હવે, અજય દેવગણને પણ તમે જોશો સ્વચ્છતા વિશે ટી.વી.ના પડદે બોલતાં…

અજય દેવગણ કરે છે સ્વચ્છ સર્વેક્ષણમાં ગ્રામીણ લોકો સાથે વાત, જુઓ વીડિયો… કપિલ શર્મા, અક્ષય કુમાર, વિદ્યા બાલન બાદ હવે અજય દેવગણ પણ બાકાત નથી રહ્યા… કર્યું સમાજ સેવાના સંદેશાઓનું વીડિયો શૂટિંગ…. હવે, અજય દેવગણને પણ તમે જોશો સ્વચ્છતા વિશે ટી.વી.ના પડદે બોલતાં…


ગાંધીજીના જન્મ દિવસે ૨ ઓક્ટોબરના સ્વચ્છતા અભિયાનની શરૂઆત આપણાં વડા પ્રધાન મોદી સાહેબે કરી હતી. એ સમયથી ભારત દેશનો સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ ઝૂંબેશમાં તેમની સાથે જોડાય એ માટે સેલિબ્રિટિઝ, નેતાઓ અને ખુદ વડાપ્રધાન સહિત સૌ કોઈએ ઝાડૂ ઉઠાવીને સફાઈ કરવાની પહેલ કરી હતી. આજે પાંચ વર્ષમાં સેલિબ્રિટિઝમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, કપિલ શર્મા સહિત અનેક નામી લોકોએ દેશને પોતપોતાની રીતે સ્વચ્છતા અંગેની જાગૃતિના સંદેશાઓ ફેલાવવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કર્યા છે. એવામાં સિંઘમ ફેઈમ અજય દેવગણે પણ કરી છે તેમાં એક અનોખી પહેલ. જાણો શું છે એમની આગામી સ્વચ્છ સર્વેક્ષણ યોજનામાં સહયોગ આપવાની વાત…

અજય દેવગણે કર્યો છે વીડિયો શૂટ, જેમાં તેઓ સ્વચ્છતા જાગૃતિની કરે છે વાત…


હાલમાં અનેક સેલિબ્રિટીની સાથે અજય દેવગણ પણ સમાજ સુધારણા અને દેશના સ્વાસ્થ્ય વિશે એક અનોખી પહેલને લઈને આપણી સામે આવી રહ્યા છે. તેઓ દેશની એક જાગૃતિ ઝૂંબેશ સ્વચ્છ સર્વેક્ષણ અભિયાનમાં ગ્રામીણ ક્ષેત્રે કામગીરી હેતુ જોડાયા છે. આ વિશેષ કાર્ય માટે એમણે એક ખાસ વીડિયો પણ શૂટ કર્યો છે. જુઓ તે વીડિયો શું કહે છે.

ગ્રામીણ ક્ષેત્રે એક ખાસ પરિક્ષાની વાત કરે છે અજય દેવગણ આ વીડિયોમાં…


આ વીડિયો સ્વચ્છ સર્વેક્ષણના હેશટેગ સાથે વિવિધ સરકારી ખાતાઓ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આમાં એક આદર્શ ગામડાની છબી દેખાય છે. જુવાનો અને વડીલો પણ છે બહેન દીકરીઓ પણ છે ગામડાંની. અજય દેવગણ સરકારી ઓફિસર બનીને ગામ લોકોને કહે છે કે એક ખાસ પ્રકારની પરિક્ષાની તૈયારી કરી લો. સૌ આશ્ચર્ય સાથે પૂછે છે કે શું છે એ પરિક્ષા? ત્યારે અજય દેવગણ જણાવે છે કે સ્વચ્છ સર્વેક્ષણમાં તમારા ગામની સ્વચ્છતાની તપાસ થશે. સૌ કહે છે, અમે ઘર એકદમ ચોખ્ખું રાખીએ છીએ અને શૌચાલય પણ છે અમારા ઘરમાં.. ત્યારે બહાર નાળાંમાંથી નીકળતી ગંદકી બતાવીને અજય ચેતવે છે કે માત્ર ઘર જ નહીં પણ પોતાનું આખું ગામડું સ્વચ્છ રાખવાની તૈયારી કરી લો…

સમાજને આપે છે અનોખી રીતે સંદેશ…


આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જે બાબત બોલીને કે લખાણથી ન સમજાવી શકાય તેને આધુનિક ટેકનિકથી ઓનલાઈન વીડિયો મૂકીને પણ રજૂ કરી શકાય છે. અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અક્ષય કુમાર જેવા સેલિબ્રિટી ખાસ તેમના આવા સરકારી જાગૃતિ અભિયાનમાં સહયોગ આપે છે. અક્ષયની ફિલ્મ પેડમેન અને ટોઈલેટ એક પ્રેમકથા એ તો ખૂબ મોટો જુવાળ ખડો કર્યો જ હતો. અજયની આ પહેલ પણ સરાહનીય છે.

આગામી ફિલ્મમાં તે દેખાશે મરાઠી ગેટઅપમાં…


અજય દેવગણના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેઓ હાલમાં કચ્છ આવેલ છે અને ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા નામની ફિલ્મ કે જે કચ્છની વિરાંગનાઓને સમર્પિત છે, તેનું શૂટિંગ કરી રહ્યો છે. નજીકમાં તે સૈફ અલી ખાન સાથેની ફિલ્મ તાનાજીમાં દેખાશે. જે યોદ્ધા તાનાજી માલસુરેના બલિદાની કથાને આધારિત ફિલ્માવવામાં આવી છે. જેમાં તેને મરાઠા પહેરવેશમાં જોઈ શકાશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ