શું તમારાથી હજી પણ ઘરે પનીર બરોબર નથી બનતું??? નોંધી લો આ સરળ રીત…

સામગ્રી:

1) ૧ લીટર દૂધ ફૂલ ફેટ વાળું,
2) ૨ ચમચી લીંબુ નો રસ,
3) ૫૦૦ થી ૬૦૦ મિલી ગ્રામ ઠંડુ પાણી,

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા સ્ટીલ ના વાસણ માં નીચે થોડું પાણી નાખી દૂધ ને ગરમ કરવા મુકો

2) ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દૂધ ને એક વાર હલાવી લો

3) ઉભરો બેસી જાય એટલે લીંબુ નો રસ નાખી રહવા દો તરત હલાવવું નહી

4) ૨-૩ મિનીટ પછી ધીમે ધીમે દૂધ ને હલાવો

5) પાણી અને પનીર આ રીતે અલગ થઇ જશે

6) હવે આને કાણાવાળા વાસણ માં કોટન નું કપડું પાથરી કાઢી લો

7) ફ્રીઝ ના ઠંડા પાણી થી આને ધોઈ લો જેથી લીંબુ ની ખટાસ જતી રહે

8) હાથ થી દબાઈ ને નિકળે એટલું પાણી કાઢી લો

9) આ પાણી ને તમે સૂપ,ગ્રેવી કે લોટ બાંધવા માં વાપરી શકો છો

10) હવે આને સરખા ગોળ કે ચોરસ આકાર માં પાથરી લો

11) તેના ઉપર વજન મૂકી ૧ કલાક રહેવા દો

12) ૧ કલાક પછી પનીર આ રીતે તૈયાર થઇ જશે

13) હવે પનીર ને કટ કરી લો

14) પનીર ને તમે ડબ્બા માં ભરી ને ફ્રીઝર માં ૧૦-૧૫ દિવસ સાચવી શકો છો

સૌજન્ય : શ્રીજીફૂડ

શેર કરો આ દરેકને ઉપયોગી એવી પનીર બનવાની રીત, લાઇક કરો અમારું પેજ.

આવી અનેક વાનગીના વિડીઓ જોવા માટે ક્લિક કરો અમારી લીંક. શ્રીજી ફૂડ