શું તમને ખબર છે રિયાલીટી શો તમને આ રીતે બનાવે છે ઇમોશનલી ઉલ્લુ, જાણો તમે પણ

ભારતીય રિયાલીટી ટીવી શોઝ દર્શકોને આ રીતે ઇમોશ્નલી ઉલ્લુ બનાવે છે

image source

આજકાલ ભારતની જેટલી પણ નેશનલ ચેનલો પર રિયાલીટી શો આવે છે તેમાં કન્ટેસ્ટન્ટની ગરીબી, તેમની કોઈ લાચારી કે પછી તેમની કોઈ દયનીયી સ્થિતિને હથિયાર બનાવીને દર્શકોને ઇમોશનલી ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે અને તે દ્વારા શોની ટીઆરપીને વધારવામાં આવે છે.

ઠીક છે શો શરૂ થાય ત્યારે પ્રથમવાર કન્ટેસ્ટન્ટની ઓળખ આપતી વખતે તેમનું બેકગ્રાઉન્ડ, તેમની મુશ્કેલીઓ તેમની કપરી આર્થિક સ્થિતિ વિષે એકવાર બતાવી શકાય કે જેથી કેરીને દર્શકોને પણ મુશ્કેલ સ્થિતિમાં પણ આગળ વધતા રહેવાની પ્રેરણા મળે, પણ હવે તો આ બાબતનો લાઈમલાઇટ ઉભી કરવાના હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

image source

હાલ ચાલી રહેલા ઇન્ડિયન આઈડલ શોની જ વાત કરીએ તો તમે કન્ટેસ્ટન્ટ સનીને તો ઓળખતાં જ હશો. તેમાં કોઈ જ બે મત નથી કે તે મધૂર કંઠ ધરાવે છે અને નૂસરત ફતેહ અલી ખાન તો જાણે તેને પોતાનો કંઠ જ આપતા ગયા હોય તેવું અદલ તે ગાઈ જાણે છે.

પણ આ શોમાં દરેક એપિસોડમાં તેના ગરીબ બેકગ્રાઉન્ડને હથિયાર બનાવીને ટીઆરપી મેળવવાની વેતરણમાં જ રહે છે.

image source

સામાન્ય રીતે એકવાર કન્ટેસ્ટન્ટના બેકગ્રાઉન્ડ બતાવી દીધા બાદ તેમની પ્રતિભા સિવાય બીજું કશું જ પ્રદર્શિત ન કરવું જોઈએ જેથી કરીને દર્શકોના નિર્ણય પર તેની અસર થાય. પણ અહીં તો દર વખતે દર્શકોને કન્ટેસ્ટન્ટનું નબળુ બેકગ્રાઉન્ડ બતાવી તેમને ઇમોશનલી એટ્રેક્ટ કરવામાં આવે છે.

image source

બીજું એક ઉદાહરણ છે આ જ શોના બીજા કન્ટેસ્ટન્ટ સલમાન અલીનું. જેમાં રીતસરના દર્શકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. ઓડિશન વખતે સલમાનના પરિવારને ખુબ જ ગરીબ બતાવવામાં આવ્યો હતો અને તે પોતાના કુટુંબમાં એકલો જ કમાનારો હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું.

image source

ઓડિશન વખતે સલમાનનું ઘર કંઈક આ રીતે બતાવવામાં આવ્યું હતું. અને તેના ઘરમાં પણ ગેસ વગર રાંધતી સ્ત્રીઓ બતાવી હતી. ઓડિશન પાસ કર્યા બાદ સલમાન મુંબઈ આવી ગયો.

જ્યારે તેને ઇન્ડિયન આઇડલના મંચ પર ઉભા રહેતાં કેવી અનુભૂતી થાય છે તે વિષે પુછવાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેના માટે આ એક મોટું સ્વપ્ન છે જે સાચું થશે તેવું તેણે ક્યારેય નહોતું વિચાર્યું.

image source

શોની એક કડીમાં સલમાન સુપરસ્ટાર જાવેદ અલીને મળે છે અને એવો અભિનય કરે છે જાણે તેને પહેલીવાર મળતો હોય. પણ વાસ્તવમાં તેવું નથી. વાસ્તવમાં સલમાન સારેગામા પા લિટલ ચેમ્પ્સનો પ્રથમ રનરઅપ હતો.

અને આ શોમાં જાવેદઅલી શોને જજ કરનારા જજોમાંનો જ એક હતો. અને જાવેદઅલીએ સલમાનની પ્રતિભાને લીટલ ચેમ્પ્સમાં ઘણી પસંદ પણ કરી છે માટે તે તેને પહેલીવાર મળ્યો હોય તેવો ડોળ તો તેણે ન જ કરવો જોઈએ.

image source

ત્યાર બાદ સલમાન એક ચમકતો સિતારો બની ગયો હતો અને તેણે સંગીતના વિવિધ કાર્યક્રમો કર્યા હતા, સાથ સાથે કેટલાક ટીવી શો પણ કર્યા હતા. તેણે એનડીટીવી પર પ્રદર્શિત કરવામાં આવેલા શોમાં સચિન તેંડુલકરની સામે ગીત પણ ગાયું હતું અને સચીન તરફથી ટોકન તરીકે તેને ઓટોગ્રાફવાળુ બેટ પણ મળ્યું હતું.

આ ઉપરાંત તેને પોતાના રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સમ્માનિત કરવામાં આવ્યો છે. તે છેલ્લા ઘણા વર્ષોથી સ્ટેજ શો કરતો આવ્યો છે.

image source

– સલમાન નાનપણથી જ મોટા સ્ટેજ પર પર્ફોમ કરતો આવ્યો છે તેમ છતાં ઇન્ડિયન આઇડલના સ્ટેજ પર તે જણાવે છે કે તેણે ક્યારેય પહેલાં આટલા મોટા મંચ પર પર્ફોમ નથી કર્યું.

– માટે સલમાન એક ગરીબ સ્થિતિમાં છે તેવું ન કહી શકાય. તેનું જીવનસ્તર ઘણું સારું છે. પણ શોમાં બતાવવામાં આવ્યું તે પ્રમાણે તે ગરીબ નથી.

image source

– જાવેદ અલી સારેગામાં લીટલ ચેમ્પમાં જજ રહેવા છતાં ઇન્ડિયન આઇડલમાં સલમાનને ન ઓળખી શક્યા. પણ બની શકે કે તે ચેનલના કેટલાક પ્રોટોકોલના કારણે હોઈ શકે. પણ તે ઓડિયન્સને એટલુ તો કહી જ શક્યા હોત કે તે સલમાનને પહેલેથી જ ઓળખે છે.

image source

એવું નથી કે આ માત્ર ઇન્ડિયન આઈડલની જ વાત હોય પણ બધા જ રિયાલીટી શોની વાત છે. તેઓ લોકોની લાગણીઓ સાથે રમે છે અને શો પર ખોટી માહિતીઓ આપીને ટીઆરપીને વધારવાનો અવસર જ શોધતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ