દરરોજ 1500 એમબી ડેટા નો સદુપયોગ કેવી રીતે કરશો…

દરરોજ 1500 એમબી ડેટા નો સદુપયોગ કેવી રીતે કરશો.

જ્યારે ડેટા પેક 1500 એમબી ના રૂપિયા 250 ચૂકવવા પડતા હતા ત્યારે સ્માર્ટફોન ના ઘણા સ્માર્ટફીચર્સ આપણે વાપરી નોહતા શકતા, યૂટ્યૂબઓપન કરતા કે એપ્સઅપડેટ કરતા પહેલા પણ ડેટા પૂરો થઈ જવાનો ડર રહેતો, પણ હવે જીઓ એ કરેલી પહેલ પછી આપણે બધા ને 1500 એમબી ડેટા દરરોજ મળવા લાગ્યો છે, જેનો સદુપયોગ કેમ કરવો તે ખબર ન હોવાથી વ્હોટ્સપ, ફેસબુક જેવી સોશિઅલ એપ્સ પર ગપસપમાં યા તો યૂટ્યૂબ પર મનોરંજન કરવામાં ડેટા અને સમય વેડફી નાખીએ છે. તો શું કરી શકીયે ડેટા નો સદઉપયોગ.

1. ફોટોસ, વિડિઓઝ તથા ડોક્યુમેટ્સ કલાઉડ પર સેવ કરવાતમારા ફોન ની સ્ટોરેજ ફુલ થઇ જતી હોય અને તમે ફોટાઓ, વિડિયોઝ કે અન્ય ડોક્યુમેન્ટ્સડીલીટ ન કરવા માગતા હો તો તેને કલાઉડ પર ટ્રાન્સફર કરી નાખવા, આમ 1 જીબી જેટલા ફોટાઓ ટ્રાન્સફર કરવા થી તમારો એક જીબી ડેટા વપરાશે પણ તમારા ફોન માં થી તે ડીલીટ કરી શકશો, કેમ કે તે બધા ફોટાઓ ક્લાઉડ ના સર્વર પર કાયમ માટે સેવ રહેશે અને ગમે ત્યારે તમે તેને ફરી ડાઉનલોડ કરી શકશો. ફોન બદલ્યા પછી અથવા ફોન ખોવાય પછી પણ બીજા ફોન માં થી એજ આઈડી થી લોગીન કરીને ફરી થી તમે તેનો ઉપયોગ કરી શકશો (આઈડીપાસસ્વર્ડ યાદ રાખવા)
કલાઉડ તરીકે તમે ફોન માં રહેલ ગૂગલડ્રાઈવ નો ઉપયોગ કરી શકો, અન્ય કલાઉડ Amazon Drive, OneDrive કે Dropbox પણ પ્રચલિત છે.

2. ફેસબુક પર પેજ બનાવી વ્યવસાય માટે નવા ગ્રાહકો આકર્ષવા.

તમે કોઈ પણ કાર્ય કરતા હો અને જો ઓનલાઇન લોકો ને ગ્રાહક તરીકે આકર્ષવા માગતા હો તો ફેસબુક પર તમારા વ્યવસાય ના નામે એક પેજ બનાવી ને માર્કેટિંગ કરી શકો, એમાં અલગ અલગપ્રોડક્ટ્સ કે સેવા ની વિગતો, ડિસ્કાઉન્ટ વગેરે માહિતી વાર તહેવારે શેર કરી શકો,

Google My Business તથા Just Dial પર પણ રજીસ્ટર કરવા થી જ્યારે કોઈ કસ્ટમર તમારા વ્યવસાય જેવી જ પ્રોડક્ટગૂગલ પર સર્ચ કરે ત્યારે તમારો વ્યવસાય દેખાશે,

3. Yutubeનો સદુપયોગ

Youtubeપર ઉપયોગી વિડિયોઝ પણ ઘણા છે, તમારા અભ્યાસ કે વ્યવસાય ને લગતા tutorials શોધી ને જોવા થી ઘણું શીખવા મળશે, ted talks જેવી ચેનલો પર રોજબરોજ જીવન ને લગતી ઘણી ટિપ્સ તથા સ્કીલશીખવા મળશે, અલગ અલગ હજારો જાત ના મેડિટેશન કરી શકો, તેમજ લાખો વાનગીઓ ની રેસિપી શીખી શકો,

4. અન્ય ઉપયોગો

ઓનલાઇન કોર્સ કરી સર્ટિફિકેટ મેળવી શકો. નિષ્ણાંતો તમને વિડીયોકોન્ફરન્સ દ્વારા શિક્ષણ પૂરું પાડે એવી વેબસાઇટ્સ તથા એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.

Paytm જેવી એપ્સ નો ઉપયોગ કરી ફોન બિલ, લાઈટ બિલ ઘેર બેઠા ભરી ને સમય તથા પૈસા બચાવી શકો, તથા આવી એપ્સ થી થિયેટર ની કે બસ ની મનગમતી સીટ ડિસ્કાઉન્ટ સાથે બુક કરી શકો.
ટીવી રિમોટ માટે ઝગડો છોડી ને Jio TV અથવા જે તે ચેનલ ની એપડાઉનલોડ કરી ને તમારો મનગમતો પ્રોગ્રામ નિરાંતે જોઈ શકો.

આમ તો જોકે જરૂર પૂરતો ફોન નો ઉપયોગ કરી ને ફોન ને સાઈડમાં મૂકી દેવો એજ ફોન નો સદુપયોગ છે, પણ એમ ક્યાં થઇ શક્યું છે!!

લેખન સંકલન : આનંદ ઠક્કર

તમે પણ આવા કોઈ બીજા ઉપાય જાણતા હોવ તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, દરરોજ આવી અનેક અવનવી અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી