ખુબ જ મહત્વનું : આવી રીતે કરો નકલી નોટની ઓળખ, કયારેય નહીં છેતરાઓ

7081_1

નકલી નોટોનો વેપાર એટલો ફેલાય ચૂકયો છે કે ગમે ત્યારે કોઇની સાથે પણ છેતરપિંડ થઇ શકે છે. નકલી નોટ પણ એટલી સરસ રીતે તૈયાર કરાય છે કે તેને જોતા કોઇપણ થાપ ખાઇ શકે છે. મોટાભાગે 500 કે 1000ની નકલી નોટોને પહેલી નજરમાં જોતા તે સાચી છે કે ખોટી તેને ઓળખવી મુશ્કેલ છે. ચાલો અમે તમને તેનો સટીક ઉપાય બતાવીએ જેના દ્વારા તમે નોટને અસલી છે કે નકલી ઓળખવું સરળ થઇ શકે છે.

 

1. વોટર માર્ક: 1000ની નોટ પર વોટર માર્ક ચોક્કસ જુઓ. તમામ અસલી નોટમાં મહાત્મા ગાંધીનો ફોટો છે. આ ફોટોને હલકા શેડમાં વોટરમાર્કમાં પણ બનાવાયો છે. જ્યારે નોટને તમે થોડીક ત્રાસી કરશો તો દેખાશે.

7082_2

 

2. સિક્ટોરિટી થ્રેડ: ત્યારબાદ સિક્યોરિટી થ્રેડ પર નજર કરો. નોટની વચ્ચે આ સીધી લાઇનના રૂપમાં દેખાય છે, તેના પર હિન્દીમાં ભારત અને આરબીઆઇ લખેલું હોય છે.

7085_3

 

3. લેટેંટ ઇમેજ: નોટ પર ગાંધીજીના ફોટોની બાજુમાં લેટેંટ ઇમેજ હોય છે જેમાં જેટલાની નોટ છે તેની સંખ્યા લખેલી હોય છે. નોટને સીધી કરવા પર જ ઇમેજ દેખાય છે.

7086_4

 

4. માઇક્રોલેટરિંગ: નોટમાં જોવા મળતા ગાંધીજીના ફોટાની ઠીક બાજુમાં માઇક્રોલેટરિંગ હોય છે. 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટમાં ત્યાં આરબીઆઇ લખેલું હોય છે. તેની ઉપરની નોટમાં નોટની વેલ્યુ હોય છે. જેમકે 500 રૂપિયાની નોટમાં માઇક્રોલેટર્સમાં 500 લખેલું હોય છે.

7086_5

 

5. ઇંટેગ્લિઓ પ્રિન્ટિંગ: નોટ પર ખાસ પ્રકારની પ્રિન્ટિંગ ઇંકનો ઉપયોગ કરાય છે. આ ઇંકના લીધે મહાત્મા ગાંધીનો ફોટો, આઇરબીઆઇની સીલ, અને પ્રોમાઇસિસ ક્લોસ, આરબીઆઇ ગવર્નરની સહીને ટચ કરવા પર તે ઉભરતી હોય તેવું લાગે છે.

7087_6

 

6. આઇડેન્ટિફિકેશન માર્ક: આ ખાસ પ્રકારનો માર્ક હોય છે જે વોટર માર્કની ડાબી બાજુ હોય છે. તમામ નોટોમાં આ અલગ આકારનો હોય છે. 20 રૂપિયામાં તે વર્ટિકલ રેક્ટેંગલ, 100 રૂપિયામાં ટ્રેંગલ, 500 રૂપિયામાં ગોળ અને 1000 રૂપિયામાં ડાયમંડ શેપમાં હોય છે.

7087_7

 

7. ફ્લોરેસન્સ: નોટ પર નીચેની બાજુ ખાસ નંબર હોય છે જોકે તેની સીરિઝને દર્શાવે છે. તેને ફોરેન્સિસ ઇંકથી પ્રિન્ટ કરાય છે. જ્યારે નોટને અલ્ટ્રા વાયૉલેટ લાઇટમાં લઇ જવાય છે તો આ નંબર ઉભરીને દેખાય છે

7087_8

 

8. ઑપ્ટિકલ વેરિએબલ ઇંક: આ ખાસ ઇંકનો ઉપયોગ 1000 અને 500ની નોટમાં કરાય છે. નોટમાં વચ્ચો વચ્ચ લખેલ 500 અને 1000ના આંકને પ્રિન્ટ કરવામાં આ ઇંકનો ઉપયોગ થાય છે. જ્યારે નોટ ફ્લેટ હોય છે તો આ આંકડો લીલા રંગનો દેખાય છે અને તેના એંગલને બદલવા પર તેનો કલર બદલાય છે.

7088_9

 

9. સી થ્રૂ રજીસ્ટ્રેશન: વૉટર માર્કમાં સાઇડમાં આ ફ્લોરલ ડિઝાઇનના રૂપમાં હોય છે. આ નોટને બંને બાજુથી દેખાય છે. એક બાજુએ તે ખાલી હોય છે તો બીજીબાજુ આ ભરેલો દેખાય છે.

7104_10

 

સૌજન્ય : દિવ્યભાસ્કર

ટીપ્પણી