જો એકવાર ફોલો કરશો આ ટિપ્સ, તો વારંવાર નહિં લાગે ભૂખ…

ભૂખને કઈ રીતે રાખવી કાબૂમાં? જાણી લો આનો જાદૂઈ જવાબ અને કરો વજન ઝડપથી ઓછું…

image source

વધતા વજનની સમસ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે. ઓવર વેઈટની સમસ્યા દર દસમાંથી આઠ વ્યક્તિઓને રહે છે. શરીરનું વજન વધારે હોવાને કારણે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીઝ, હાઈ કે લો બ્લડ પ્રેશર, કિડનીની સમસ્યા અને શ્વાસની તકલીફ જેવી બીમારીઓ થાય છે. જે ધીમેધીમે સમય જતાં જીવલેણ પણ બની શકે છે.

જોવા જઈએ તો મેદસ્વીપણું આવવાની શક્યતા આનુશાંગિક હોઈ શકે છે. એટલે કે લોકોને આ સમસ્યા વારસાગત પણ આવી શકે છે. કોઈની રૂટિન લાઈફ એટલી બીઝી હોય છે કે યોગા કરવું મેડિટેશન કરવું, ચાલવા જવું અથવા કસરત કરવી અને નિયમિત બેલેન્સ ડાયેટ કરવાનો પૂરતો સમય નથી મળતો હોતો.

image source

તો તેમને શરીરમાં ચરબી જમા થતી જાય છે અને શરીરનું વજન પણ વધતું જાય છે. અકારણ કેટકેટલીય વસ્તુઓ આપણે ખાઈ લઈએ છીએ, ભૂખ વિના જ ભાવતું ટૅસ્ટી જંકફૂડ ખાઈ લઈએ છીએ. ત્યારે આપણું વજન પણ વધે છે અને મેદસ્વીપણું વધે છે. આવો, જાણીએ કે ભૂખને કાબૂમાં કઈ રીતે રાખવી તેનો નુસ્ખો જાણી લેશું તો આપણને જરૂર લાભ થશે.

કારણ કે ખોટા ટાઈમે અને અસ્વસ્થ તેમજ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાઈ લેવાથી વજન વધે છે. આવો જાણીએ ભૂખને કાબૂમાં રાખવાના એવા તરીકા જેને જાણીને તમને પણ થશે કે આ બીલકુલ મદદરૂપ થાય છે…

ભૂખને નિયંત્રણમાં રાખવાના સરળ ઉપાય જાણો…

image source

ડિપ્રેશનથી દૂર રહો…

એક રીસર્ચ અનુસાર, જો કોઈ વ્યક્તિ હતાશાના તબક્કામાંથી પસાર થતું હોય તો તે પોતાનો મૂડ સુધારવા માટે માપની બહારનું ખાવા લાગે છે. ચોકલેટ્સ અને ઠંડા પીણાં વધારે લેવા માંડે છે. વધારે ઊંઘ કરવાની ટેવ પડે છે. આળસ અને સૂસ્તી લાગવા માંડે છે. ડિપ્રેશનમાં રહેલા વ્યક્તિને વારંવાર નાસ્તો કરવાની ટેવ પડી જતી હોય છે અને તેઓ શું ખાય છે અને કેટલું ખાય છે તેના પ્રમાણનું પણ તેમને ભાન નથી રહેતું હોતું.

image source

તેથી ખુશ રહેવા પ્રયત્ન કરવો જોઈએ અને ડિપ્રેશન જણાય ત્યારે હળવો અને સુપાચ્ય ખોરાક ખાવાની ટેવ પાડવી જોઈએ. ડિપ્રેશનની સારવાર કોઈ નિષ્ણાંત ચિકિત્સક પાસે કરાવવી જોઈએ અને મિત્રો તથા સગાંસ્નેહીઓ સાથે સમય વિતાવવાની કોશિષ કરવી જોઈએ.

તણાવ મુક્ત દિવસ પસાર કરો…

સવારે ઊઠીએ કે રાતે સૂઈએ ત્યાં સુધી આખો દિવસ ખૂબ જ ઝડપથી પસાર થઈ ગયો હોય એવું લાગે છે. આની સાથે આપણે દિવસ દરમિયાન પોતાને ખુશી મળે તેવું અને શોખ હોય તેવું કોઈ કામ કરી શકવા સમય ફાળવી શકતાં નથી.

image source

દિવસ આખો દોડમદોડ કામ કરવાથી શરીર ખૂબ થાકતું પણ હોય છે ત્યારે તણાવ અનુભવાય છે. આ સમયે પણ ખોરાકનું પ્રમાણનું ભાન રહેતું નથી અને કંટ્રોલ વિના જ આપણે જ્યારે ભૂખ લાગે ત્યારે અને જોઈએ તેટલું બિનજરૂરી ખાઈ લેતાં હોઈએ છીએ.

એવું પણ બને છે કે આખા દિમાં જ્યારે પણ સમય મળે હેવી ડાયેટનો ખોરાક ખાઈ લઈએ છીએ. અનેક લોકોને ઓફિસના સમયે ટિફિન કે કેન્ટિનનું ભોજન ખૂબ ભાવતું હોય છે અને બધું જમી લેતા હોય પરંતુ ડૅસ્ક વર્કને લીધે તેમને બહુ હલનચલન થતું ન હોવાથી પચતું નથી હોતું અને ચરબીના થર વધતા જાય છે.

image source

બ્રેકફાસ્ટ જરૂર કરવો…

આખા દિવસમાં સવારે એકવારનો નાસ્તો અવશ્ય કરવો જોઈએ. જો તમારો દિવસ ખૂબ જ બીઝી જવાનો હોય તો તમારે હેવી બ્રેકફાસ્ટ કે બ્રંચ લઈને જ કામ ઉપર જવું જોઈએ. જો દિવસની શરૂઆત કરવા પહેલાં પેટ ભરેલું નહીં હોય તો દિવસમાં તમને થોડી થોડી વારે ભૂખ લાગશે. જે તમારા સ્વાસ્થ માટે ખરાબ છે. કારણ કે તે સમયે તમને જે મળે તે તમે ખાઈ લેશો. તેથી, ભરપેટ નાસ્તો કરી લેવો ખૂબ જરૂરી છે.

image source

ઠોસ આહાર લેવો જોઈએ…

image source

તમે જ્યારે પણ જમવા બેસો, તે ધ્યાન રહે કે તે ઠોસ આહાર હોય. એટલે કે પરાઠા, દાળ – ભાત અથવા તો બેલેન્સ ડાયેટ હોવું જોઈએ તમારી પ્લેટમાં. તળેલું, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને વાસી ખોરાક તમારી તબીયત બગાડી શકે છે. તેની બદલે ભલે એકવાર કે બે વાર જમો પરંતુ એવો ખોરાક લો કે જે શરીરને સ્વસ્થ રાખે અને પેટને બરાબર અને લાંબો સમય સુધી ભરેલું રાખે.

પ્રવાહી લેવાની ટેવ પાડો…

image source

તમને જ્યારે પણ એવું લાગે કે ખોટા સમયની ખોટી ભૂખ છે તો લીંબુ પાણી, શેકસ, ફ્રૂટ જ્યૂસ, સૂપ કે નારિયેળ પાણી જેવી લિક્વિડ આહાર લઈ લેવો જોઈએ. ફ્રૂટ ડિશ કે કોઈ ઓટ્સ અથવા રવાની વાનગી, મમરા જેવી હળવી વસ્તુઓ પણ લઈ શકાય. દિવસ દરમિયાન જેમ બને તેમ પાણી વધુ પીવું જોઈએ.

યાદ રહે, ભૂખને મારીને નથી જીવવાનું પરંતુ ભૂખને નિયંત્રિત કરવા તેને યોગ્ય માત્રામાં પેટમાં યોગ્ય આહાર જવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ