બજેટમાં સરકારે આગામી સમયમાં 2 લાખ યુવાઓને રોજગારી આપવાની કરી જાહેરાત

આજે નાણામંત્રી નીતિન પટેલે અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કર્યું છે. જો કે આ બજેટમાં ટેક્સને લઈને કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. નોંધનિય છે કે લોકોને આશા હતી કે કોરોનાકાળમાં ઠપ પડેલા વેપાર ધંધા અને આસમાને પહોંચેલા તેલના ભાવમાં સરકાર બજેટમાં કોઈ રાહત આપશે. જો કે લોકોની આ આશા પર પાણી ફરી વળ્યું છે અને સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. આજે નીતિન પટેલે 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ રજૂ કર્યું છે.જે અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ છે.

image source

બજેટ રજૂ કરતા સમયે નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં કોરોના મહામારી મારી બાદ ધીમે ધીમે વ્યાપાર ધંધા વેગ પકડી રહ્યા છે જેથી રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે રાજ્યના તમામ વર્ગોના વિકાસ માટે અનેક યોજના જાહેર કરવામાં આવી છે. જેમા સાગરખેડુ-2 યોજના મહત્વની છે. સાગરખેડૂ-2 યોજનાથી ગુજરાતના માછીમારોને ભરપૂર લાભ થશે.

image source

તો બીજી તરફ હાલમાં ભડકે બળી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને પણ નિવેદન આપ્યું હતું. નોંધનિય છે કે હાલમાં તેલમાં વધેલા ભાવછી મોંઘવારી પણ ખુબ વધી છે જેથી રાજ્ય સરકાર લોકોને બજેટમાં રાહત આપશે તેવી આશા હતી. જોકે કમનશીબે રાજ્ય સરકારે બજેટમાં કોઈ જ રાહત આપી નથી જેથી સામાન્ય લોકો નિરાશ થયા છે. તો બીજી તરફ નીતિન પટેલે પેટ્રોલ ડીઝલમાં વધેલા ભાવ અંગે કહ્યું કે ગુજરાતમાં સૌથી ઓછો વેટ છે ગુજરાત કરતા અન્ય 14 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ વધારે છે. જેથી વર્તમાન સમયમાં વેટ ઓછો કરવાની કોઈ યોજના નથી.

image source

તો બીજી તરફ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ બાદ સૌથી મોટો મુદ્દો હોય તો તે બેરોજગારીનો છે. હાલમાં ઘણા સમયથી રાજ્યમાં બેકારીનો દર ખુબ ઉચો આવ્યો છે જેથી યુવાનોને રોજગારી મળી રહે તે માટે કેટલીક મહત્વીન જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. જેમા સૌ પ્રથમ વાત કરીએ તો સરકાર દ્વારા આગામી 5 વર્ષમાં વિવિધ ક્ષેત્રે નવી રોજગારીની તકો ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર અંદાજે 2 લાખ યુવાનોને રોજગારી આપવાનું આયોજન કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ભરતી અલગ અલગ સેક્ટરમાં કરવામાં આવશે. જેમા સરકારી વિભાગ, મહાનગરપાલિકા અને પાલિકા, ગ્રાન્ટેડ સંસ્થા, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ બધા ક્ષેત્રમાં વિવિધ પદો માટે ભરતી કરવાનું સરકારનું આયોજન છે.

image source

તો બીજી તરફ રાજ્ય સરકારે શૈક્ષણિક ક્ષેત્રે પણ કેટલીક જાહેરાત કરી છે જેમા કેંન્દ્ર સરકારના સહયોગથી ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનું આયોજન છે. આ કોલેજ માટે બજેટમાં 50 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ પીએમ જન આરોગ્ય અને સીએમ માં-વાત્સલ્ય યોજના માટે પણ 1106 કરોડ રૂપિયા રાજ્ય સરકારે 2021-22ના બજેટમાં ફાળવ્યા છે. આ ઉપાંરત બાળકોની સારવાર માટે પણ રાજ્ય સરકારે 145 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.