રોજ સવારે હૂંફાળુ પાણી પીવાથી સ્વાસ્થ્યને થાય છે એક નહિં પણ અનેક લાભ, જે તમને નહિં ખબર હોય

શિયાળામાં સવારે ખાલી પેટે પીવો હુંફાળુ પાણી અને બનાવો તમારા શિયાળાને હેલ્ધી-હેલ્ધી, આયુર્વેદમાં ઠંડા પાણીને સદંતર ના કહેવામાં આવી છે. અને જે લોકોને વજન ઘટાડવું હોય તેમને પણ ઠંડુ નહીં, નોર્મલ નહીં પણ હુંફાળુ પાણી પીવાની સલાહ આપવામા આવે છે. કહેવાય છે કે હુંફાળુ પાણી તમારા શરીરના મેટાબોલીઝમને બુસ્ટ કરે છે.

image source

પાણી એ જીવન માટે અત્યંત જરૂરી તત્ત્વ છે. શરીરનો 72 ટકા હીસ્સો પાણીથી બનેલો છે. માટે તમારા શરીરને પુરતા પ્રમાણમાં પાણી આપવું જરૂરી છે. પાણીનું મુખ્ય કામ શરીરમાંથી વધારાનો કચરો કાઢવાનો છે અને શરીરમાં રહેલા સાંધાને ચીકાશ આપવાનો છે અને તમારા શરીરના તાપમાનને અંકુશમાં રાખે છે. આ સિવાય પાણી તમારી ત્વચા, તમારા વાળ તેમજ તમારા નખને પણ સ્વસ્થ રાખે છે.

image source

પણ તમારે હંમેશા બને ત્યાં સુધી હુંફાળા પાણીનું જ સેવન કરવું જોઈએ. તેમા પણ જો સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ખાલી પેટે તમે હુંફાળુ પાણી પીવો તો તમને અનેક ફાયદા પહોંચી શકે છે. સવારે ઉઠીને આ પ્રથમ કૃત્ય કરવાથી તમને તમારા શરીરની ચરબીને ઉતારવામાં પણ પુષ્કળ મદદ મળે છે. તો વળી તેનાથી તમારી ચામડીનું ટેક્સ્ચર પણ સુધરે છે તો વળી તમારી માનસિકતા પણ તેનાથી સ્વસ્થ રહે છે.

image source

આમ તો સવારે ઉઠીને તરત જ હુંફાળું પાણી પીવાની આદત તમારે સમગ્ર વર્ષ દરમિયાન અપનાવવી જોઈએ પણ શિયાળામાં શરીરમાં પાણીની ખપત ઓછી થાય છે માટે જ લોકો પાણી પીવાનું ઘટાડી દે છે અને સવારે ઉઠીને ગરમ પાણી તો શું પણ ઠંડુ પાણી પીવાનું પણ ટાળે છે. પણ તમારે એ જાણી લેવું જોઈએ કે તમારા શરીરને શિયાળામાં પણ પાણીની જરૂર પડે છે અને શિયાળામાં તમારે હુંફાળુ પાણી જ પીવું જોઈએ જેથી કરીને તમે અનેક બિમારીઓથી પણ દૂર રહેશો અને તમને વજન ઘટાડવામાં અથવા તો મેઇન્ટેઇન કરવામાં પણ મદદ મળશે.

શરીરને રીહાઇડ્રેટ કરે છે સવારનું પહેલું હુંફાળુ પાણી

image source

સવારે નરણા કોઠે હુંફાળુ પાણ પીવાથી તમારું શરીર હાઇડ્રેટ થાય છે. આખી રાત્રી દરમિયાન જ્યારે આપણે સુતા હોઈએ છે ત્યારે આપણે લગભગ 7-8 કલાક પાણીનું એક ટીપું પણ નથી લેતા અને માટે જ સવારે ઉઠીએ ત્યારે આપણું શરીર ડીહાઇડ્રેટ થઈ જાય છે. અને માટે જ સવારનો પેશાબ ઘેરા પીળા રંગનો હોય છે. જે શરીર ડીહાઇડ્રેટ થઈ ગયું છે તેનો સંકેત આપે છે. અને સવારે ઉઠીને સૌ પ્રથમ હુંફાળુ પીવાથી તમારું શરીર સ્વસ્થ રીતે રીહાઇડ્રેટ થાય છે.

હુંફાળુ પાણી કેલરીની જરૂરિયાત ઘટાડી દે છે

image source

તેમાં કોઈ જ શંકા નથી કે પાણી પીવાથી થોડા સમય માટે તમને તમારું પેટ ભરેલું ભરેલું લાગે છે. માટે પાણી પીવાથી કેલરીનું પ્રમાણ પણ ઘટી જાય છે. તમે જેની કોઈની પાસેથી પણ વજન ઘટાડવાની સલાહ લેશો તે હંમેશા તમને પાણીનું સેવન વધારવાની સલાહ આપશે. એવું પણ કહેવાય છે કે સવારના પહોરમાં ખાલી પેટે હુંફાળુ પાણી પીવાથી દીવસ દરમિયાન જે ખોરાક લેવામા આવે છે તેનું કેલરીનું પ્રમાણ ઘટી જાય છે. બીજી બાજુ હુંફાળુ પાણી તમારા મેટાબોલીઝમ રેટને પણ વધારે છે જ્યારે ઠંડુ પાણી તમારા મેટાબોલીઝમ રેટને મંદ કરે છે.

ખાલી પેટે હુંફાળુ પાણી પીવાથી શરીરમાંથી ઝેરીતત્ત્વોનો સફાયો થાય છે

image source

સામાન્ય રીતે શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવાનુ કામ કીડનીનું છે. અને કીડનીને આ બધી જ ગંદકી દૂર કરવા માટે પાણીની જરૂર પડે છે. પણ જો આ જ પાણી કીડનીને હુંફાળુ મળે તો તે સરળતાથી શરીરમાંથી કચરો દૂર કરી શકે છે. આ ઉપરાંત સવારે હુંફાળા પાણીના બે ગ્લાસ પી જવાથી પણ તમારું પેટ કોઈ પણ જાતની ચા કે પછી ખોરાક વગર જ સાફ થઈ જાય છે.

આયુર્વેદમાં ગરમ પાણીનું મહત્ત્વ

image source

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે ગરમ પાણ પીવો છો ત્યારે શરીરમાં રહેલી ચરબી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જેનાથી તમારું વજન ઘટવા લાગે છે. જે સ્ત્રીઓને પિરિયડ દરમિયાન સતત પીડાની ફરિયાદ રહેતી હોય તેમણે પણ ઓછામાં ઓછું તે દિવસો દરમિયાન હુંફાળુ ગરમ પાણી પીવું જોઈએ. પીડા ઓછી થઈ જશે. આ સિવાય જો તમે સતત કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો તેવા સમયે આખો દિવસ ગરમ પાણી પીવાથી તમારી તે સમસ્યા પણ દૂર થાય છે. અને જો શિયાળાની જ ખાસ વાત કરીએ તો શિયાળામાં હંમેશા શરદી-ઉધરસની ફરિયાદ રહેતી હોય છે તો ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી તમે શિયાળા દરમિયાન શરદી-ઉધરસથી પણ દૂર રહી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ