પતિનો પ્રેમ પામવો હોય કે કરોડપતિ બનવું હોય કામ લાગશે આ ઉપાય…

પતિનો પ્રેમ પામવો હોય કે કરોડપતિ બનવું હોય કામ લાગશે આ ઉપાય
કાળા મરીનો ઉપયોગ માત્ર મશાલા તરીકે રસોડામાં જ નથી થતો. કાળા મરીનો ઉપયોગ તંત્ર શાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. આ ઉપાયો વિશે આજ સુધી તમે પણ જાણ્યું નહીં હોય. નાનકડા મરીના દાણા મોટા મોટા કામ પાર પાડી શકે છે. કોઈપણ વ્યક્તિ પોતાનું ભાગ્ય ચમકાવી શકે છે અને તે પણ કાળા મરીના ઉપયોગથી. કેવી રીતે કરવું આ કામ જાણી લો આજે તમે પણ.

સારા સ્વાસ્થ્ય માટે

– પાંચ કાળા મરીનો ઉપયોગ રોજ ભોજનમાં કરવો. મરી ભોજન કરતાં પહેલા ચાવવા નહીં પરંતુ આખા જ ગળી જવા.

પૈસાની તંગી દૂર કરવા
– પાંચ મરીના દાણા એવા દાણા લેવા જે આખા હોય, તેને રૂમાલના એક ખૂણામાં બાંધી તેને દોરા વળે બાંધી દેવા. આ રૂમાલને હંમેશા પોતાના પર્સ સાથે રાખવો.

ઘરમાં બરકત માટે
– એક મુઠ્ઠી કાળા મરી, 1 વાટકી ઘઉંનો લોટ દર મંગળવારે ગરીબને દાનમાં આપવા. આ કાર્ય નિયમિત રીતે ચાલું રાખવું. થોડા જ સમયમાં જીવનમાં ફેરફારનો અનુભવ થશે.

સુખી દાંપત્યજીવન માટે

– જો પતિ-પત્ની વચ્ચે કોઈપણ કારણસર પ્રેમનો અભાવ રહેતો હોય તો રોજ બેડરૂમમાં કપૂર પ્રગટાવી તેમાં 2મરીના દાણા પધરાવી દેવા. દાંપત્યજીવનમાં સુખદ ફેરફાર આવવા લાગશે.

સફળતા પ્રાપ્ત કરવા
કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘરમાંથી નીકળતાં પહેલા ચાર મરીના દાણા હાથમાં લઈ ॐશ્રી હનુમતે નમ: મંત્રનો જાપ 21 વખત કરવો અને પછી તેને ખીસ્સામાં સાથે રાખી નીકળવું. કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.. બીજા મિત્રો સાથે આ માહિતી શેર જરૂર કરજો, કેટલાય મિત્રોને ફાયદાકારક થયું છે...

ટીપ્પણી