પતિએ પત્નીને બારીમાંથી ધક્કો મારીને બેસાડી બસમાં, શું તમે જોયો આ ફની વિડીયો?

દરવાજે ભીડ હોવાથી પતિએ પત્નીને બારીમાંથી ધક્કો મારી બસમાં બેસાડીઃ જુઓ રમુજી વિડિયો

જાહેર પરિવહનમાં ફરવું એટલે બહુ જ મોટો પહાડ સર કરવા જેવું છે. અને લગભગ દરેક ભારતીયને આ અનુભવતો હશે જ અને હોવો પણ જોઈએ. આ સમસ્યા ખાસ કરીને લગ્ન સિઝન તેમજ વેકેશનની સિઝનમાં નડતી હોય છે પણ ભારતના કેટલાક રાજ્યોમાં જાહેર પરિવહનની બસો ઘણી ઓછી હોવાથી તેમની પાસે બીજી ખાલી બસની રાહ જોવાનો વિકલ્પ પણ નથી હોતો અને તેવા સંજોગોમાં ભીડવાળી બસોનું દ્રશ્ય સાવ જ સામાન્ય બની જાય છે.

image source

આપણા માટે જાહેર પરિવહનની બસો તેમજ ટ્રેઇનના દરવાજે લટકતા લોકોવાળું દ્રશ્ય તો ઘણું સામાન્ય બની ગયું છે અને તેના કારણે આપણા માટે તે એક સાવ સામાન્ય બાબત પણ બની ગઈ છે અને તેને આપણા રોજીંદા જીવનનો એક હિસ્સો માની લીધો છે.

image source

પણ સામાન્ય માણસે મુસાફરી તો કરવી જ પડે છે, નોકરીએ જવું પડે છે, સંબંધો નિભાવવા પડે છે, માનતાઓ પુરી કરવી પડે છે અને આ બધા માટે તેણે યાત્રા પણ કરવી જ પડે છે અને તેના માટે જાહેર પરિવહનનો ઉપયોગ તો કરવો જ પડે છે. પછી બસ ભરેલી હોય કે, માણસો તેના દરવાજે લટકતા હોય. બસમાં બેસવું જ પડે છે. અને આવા વખતે સામાન્ય ભારતીયનો જુગાડ તેને મદદ કરે છે.

આજે અમે તમને તેવી જ એક જુગાડુ વિડિયો બતાવવા જઈ રહ્યા છે જેમાં પતિ પોતાની પત્નીને બસની બારીમાંથી ધક્કો મારીને અંદર બેસાડે છે. અને આ વિડિયો જોઈ તમે તો ખડખડાટ હસી જ પડશો પણ પત્નીને બસમાં બેસાડનાર પતિ પણ જાણે નિરાતનો શ્વાસ લેતો હોય તેવી રાહત મેળવીને ખડખડાટ હસી પડે છે.

image source

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મિડિયા પર આ વિડિયો વાયરલ થઈ છે, જે તમને ભારતના જાહેર પરિવહનની દયનીય હાલત તો દર્શાવશે જ પણ આ સામાન્ય વર્ગનું યુગલ કેવી રીતે બસમાં જગ્યા મેળવવાનો જુગાડ કરે છે તે જોઈને તમે તમારુ હસવુ નહીં રોકી શકો.

આ વિડિયો પશ્ચિમ બંગાળની છે. રજાઓના કારણે બસમાં સામાન્ય કરતાં વધારે ભીડ હતી. બસ પહેલેથી જ યાત્રીઓથી ખીચોખીચ ભરેલી હતી. ધાર્મિક પ્રસંગના કારણે પશ્ચિમ બંગાળમાં આવેલા ગંગાસાગરમાં સ્નાન કરીને ભક્તો પાછા પોતાના ઘરે ફરી રહ્યા હતા.

અહેવાલનું માનવામાં આવે તો આ પ્રસંગે લગભગ 18 લાખ લોકોએ ગંગાસાગરની મુલાકાત લીધી હતી. અને તેના કારણે જ પશ્ચિમ બંગાળ રાજ્ય પરિવહનની બસો ખીચોખીચ ભરેલી હતી. ઘણા બધા લોકોને બસમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી મળી તેવા સંજોગોમાં આ કપલે પોતાનો રસ્તો શોધી જ લીધો.

આ કપલે દરવાજાથી બસમાં પ્રવેશ કરવાની જગ્યાએ બારીમાંથી પ્રવેશ કર્યો. અહીં પતિએ પોતાની પત્નીને ઉંચકીને બારીમાંથી અંદર ધકેલી દીધી અને આ રમૂજી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને બસ ત્યારથી જ આ વિડિયો વારંવાર સોશિયલ મિડિયા પર શેર થઈ રહી છે. તમે પણ જોઈ લો આ વિડિયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ