એલાર્મ બંધ કરીને સૂઈ જવાની આદત છે તો જાણી લો એલાર્મ 10 મિનીટે જ કેમ ફરી રિપીટ થાય છે…

ઓફિસ જનારા લોકો કે પરિવારની ઝંઝટમાં સવારે જલ્દી ઉઠનારા લોકો હંમેશા રાત્રે એલાર્મ લગાવીને સૂઈ જાય છે. જોકે, સવારે જ્યારે પણ એલાર્મ વાગે છે, ત્યારે મોટાભાગના લોકો થોડુંક વધુ સૂઈ રહેવાની લાલચમાં તેને બંધ કરીને સૂઈ જાય છે. કારણ કે, એલાર્મ 10 મિનીટ બાદ તો ફરીથી વાગશે જ. તો 10 મિનીટ થોડું વધારે સૂઈ લેવું. પરતું તમને ખબર નહિ હોય કે 10 મિનીટ પછી ફરી વાગતો એલાર્મ હકીકતમાં 10 નહિ, પણ 9 મિનીટ બાદ જ વાગે છે. આ જાણીને તમને સો ટકા આશ્ચર્ય થશે. પણ અમે તમને તેના કરતા પણ વધુ આશ્ચર્યજનક માહિતી આજે આપીશું.

હવે તમને સૌથી પહેલો સવાલ એ થશે કે એલાર્મ માત્ર 9 મિનીટનો જ કેમ હોય છે. તે તેનાથી ઓછા કે વધુ સમયનો કેમ નથી હોતો. સ્નૂઝ બટનને કારણે આપણે એલાર્મને થોડા સમય માટે આગળ વધારી શકીએ છીએ. આ બટનની શોધ 50ના દાયકામાં થઈ હતી. જ્યારે આ બટનની શોધ થઈ હતી, ત્યારે ઘડિયાળના ગિયરની સાઈકલ 10 મિનીટની હતી.

તો પછી 9 મિનીટ કેવી રીતે આવ્યાઆ પાછળ પણ એક મોટું કારણ છે. સ્નૂઝ બટનમાં ગિયરની સાઈકલ તો 10 મિનીટની જ હતી, પંરતુ સ્નૂઝ બટન માટે ગિયર જોડવાને કારણે બીજા પૂરજાનો તાલમેલ ન બગડે તે માટે એકસપર્ટસે સલાહ આપી કે, સ્નૂઝ ગિયરની સાઈકલ 10 મિનીટથી વધુ કે તેનાથી ઓછી કરી દેવામાં આવે.

આખરે નિર્માતાઓએ તેને 9 મિનીટ કરવાનો નિર્ણય લીધો. જોકે, એ વાત સ્પષ્ટ નથી કે, એક્સપર્ટસે 9 મિનીટનો સમય રાખવાની સલાહ આપી હતી, કેટલાક એક્સપર્ટસનો એ પણ તર્ક છે કે, 10 મિનીટ બાદ માણસ આપોઆપ ઉન્ડી ઊંઘમાં જતો રહે છે. આવામાં જો એલાર્મ બીજીવાર ન વાગે તો તમે કદાચ ઉઠી ન શકો.

તેનું એક મનોવૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવે છે કે, જે લોકો એલાર્મ ઘડિયાળનો ઉપયોગ કરે છે, તેમને લાગે છે કે તેને સ્નૂઝ કરવાથી તેઓ થોડી વાર વધુ ઊંઘી લે અને તેમના સમયની પાબંદી પણ તૂટશે નહિ. એટલે કે તેઓ થોડી મિનીટોમાં ફરીથી ઉઠીને પોતાના કામ રાબેતામુજબ કરી શકશે.

તમે એલાર્મ વાગતા જ થોડા સમય બાદ ઉઠીને તેને આગળ વધારવાનું બટન દબાવો છો. એલાર્મ બનાવનારા એન્જિનિયર્સનું માનવું છે કે, ઊંઘમા લોકો કેટલાક પળોના અંતર જાણી શક્તા નથી. તેથી તેમને લાગે છે કે તેઓ 10 મિનીટનો એલાર્મ આગળ વધારી રહ્યા છે, જ્યારે કે તે તો 9 મિનીટનો હોય છે.

ડિજીટલ ઘડિયાળમાં એલાર્મને 10 મિનીટના બદલે 9 મિનીટ આગળ વધારવું સરળ હતું, કેમ કે ગણતરી એક જ આંકડામાં કરી શકાતી હતી.

બાદમાં જ્યારે સ્માર્ટફોન આવ્યા ત્યારે, સ્નૂજ એપ્લીકેશન બનાવનારા એન્જિનિયર્સે તેની સાઈકલ 9 મિનીટની રાખી. તેને 9 મિનીટ રાખવાનું કારણ એ હતું કે, સમય સીમા સ્ટાન્ડર્ડ બની ગઈ હતી, અને તેઓ તેને બદલવા માગતા ન હતા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી