બંગલો અને ગાડી બંન્ને એક સાથે જોઇએ છે? તો વાંચી લો પહેલા ‘આ’

શું તમે એ જાણવા આતુર છો કે તમારા જીવનમાં ગાડી અને બંગલો ક્યારે આવશે ? તમારી પહેલી કાર અને બંગલો કેવી રીતે મળશે જાણો તમારી કુંડલી દ્વારા

image source

તમે જીવનમાં ગમે તેટલા સય્યમી હોવ કે પછી તમારા જીવનથી ગમે તેટલાં સંતુષ્ટ હોવ તમારી કેટલીક ઇચ્છાઓને તમે જીવના અંત સમય સુધી વાગોળ્યા કરતા હોવ છો પણ પુરી નથી કરી શકતાં. પણ તમને દુઃખ ત્યારે થાય છે કે તે જ બધી ઇચ્છા તમારા આડોશી-પાડશી કે પછી તમારા મિત્ર કે પછી તમારા સગાસંબંધીઓ ક્યારનીયે પુરી કરી લે છે પણ તમે હજુ પણ તેના પુરા થવાની રાહ જોતા હોવ છો.

image source

મનુષ્ય એક માયાળુ જીવ છે. તેને હંમશા ભૌતિક વસ્તુઓનું આકર્ષણ રહે છે અને જન્મો જનમ સુધી રહે જ છે. તમને પણ એવી ઇચ્છા થતી હશે કે તમે ક્યારે કોઈ સુંદર બંગલાના માલિક બનો અને એ સુંદર બંગલામાં ક્યારે કોઈ લક્ઝરી કાર પાર્ક થાય !

image source

પણ જો તમે તમારી કુંડળીનો યોગ્ય રીતે અભ્યાસ કરશો તો તેમાં જ તમારા આ બધા પ્રશ્નોના જવાબ છુપાયેલા છે. કુંડળીમાં તમને ક્યારે બંગલો મળશે, ક્યારે નોકરી મળશે ક્યારે ગાડી મળશે તે બધા સંકેતો આપવામાં આવતા હોય છે. તો ચાલો જાણીએ આ સંકેતો વિષે.

  • – જેમની કુંડળીમાં ચોથો ભાવ બળવાન હોય તેમનું પોતાનું ઘર ચોક્કસ થાય છે. ચોથા સ્થાન એટલે કે ભાવ પર જેટલાં વધારે બળવાન ગ્રહો હશે તેટલા જ ઘર તમે પોતાના જીવનમાં મેળવી શકશો. પણ જો તેની સાથે સાથે જ ચોથા સ્થાન એટલે કે ભાવ પર જો રાહુનો પણ પ્રભાવ હશે તો તમારું ઘર તો હશે પણ તમે તેને ક્યારેય ભોગવી નહીં શકો. એટલે કે કોઈ સંજોગોવશ તમે તમારું પોતાનું ઘર હોવા છતાં તેમાં ન રહી શકો.

    image source
  • – જો તમારી કુંડળીમાં ચંદ્ર અને મંગળ હાજર હોય તો તમે તમારું પોતાનું ઘર ખરીદી અથવા બનાવી શકો છો.
  • – જો તમારી કુંડળીમાં શુક્ર જેટલો બળવાન હશે તેટલું જ તમારું ઘર સમૃદ્ધ, ભવ્ય અને આલિશાન હશે.
  • – પણ જો તમારો મંગળ નબળો હોય અને સાથે સાથે રાહુથી પિડિત હોય તો તમે સુંદર ઘર ભોગવી નથી શકતાં. અને તે ઘરમાં રહીને પણ તમે તેનુ સુખ પામી નથી શકતા.
image source

પોતાનું ઘર મેળવવા માટે તમે આ ઉપાયો કરી શકો છો.

  • – જો તમે પોતાનું ઘર ઇચ્છતા હોવ તો તમારે તમારા હાથની અનામિકા આંગળીમાં ત્રણ ધાતુઓ એટલે કે સોના, ચાંદી અને તાંબાની રીંગ પહેરવી જોઈએ.
  • – જો તમારા ઘરમાં બગડી ગયેલા ઇલેક્ટ્રોનિક્સનો ભંગાર હોય તો તેનો તરત જ નિકાલ કરી દેવો.

    image source
  • – તમારે રોજ તમારા ઇષ્ટ દેવની પુજા કરવી જોઈએ અને પુજા કરતી વખતે મંદીરમાં ચાંદીનો ચોરસ ટુકડો ચોક્કસ રાખવો જોઈએ. અને ઘરનું ઘર મેળવવા માટે તમારે દુર્ગા માતા તેમજ ભૈરવનાથની આરાધના કરવી જોઈએ.
  • – જો તમારી કુંડળમાં રાહુનો દોષ હોય તો તમારા ઘરમાં ક્યારેય કચરો રાખવો નહીં. ઘરમાં થતાં કચરાનો તરત જ નિકાલ કરી દેવો.
  • – ઘરનું ઘર મેળવવા માટે સતત અગિયાર મંગળવાર તમારે ગરીબોને મીઠી વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમાં મીઠા ફળો તેમજ મીઠાઈઓનું દાન કરી શકો છો.
image source

આટલું યાદ રાખોઃ

  • – જો તમારો શુક્ર તેમજ ચોથું સ્થાન એટલે કે ભાવ નબળા હશે તો તમારી પાસે રૂપિયા હશે તેમ છતાં પણ તમે તમારું વાહન નહીં ખરીદી શકો.

    image source
  • – જો તમારો રાહુ વક્ર હશે તો તમારી લાખ ઇચ્છા છતાં પણ તમે તમારું પોતાનું વાહન નહીં ખરીદી શકો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ગાડીનો નંબર તમારા જન્માંક વિરુદ્ધનો ન લો.
  • – જો તમે તમારું પોતાનું વાહન ઇચ્છતા હોવ તો તમારે મંદીરમાં જઈને દેવતાઓની સાથે સાથે તેમના વાહનની પણ પુજા કરવી. તે પછી ખોડિયારમાતાનો મગર હોય કે અંબેમાનો વાઘ હોય કે પછી શિવજીનો નંદી હોય અને ગણપતિ મંદીરમાં ઉંદર હોય તો સૌ પ્રથમ તેની પુજા કરવી.

    image source
  • – જો તમારી કુંડળીમાંના શનિ, રાહુ અને મંગળ ચોથા ભાવને અસર કરતા હશે તો તમારી ગાડીનું એન્જિન વારંવાર ખરાબ થયા કરશે. આમ ગાડીને તમે ઇચ્છો ત્યારે વાપરી નહીં શકો કારણ કે ગાડી તો મોટે ભાગે રિપેરિંગમાં જ આપેલી હશે. ગાડી ખરીદવા માટે તમારે લોખંડનું દાન કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ