ઋત્વિક રોશનની ફિલ્મ “સુપર ૩૦” ફરી વિવાદમાં વાંચો હવે શું બદલાવ કરવામાં આવ્યો છે…

હમણાં બોલીવુડની ઘણી મોટી મોટી ફિલ્મો લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હમણાં ઋત્વિક રોશનની આવનાર ફિલ્મ “સુપર ૩૦” ચર્ચામાં આવી છે. આઇઆઇટીની તૈયારીકરવવાવાળા ઇન્સ્ટીટયુટ “સુપર ૩૦”ના શિક્ષક આનંદ પર આ ફિલ્મ બનવાની છે. આ ફિલ્મ ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલ જોવા મળી છે. પહેલા જેની પર આ ફિલ્મ બનવાની છેતેની પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એમાં અમુક લોકોનું કહેવું હતું કે “સુપર ૩૦” એકલા આનંદે ઉભું નથી કર્યું. પછી ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલ પર MeTooઅંતર્ગત ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ વિવાદ પછી વિકાસ પર ઘણા બધા સવાલ ઉભા થયા અને તેમના કરિયરની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી.

આ આરોપ પછી વિકાસ બહલને તરતજ ફિલ્મમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેમને ફક્ત ફિલ્મમાંથી નહિ પણ ડાયરેક્ટરના ક્રેડીટ પરથી પણ હટાવવામાં આવ્યા હતા. ઋત્વિકરોશને જાતે ટવીટ કરીને આનો ઈશારો કર્યો હતો. એ સમયે ફિલ્મની શુટિંગ પૂર્ણ થઇ ગઈ હતી તેમ ફક્ત એડીટીંગ અને પોસ્ટ પ્રોડક્શનનું કામ જ બાકી હતી. પછી સમાચાર આવ્યા કેફેન્ટમના વિકાસના પાર્ટનર અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપ “સુપર ૩૦” ફિલ્મ સાથે જોડાયા છે અને તેમને ડાયરેક્ટરનું ક્રેડીટ તેમને આપવામાં આવશે.

પણ ફિલ્મ મેકર્સે એ વાતની ચોખવટ કરી છે કે ડાયરેકશનનું ક્રેડીટ કોઈને પણ આપવામાં આવશે નહિ. જો વિકાસ બહલને ફિલ્મની રીલીઝ પહેલા કોર્ટ તરફથી ક્લીન ચીટ આપવામાંઆવશે તો ડાયરેક્ટરનું ક્રેડીટ તેમને આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અનુરાગ કશ્યપ “સુપર ૩૦”નું બાકીનું એડીટીંગનું કામ કરશે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ કરશે. આની માટે તેઓ કોઈપણ ક્રેડીટ નહિ લે. આ વાત ફિલ્મના મેકર્સેજણાવી છે.

“સુપર ૩૦” ની વાત કરીએ તો ઋત્વિક રોશનની આ ફિલ્મ પહેલા ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે રીલીઝ થવાની હતી પણ અમુક કારણોને કારણે ફિલ્મની રીલીઝ ડેટ ૨૬ જુલાઈ કરીદેવામાં આવી છે. આ ફિલ્મમાં ઋત્વિક રોશન એક અલગ લુકમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં તેમના લુકની કેટલીક તસ્વીરો ઘણી વાઈરલ થઇ હતી. હવે જોવું રહ્યું કેફિલ્મને લોકોનો કેવો પ્રતિસાદ મળે છે.

“સુપર ૩૦” ની ખાસ વાત એ છે આ ફિલ્મથી ઘણા નવા ચહેરાઓને બોલીવુડમાં એન્ટ્રી મળશે. ઋત્વિકની સામે આમાં તમને કુમકુમ ભાગ્યની ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુર દેખાશેજેમણે ૨૦૧૮માં જ બોલીવુડમાં ડેબ્યુ કરી હતી.