ઓનલાઈન નવું પાનકાર્ડ કેવી રીતે કાઢવું, વાંચો સંપૂર્ણ માહિતી

4035_it8

ઈન્ટરનેટના આ યુગમાં ઘણા બધા કામ ઓનલાઈન જ પતી જાય છે. તેમાનું એક કામ એટલે નવું પાનકાર્ડ મેળવવું. જરૂરી દસ્તાવેજો જો તમારી પાસે તૈયાર હોય અને તમે ઓનલાઈન પાનકાર્ડની અરજી કરો છો તો એક મહિનાની અંદર તમારી ઘરે નવું પાનકાર્ડ આવી જશે.

ખાસ કરીને નવા મેરેજ થયેલી યુવતીઓએ પાનકાર્ડ મેળવવામાં ભારે અડચણો આવતી હોય છે, કારણ કે તેમની પાછળ પહેલા તેમના પિતાનું નામ હોય છે અને લગ્ન બાદ પતિના નામને જોડવાનું હોવાથી અમુક બાબતોની ખાસ કાળજી રાખવાની હોય છે.

4033_it2

 

તમે પહેલી વારજ ઓનલાઈન પાનકાર્ડની અરજી કરવા માંગો છો તો પહેલા તમેhttp://incometaxindia.gov.in/home.asp વેબસાઈટ પર લોગઈન થાઓ. તેમાં ડાબી બાજુ સૌથી ઉપર અંગ્રેજીમાં પાન (PAN) લખેલું છે તેના પર જાઓ, તેમાં પાંચમું ઓપ્સન એપ્લાઈ ઓનલાઈન લખેલું છે તેમાં NSDL પર ક્લિક કરો. NSDL પર ક્લિક કરતાની સાથે જ એક બોક્સ ઓપન થશે જે તમને કહેશે કે આ લિંક તમને બીજા વેબ પેજ પર લઈ જશે. તેના પર ઓક આપી દો. ત્યાર બાદ Income Tax PAN Services Unit પેજ આવશે. જેમાં ન્યૂ પાન ફોર ઈન્ડિયન સિટીજન પર ક્લિક કરો.

જો તમારી પાસે પાનકાર્ડ છે અને તમે તેમાં કોઈ ફેરફાર કરવા માંગો છો તો તમે change or correction in pan Details પર ક્લિક કરી શકો છો. ઉદાહરણ તરીકે કોઈ યુવતીના લગ્ન થઈ ગયા છે અને તેના જુના પાનકાર્ડમાં તેના પિતાનું નામ છે,પણ લગ્ન પછી તેના પતિનું નામ પાછળ લખાવવું છે તો તેઓ અહીં સુધારો કરાવી શકે છે. તેમાં એક ફોર્મ ખુલશે તે ભરવાનું હોય છે.

હવે ફરી નવા પાનકાર્ડની અરજી પર આવીએ અહીં તમે New pan for indian citizen per ક્લિક કરશો એટલે Application for New PAN નું ઓપ્સન ખુલશે. તેમાં તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું તેની વિગતો આપેલી છે. તે ધ્યાનથી વાંચી લો.

Online Application for New PAN (Form 49A) પર ક્લિક કરી સૌથી નીચે Apply for a new PAN Card નીચે બોક્સમાં Individual સિલેક્ટ કરી ક્લિક કરો. હવે તમારી સામે ફોર્મ આવશે. તેમાં લાલ ફુદડી કરેલા બોક્સમાં વિગતો ભરવી ફરજીયાત છે. https://incometaxindiaefiling.gov.in/

ફોર્મની અંદર એરીયા કોડ, રેન્જ કોડ વગેરે લખવાનું યો છે તે માટે તમે ગુગલમાં Know Your Jurisdictional સર્ચ કરી લિંક પર ક્લિક કરો એટલે ખુલી જશે. પછી તેમાં તમારા વિસ્તારમાં રહેતા કોઈ વ્યક્તિના પાન કાર્ડ મેળવી લો અને તેનો નંબર તેમાં નાંખો એટલે તમને Area Code, AO Type, Range Code, AO Number તમને મળી જશે. તમે આ ફોર્મમાં Ward/Circle, Range,Commissioner ના બોક્સમાં તમે કંઈ ન લખો તો પણ ચાલશે. બધી વિગતો ભરીને પેમેન્ટ તમને જે રીતે સરળ પડતું હોય તે રીતે કરી ફોર્મ સબમિટ કરી દો. ત્યાર બાદ એક તમારી વિગતો સાથેનું એક ફોર્મ આવશે તેની પ્રિન્ટ કાઢી લો. તેમાં ફોટો ચોટાડો જે ફોટોમાં ક્રોસ સાઈન કરવાની છે તેમાં ક્રોસ સાઈન કરો અને બાકીના બીજા ફોટોમાં કંઈ કરવાનું નથી. આ બોક્સમાં ફોટો ચોટાડો ત્યારે તમારો ફોટો બ્લેક બોર્ડરને અડવો જોઈએ નહી. તે રીતે જ કાપીને ચોટાડવો. આ ફોર્મની ઉપર Acknowledgment Number આવશે. તે સાચવીને રાખજો. તે નંબરના આધારે તમે તમારા અરજીની પ્રક્રીયા ક્યાં પહોંચી તેને જાણી શકશો.

આ ફોર્મ સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવા :

સ્કૂલનું લિવિંગ સર્ટિફિટેટ

એડ્રેસ પ્રુફની કોપી – કોઈ પણ એક વસ્તુ: ડ્રાવિંગ લાઈશન અથવા ઈલેક્સન કાર્ડની કોપી, બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ, ક્રેડિટકાર્ડ સ્ટેટમેન્ટ, પાણી બીલ, લાઈટ બીલ, પાસપોર્ટની કોપી, ભાડા ચીઠ્ઠી, ટેલિફોન બીલની કોપી.

પરણિત યુવતીએ મેરેજ સર્ટીફિકેટ.

હવે યુવતીઓ માટે ધારોકે તમારા લગ્ન થયા છે તો એડ્રેસ પ્રુફમાં તમારા પતિનું એડ્રેસ કોપી ઈનકમ ટેક્સ માન્ય ગણશે નહી. ખુદ યુવતીના નામનું કોઈ એડ્રેસ પ્રુફ હોવું જોઈએ. જો ન હોય તો શું કરવું તે જાણી લો. વેરિફીકેશન ફોર્મ હોય છે, તેમાં નામ અને એડ્રેસ લખી ગેઝેટેડ ઓફિસર અથવા પાલિકાના નગરસેવકની સાઈન સિક્કા કરાવી ફોર્મ સાથે જોડી દો. વેરિફિકેસન ફોર્મ માટે આ લિંક ક્લિકનો ઉપયોગ કરો…

http://www.incometaxindia.gov.in/archive/Verification_Certificate_CBDT_20072012.pdf

 

નવા પાનકાર્ડની સ્થિતિ જાણવા માટે આ લિંકનો ઉપયોગ કરો :  https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html

સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ નવું પાનકાર્ડ મહિના દિવસની અંદર તમે જે પત્રવ્યવહારનું સરનામુ લખાવ્યું હશે તેના પર આવી જશે.

– દિવ્યભાસ્કર

ટીપ્પણી