશે. તમે તેને ખોલશો એટલે જોશો કો તેમાં બલ્બની સર્કીટ લાગેલી હશે જે ભાગ્યે જ 20-25 રૂપિયાની હોય છે. આ બલ્બને બનાવવાનો કુલ ખર્ચ ગણીને 40-50 રૂપિયા વચ્ચેનો હશે જેને ચાલુ કંપનીઓ 150 રૂપિયાની આસપાસ અને સ્ટાન્ડર્ડ કંપનીઓ 300 રૂપિયાની આસપાસ વેચતી હોય છે.

image source

તેમાં તમે જોઈ શકો છો તેમ આ પ્રકારની જીણી એલઈડીઓ લાગેલી હોય છે. હવે સૌ પ્રથમ કઈ એલઈડીમાં ખામી છે તે ચેક કરવાનું છે તેના માટે તમારે સામાન્ય રીતે પાવર સપ્લાય માટે જે વાયર વપરાવામાં આવતા હોય છે તેનો એક નાનકડો ટુકડો, એક હોલ્ડર અને એક પ્લગમાં નાખવાની પીન લો આ વાયરના એક છેડે હોલ્ડર અને એક છેડે પ્લગ પીન જોડી દેવી. આ પ્રકારનો વાયર તમને ઇલેક્ટ્રીકની દુકાને પણ મળી જશે અથવા તો આ પ્રકારનું હોલ્ડર અને પ્લગ જોડેલી એક પીન પણ ઇલેક્ટ્રીકની દુકાને તૈયાર મળે છે. તો તે પણ વાપરી શકો છો, તે સેફ પણ હોય છે.

image source

હવે તેના પ્લગને તમારા સ્વીચ બોર્ડની પીનમાં ભરાવી દેવી અને સ્વીચ ઓન કરી દેવી. હવે તે હોલ્ડરમાં તમે જે એલઈડીનો બલ્બ ખોલીને મુક્યો છે તેને ભરાવવો અને પાવર સપ્લાયની સ્વીચ ઓન કરશો તો તે ચાલુ થઈને બંધ થઈ જશે કારણ કે તેની કેટલીક એલઈડી લાઈટો ચાલુ હશે અને કેટલીક બંધ હશે.

image source

હવે તેમાં લાગેલી એલઈડી લાઈટને તમારે ચીપીયા કે તારની મદદથી એક પછી એક શોર્ટ કરતાં જોતાં જવું કે કઈ એલઈડી લાઈટ બંધ છે. આવું કરવાથી તમને કરન્ટ જરા પણ નહી લાગે કારણ કે તેમાં ડી.સી વોલ્ટેજ આપવામાં આવ્યું હોય છે. એલીડી બલ્બમાં નીચેની બાજુ એક સર્કીટ હોય છે જે એસી કરન્ટને ડીસીમાં ફેરવે છે. પણ તમારે એટલુ ધ્યાન રાખવું કે તેના હોલ્ડરના છેડે હાથ ન અડી જાય.

image source

આવી રીતે તમે એકએક એલઈડી લાઈટ ચેક કરતાં જશો એટલે જે એલઈડી લાઇટ બંધ હશે તેના બે પોઈન્ટ પર ચીપીયાના છેડ્ડાને અડાડશો અથવા જો તાર લીધો હોય તો તારના બે છેડાને અડાડશો તો તે તરત શોર્ટ થઈ જશે તમારો બલ્બ એકદમ પ્રકાશિત થઈ જશે તો સમજવું કે ખામી તે જ એલઈડીમાં છે. આવી રીતે બધી જ એલઈડી ચેક કરીને ખામી વાળી એલઈડી યાદ કરી લેવી અથવા તો તેના પર એક નાનકડું નિશાન કરી લેવું. જેથી કરીને તમને કઈ એલઈડી ખરાબ છે તે યાદ રહે.

image source

હવે જ્યારે કઈ એલઈડીમાં ખામી છે તે તમને ખ્યાલ આવી જાય એટલે પાવર સપ્લાય બંધ કરી દેવો. અને બલ્બને હોલ્ડરમાંથી કાઢી લેવો.

હવે આ જે ખામીવાળી એલઈડી છે તેને ચીપીયાની મદદથી તેની સર્કીટ પરથી કાઢી લેવી. તે સરળતાથી નીકળી જશે. હવે એલઈડી નીકાળી લીધા બાદ તેના બન્ને પોઈન્ટને કાઢી નાખવા.

image source

હવે બગડી ગયેલી એલઈડી લાઈટ કાઢી લીધા બાદ અને તેના પોઈન્ટ કાઢી નાખ્યા બાદ એક સોલ્ડરીંગ આયર્ન લેવી તેને ગરમ થવા દેવી અને તે દ્વારા આ એલઈડીના પોઈન્ટને એકબીજા સાથે જોડી દો. તેના માટે તમારે સોલ્ડરીંગ આર્યનને ગરમ કરવી અને તેના પોઇન્ટ પર સોલ્ડર વાયર એટલે કે તેની સાથે આવતો જે પાતળો તાર હોય છે તે ઓગાળી તેનાથી બે પોઇન્ટને જોડી દેવા એટલે કે શોર્ટ કરી લેવા. સ્પષ્ટ વિગતવાર નિર્દેશ માટે નીચે આપેલી વિડિયો ખાસ જોવી. આવી જ રીતે જેટલી પણ ખરાબ એલઈડી છે તેને આ રીતે શોર્ટ કરી લેવી.

image source

જો તમારી પાસે સોલ્ડ્રીંગ આયર્ન ન હોય તો તમે મોબાઈલ રીપેર શોપમાં જઈને માત્ર10-20 રૂપિયામાં આ કામ કરાવી શકો છો. અથવા તો તમે તેને ખરીદીને વસાવી પણ શકો છો કારણ કે તે તમને આ પ્રકારના નાના-નાના રીપેરીંગમાં ઘણી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે.

image source

આવી રીતે એલઈડી શોર્ટ કરી લીધા બાદ. હવે તે બલ્બ ચાલુ થાય છે કે નહીં તેની ખબર ત્યારે પડશે જ્યારે ફરી તેને પહેલાની જેમ પાવરસપ્લાય સાથે જોડીને ચેક કરવામાં આવશે. તો હવે ફરી પાછા પ્લગપીન વાળા હોલ્ડરમાં કે પછી તમારી પાસે હોલ્ડર અને પ્લગપીન વાળો જે વાયર હોય તેના હોલ્ડરમાં એલઈડી બલ્બ ભરાવવો અને પાવર સપ્લાય ઓન કરીને ચેક કરવું કે બલ્બ ચાલુ થાય છે કે નહીં. જો બીજી કોઈ ખામી નહીં હોય તો બલ્બ ગેરેંટીથી ચાલુ થઈ જશે. હવે બલ્બ ચાલુ થઈ ગયા બાદ તેનો પાવરસપ્લાય બંધ કરીને બલ્બનું પ્લાસ્ટિકનું કવર ફરી લગાવી લેવું.

image source

તો જોયું કેવી રીતે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ઘરની સ્ત્રીઓ પણ 250 રૂપિયાના બલ્બને ઘરે જ રીપેર કરીને તેને ફી વપરાશમાં લઈ શકે છે. આ એક સાવ જ સરળ અને સેફ રીત છે. આમ કરીને તમને જીવનમાં કંઈક નવું અને ઉપયોગી શીખવાનો મોકો પણ મળશે. જો તમને હજુ પણ રીપેરિંગ પ્રક્રિયા ન સમજાતી હોય તો તમે નીચે જોડવામાં આવેલી વિડિયો પર ટેપ કરીને રીપેરીંગની સંપુર્ણ પ્રક્રિયાને સ્પષ્ટ રીતે સમજી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ