હોટેલોમાં નવો ટ્રેન્ડ : બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ, આવી હોટેલો માત્ર વયસ્કો માટે જ ઉપલબ્ધ હશે

આપણે જ્યાં ક્યાંય પણ બહાર ફરવા જઈએ કે પછી કોઈકના ઘરે જઈએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ કે તે જગ્યાઓ કીડ્સ ફ્રેન્ડલી એટલે કે બાળકોને અનુકુળ હોય. ત્યાં બાળકોને ખાસ ટ્રીટમેન્ટ મળતી હોય. પણ તાજેતરમાં પ્રકાશમાં આવેલા એક અહેવાલ પ્રમાણે દુનિયામાં એવી હોટેલોનું ચલણ વધવા લાગ્યું છે જ્યાં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હોટેલ વયસ્કો માટે જ ઉપલબ્ધ હોય છે.

વાસ્તવમાં આ કોઈ હોટેલ ઇન્ડસ્ટ્રીની ઉપજ નહીં પણ ઇન્ટરનેટ પર જ્યારે ક્યારેય હોટેલ માટેની સર્ચ કરવામાં આવે ત્યારે ઘણા લોકો એવી હોટેલને ખાસ પસંદ કરતાં હોય છે જ્યાં બાળકો ન હોય. આવી હોટેલમાં 18 વર્ષથી નીચેની આયુના બાળકો તેમજ કીશોરોને પ્રવેશવા દેવામાં નથી આવતા.

આવી હોટેલની ડીમાન્ડ ખાસ કરીને નવપરિણિતો કે જે પોતાના હનીમુન પર જવાના હોય કે પછી રોમેન્ટિક હોલીડેઝ પર જતાં હોય તેઓ વધારે કરે છે. આવા લોકો માટે બાળકો ન હોય તેવી હોટેલો ઘણી ઓછી અવેલેબલ હોય છે.

આ બાબતે ઘણા લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય છે. યુવાન તેમજ વયસ્ક મહેમાનોને બાળકોની ધમાલ કે પછી ઘોંઘાટ નથી ગમતા હોતા તો વળી હોટેલોને બાળકોની ધમાલના કારણે જે નુકસાન થતું હોય છે તે નથી ગમતું હોતું. અને તેમના મહેમાનો પણ તેનાથી ડીસ્ટર્બ થતાં હોય છે.

પણ આશ્ચર્યની વાત એ છે કે આવી હોટેલોમાં લોકો ખુબ ઉત્સાહથી પોતાના રૂમ બુક કરાવે છે. અને એક અહેવાલ પ્રમાણે આવી હોટેલોમાં સામાન્ય હોટેલ કરતાં બુકિંગ વધારે જોવા મળે છે. લગભગ 85 ટકા હોટેલોના રૂમ અગાઉથી બુક થઈ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આવી હોટેલની ડીમાન્ડ માત્ર પશ્ચિમના દેશોમાં જ નહીં પણ ભારતમાં પણ થવા લાગી છે. જો કે કોઈની આવી ડીમાન્ડ કંઈ ખોટી પણ નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ વધારે પૈસા ખર્ચીને ક્યાંક ફરવા જતી હોય તો તે જ્યાં રોકાયો હોય ત્યાં વાતાવરણ શાંત રહે તે તે ઇચ્છતી હોય છે.

આ ઉપરાંત લોકોને એકાંતમાં સમય પસાર કરવો હોય છે અને ઘણીવાર તો માતા-પિતાને પોતાને પણ એક બીજા સાથે સમય પસાર કરવાનો સમય નથી મળતો પણ આવી હોટેલના કારણે તેઓ એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકે છે.

આ હોટેલમાં બધી જ સગવડો પુરી પાડવામા આવે છે. ઇન્ટરનેટ પર લોકો હોટેલને શોધતી વખતે એ સર્ચ નથી કરતાં કે કઈ હોટેલમાં મફતનો નાશ્તો, વાઈન કે પછી વાઈફાઈ મળે છે કે નહીં પણ એ સર્ચ કરે છે બાળકો વગરની હોટેલ ક્યાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ખાસ કરીને માત્ર કપલ્સને ધ્યાનમાં રાખીને કેટલીક હોટેલ પોતાના રૂમના સ્યૂટ સજાવે છે. જો કે આ પ્રકારની હોટેલ કે જ્યાં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે તેનો વિરોધ પણ કરવામા આવી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રકારની હોટેલ ભારતમાં કેટલી પ્રચલિત થાય છે !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ