જરૂરત હોય તો લઇ જાવ અને વધારે હોય તો મૂકી જાવ… હા આ સૂત્ર છે મોરબીના યુવા ઉદ્યોગપતિનું…

મોરબીમાં ભલાઈની દીવાલ શરૂ કરતાં યુવા ઉદ્યોગપતિ.

મોરબી : દેશ વિદેશમાં જનસેવા માટે શરૂ થયેલ નવતર પ્રયોગ ભલાઈની દીવાલનો કોન્સેપ્ટ મોરબીના ઉદ્યોગપતિએ બાપાસીતારામ ચોકમાં શરૂ કર્યો છે, આ ભલાઈની દીવાલ પર સૂત્ર લખું છે જરૂર હોય તો લઈ જાવ અને વધારે હોય તો મૂકી જાવ….

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સમાજસેવા માટે સતત દોડતા રહેતા હરેશભાઇ ગાંભવાએ મોરબીના રવાપર રોડ પર આવેલ બાપાસીતારામ ચોકમાં જરૂરિયાતમંદ લોકોની સેવા માટે ભલાઈની દીવાલનો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે અહીં સુખીસંપન લોકો પોતાને ન જોઈતી વસ્તુઓ મૂકી જાય છે અને જરૂરત છે એ લોકો બે જીજક આ વસ્તુઓ અહીંથી લઈ જઈ શકે છે.

બાપા સીતારામ ચોક બન્યો ભલાઈનો સાક્ષી : જરૂર હોય તો લઈ જાવ… વધારે હોય તો મૂકી જાવ…

આ અંગે યુવા ઉદ્યોગ પતિ હરેશભાઇ ગાંભવાએ જણાવ્યું હતું કે ભલાઈની દીવાલનો વિચાર વિદેશમાં ફરતા ફરતા મનમાં આવ્યો છે અને તેનું અમલીકરણ મોરબીના બાપાસીતારામ ચોકથી કર્યું છે, ધંધાના કામે વિદેશમાં જતા અનેક જગ્યાએ અન્યોને મદદરૂપ થવા આ પ્રયોગ ચાલી રહ્યો છે અને આ ઉમદા વિચાર મોરબીમાં પણ જરૂરિયાતમંદ લોકોને ખુબજ ઉપયોગી નીવડશે તેવો આશાવાદ તેમને વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ભલાઈની દીવાલમાં લખેલું સૂત્ર અનેક લોકોને સ્પર્શી ગયું છે અને લોકો પોતાને ન જોઈતી વસ્તુંઓ અહીં મૂકી રહ્યા છે,જેમ જેમ આ કોન્સેપ્ટનો ખ્યાલ લોકોને આવશે તેમ-તેમ આ ભલાઈની દીવાલ જરૂરતમંદ લોકોને ખૂબ જ ઉપયોગી થશે તેવું તેમને અન્તમાં જણાવ્યું હતું.

મિત્રો તમને આ યુવામિત્રનું કામ ગમ્યું હોય તો ફક્ત તમારા ફેસબુક પર શેર કરો, કોઈને મદદ મળી રેહશે..

લેખક – રિપોર્ટર – હિતેશ ઠાકર

દરરોજ અવનવા સમાચાર માટે લાઇક કરો અમારું પેજ – જલ્સા કરોને જેંતીલાલ 

ટીપ્પણી