ઇન્ટરનેટ પર મોટી ફાઇલો શેર કરવાની આ ટ્રિક્સ છે એકદમ નવી, જાણો અને અપનાવો તમે પણ…

ઇન્ટરનેટ પર કઈ રીતે શેર કટાય મોટી ફાઈલો?!

મોટી ફાઈલોને એક પીસીમાં થી અન્ય પીસીમાં ટ્રાન્સફર કરવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. અને એમાંય જો ઇન્ટરનેટની સ્પીડ ઓછી હોય તો મોટી ફાઈલો તો દૂર નાની ફાઈલો ને પણ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડતી હોય છે.

પરંતુ, એવી ઘણીય રીતો છે જેની મદદથી આપ એક પીસીમાની મોટી ફાઈલ ને અન્ય પીસીમાં ખુબ જ સરળતાથી ટ્રાન્સફર કરી શકશો.

image source

આપને બધાય ઘણી વખતે ફાઇલ્સ શેર કરાવવા માટે જી-મેલ, યાહૂ મેલ અથવા તો અન્ય કોઈ મેલ સર્વિસ નો ઉપયોગ કરતા હોઈએ છીએ તમારામાં થી કેટલાક લોકો ગુગલ ડ્રાઈવ નો પણ ઉપયોગ કરતા હશો.

પરંતુ, સ્લો ઇન્ટરનેટ ના કારણે ઘણી વાર મેલ માં ફાઈલ અટેચ કરવામાં મુશ્કેલી પડતી હોય છે.

તો આવો જાણીએ કેટલીક બીજી રીતો વિશે કે જેમની મદદથી તમે તમારું ફાઇલ્સ ને સરળતાથી એક પીસી માં થી બીજા પીસી માં ટ્રાન્સફર કરી શકશો.

dropbox

image source

ડ્રોપબોક એક ફરી સર્વિસ જેની મદદથી તમે તમારા ફોટોઝ, ડોક્યુમેન્ટ અને વિડિઓઝ ને લેપટોપ અથવા મોબાઈલની મદદથી શેર કરી શકો છો. ડ્રોપબોક્સમાં ૨ થી ૧૮ ગીગાબાઈટ સુધીને સ્પેસ તમને મળે છે જો તમને વધારે સ્પેસની જરૂરત છે તો ૧ ટીબી સુધીની સ્પેસ ખરીદી પણ શકો છો.

Evernote

image source

એવરનોટ એક ડિજિટલ બુલેટિન બોર્ડ છે. જેમાં એક જ જગ્યા પર તમેતમારી બધી જાણકારી ને ભેગી કરીને શેર કરીને શકો છો. આમ તો એવરનોટ માં અનલિમિટેડ સ્પેસ છે પરંતુ એક મહિનામાં તમે ૫૦ મેગાબાઈટ સુધીનું જ અપલોડ કરી શકો છો.

Mover.io

મુવર ડોટ આઇઓ એક વેબ બેસ્ડ સર્વિસ છે જેની મદદથી તમે તમારી ફાઇલ્સ ને સર્વર્સ પર સેવ કરી શકો છો અને તેમને ગમે ત્યારે શેર કરી શકો છો.

image source

ફક્ત એટલું જ નહીં, તેની મદદથી તમે તમારા ડેટા ને સિંક કરવાની સાથ સાથે તેનું બેક અપ લઇ શકો છો. પરંતુ મુવર ડોટ આઇઓ ની સર્વિસ વાપરવા માટે તમારા એપર જીબીનો પ્લાન લેવો પડશે.

Box

image source

બોક્સમાં પણ ડ્રોપ બોક્સ ની જેમ ડેટા સેવા કરી શકાય છે. તેમાં તમને ૧૦ જીબી જેટલી ફ્રી સ્પેસ મળે છે તે સિવાય ઘણા પેડ પ્લાન પણ ઉપલબ્ધ છે.

MediaFire

image source

મીડિયા ફાયરમાં ૧૦ જીબી સુધી ડેટા ફ્રી સેવ કરી શકાય છે તેમાં તમે તમારા ડોક્યુમેન્ટ પણ એડિટ કરી શકો છો. જો તમને ૧૦ જીબીથી વધારે સ્પેસ જોઈએ છે તો ૧૫૭ રૂપિયા દર મહિને આપીને વધારે સ્પેસ ખરીદી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ