પુરુષો શક્તિવર્ધક ગણાતાં તેમજ કાયા પલટવાની ક્ષમતા ધરાવતા મુસલી પાકને ઘરે જ બનાવો.

આ એક શુક્રજનન, શુક્રવર્ધન તેમજ વિર્યવર્ધક અને વજન વધારવા માટે શ્રેષ્ટ ઔષધી છે. મૂસલી પાક પુરુષો માટે એક આયુર્વેદિક કામોદ્દિપક, બળવર્ધક પૌષ્ટિક ઔષધિ છે.

મૂસલી પાક એક આયુર્વેદિક કામોદ્દિપક, બળવર્ધક પૌષ્ટિક ઔષધિ છે. પુરુષોમાં તે શારીરિક શક્તિને વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ એક પૌષ્ટિક ટોનિક તરીકે કામ કરે છે અને શરીરને શક્તિ આપે છે. તે પેતાના કામોદ્દીપક લાભ માટે પણ જાણીતી છે અને પુરુષોની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ ખુબ જ લોકપ્રિય છે. તે પુરુષમાં સહન-શક્તિ, બળ, સમય તેમજ પ્રદર્શનમાં સુધારો કરે છે. આ ફાયદાઓ ઉપરાંત, તે સામાન્ય દૂર્બળતા દૂર કરે છે અને શરીરના વજનને વધારવામાં પણ ઉપયોગી છે. ભારતમાં ખેલાડીઓ તેનો ઉપયોગ વ્યાયમ સહનશક્તિ વધારવા તેમજ ક્ષમતામાં સુધારો લાવવા માટે પણ કરે છે.

ઘટક દ્રવ્ય બનાવવાની રીત :

મૂસલી પાકમાં મુખ્ય દ્રવ્ય સફેદ મૂસલી છે. તે શારીરિક શક્તિ વધારવા માટે ખુબ જ ગુણકારી સાબિત થઈ છે. મૂસલી પાકમાં નીચેના ઘટક દ્રવ્યો હોય છેઃ

ઘટક દ્રવ્યોના નામ અને પ્રમાણ

સફેદ મૂસલી 16 ભાગ, ગાયનું દૂધ 200 ગ્રામ, ગાયનું ઘી 16 ભાગ, ખાંડ 50 ભાગ, સેમલ ગુંદર અથવા ગુંદર 8 ભાગ, નારિયેળ 2 ભાગ, બદામ્ 2 ભાગ, ચારોળી 2 ભાગ, જાયફળ 2 ભાગ, લવિંગ 2 ભાગ, કેસર 2 ભાગ, નેપાળી ધાણા 2 ભાગ, જટામાંસી 2 ભાગ, વેલવેટ બિન (કોંચ બીજ) 2 ભાગ, તજ 2 ભાગ, ઇલાઈચી 2 ભાગ, તમાલપત્ર 2 ભાગ, નાગકેસર 2 ભાગ, સૂંઠ 2 ભાગ, મરી 2 ભાગ, પિપલી મૂળ 2 ભાગ, જાવંત્રિ 2 ભાગ.

મૂસલી પાક બનાવવાની રીત :

સફેદ મૂસલી અને ગાયનું દૂધ મિક્સ કરો. આ મિશ્રણને માવા જેટલું ગાઢ બનાવવા માટે ઉકાળો. પછી તેમાં ગાયનું ઘી મેળવો. તેને ભૂરા રંગનું થાય ત્યાં સુધી પકવો. પાણી અને ખાંડનો ઉપયોગ કરી તેની ચાંસણી બનાવો. હવે, ચાસણીને મિશ્રણમાં મેળવો, મિશ્રણને વ્યવસ્થિત હલાવવા માટે તેને ઉકાળો. હવે અન્ય સામગ્રીઓને મિક્સ કરો અને તેને કાચની બરણી અથવા ચિનાઈ માટીના જિલામાં સુરક્ષિત રીતે મુકી દો.

લેખન સંકલન : દીપેન પટેલ

સરળ ઘરગથ્થું ઉપચાર વિષે અનેક માહિતીઓ જાણવાં માટે આજે અમારું પેજ લાઇક કરો ને આવી અઢળક માહિતી વાંચો અને તમારા મિત્રો સુધી આવી ઉપયોગી માહિતી લિંક શેર કરી આજે જ પહોચાડો અને અમારું પેજ લાઈક કરો.

 

ટીપ્પણી