જલ્સા કરોને જેંતીલાલ

હોટેલ તાજ મહેલમાં કામ કરતાં સ્ટાફનો પગાર જાણી તમારા હોશ ઉડી જશે !

કોઈને તમે પુછો કે ભાઈ તુ કામ શું કરે છે અને તે એમ કહે કે એક હોટેલમાં વેઇટેરનું કામ કરે છે. તો તમારા મનમાં તે વ્યક્તિઓ માટે કંઈ કેટલાએ પૂર્વગ્રહો બંધાઈ જશે. કારણ કે આપણા સમાજમાં વેઇટરની જોબને આદર્શ જોબ નથી ગણવામાં આવતી. એવો સામાન્ય ખ્યાલ હોય છે કે જે વ્યક્તિને ક્યાંય જોબ ન મળે તે જ વેઇટરની જોબ કરે છે. જો કે વાસ્તવમાં તો આ બધા પૂર્વગ્રહો જ છે પણ તેને સમાજમાંથી દૂર કરી શકાય તેમ નથી.


પણ જો કોઈ વ્યક્તિ તમને એમ કહે કે તે મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ, હોટેલ તાજ મહેલ પેલેસમાં વેઇટર છે તો ! તો તમારી આંખો પહોળી થઈ જશે કેમ ? હા કેમ ન થાય.

તાજ હોટેલ ભારતની એક માત્ર એવી હોટેલ છે જ્યાં દુનિયાની નામિ હસ્તીઓ રોકાઈ હોય. હોટેલ તાજ પેલેસ એ મુંબઈ સ્થિત ફાઈવસ્ટાર હોટેલ છે. જેમાં એક કપ ચાનો પ્યાલો પીવો પણ આપણા જેવા સામાન્ય માણસને પોસાય તેમ નથી. હજુ ગયા વર્ષે જ કેનેડાના રાષ્ટ્રપતિ મુંબઈની મુલાકાતે આવ્યા હતા તે વખતે હોટેલ તાજ પેલેસમા રોકાયા હતા.


અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જ્યારે ભારતની મુલાકાત લીધી હતી અને તે વખતે તેઓ મુંબઈની તાજ મહેલ હોટેલમાં રોકાયા હતા ત્યારે તેમણે પોતાના માટે પ્રેસિડેન્શિયલ સ્વીટ બૂક કરાવ્યો હતો જેની એક રાતની કિંમત 7 લાખ હતી. હવે તો તમે ધારણા લગાવી જ લીધી હશે કે આ હોટેલ કેટલી પ્રેસ્ટિજ ધરાવે છે.


અહીં સામાન્ય કે પછી ઉચ્ચ મધ્યમવર્ગના લોકો તો આવતા જ નથી પણ ધનાડ્ય કુટુંબ જ અહીં રહેવા તેમજ અહીંનું ફૂડ એન્જોય કરી શકે છે. હવે જ્યારે તમે તેના વી.વી.આઈપી મહેમાનો વિષે જાણી જ લીધું છે તો તમને જણાવી દઈએ કે અહીં કામ કરનાર સ્ટાફને હોટેલના સ્ટેટસ પ્રમાણે જ પગાર આપવામાં આવે છે.


કારણ કે અહીં આવનારા લોકો માત્ર એક જ દિવસમા લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય તો તો પછી તેમની સર્વિસ પણ તે રૂપિયા પ્રમાણે જ હોવી જોઈએ અને તે સર્વિસ આપનારો સ્ટાફ પણ તેટલો જ લાયક હોવો જોઈએ. અને પછી તે પ્રમાણે તેમને સેલેરી મળવી પણ તો જરૂરી છે.


અહીં નોકરી મેળવનારમાં ઘણી બધી આવડતો જોવામાં આવે છે. દેખીતી રીતે જ આ એક હોસ્પિટાલિટી બિઝનેસ એટલે કે મહેમાનોની આગતા સ્વાગતા કરવાનો ધંધો હોવાથી અહીં નોકરીએ રાખવામાં આવતા સ્ટાફની બોલચાલ સોબર હોવી જોઈએ. આ ઉપરાંત અહીં ફોરેનર્સ તેમજ ઉચ્ચ વર્ગના લોકો આવતા હોવાથી તેમની સામાન્ય ભાષા હિન્દી નહીંને અંગ્રેજી હોવાથી અહીંના સ્ટાફને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે તેઓ કડકડાટ અંગ્રેજી બોલતા હોવા જોઈએ.


માત્ર તેટલું જ નહીં પણ અહીંના રેસ્ટોરન્ટમાં દુનિયાના વિવિધ પ્રકારના વ્યંજનો પિરસવામાં આવે છે. અહીં નાશ્તો, ડીનર કે પછી લંચ લેવા આવનાર વ્યક્તિને તે બધી જ ડીશો વિષે જાણકારી ન હોય તે કોઈ નવી જ ડીશ ટ્રાય કરવા માગતા હોય તો તે ડીશની સંપૂર્ણ જાણકારી આપવાની જવાબદારી ત્યાંના વેઇટરની છે અ આ બધી જ વાતચીત તેમણે મોટે ભાગે ઇંગ્લીશમાં જ કરવી પડે છે.


આ ઉપરાંત તેમના એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો તે પણ તેટલું જ મહત્ત્વનું છે. અહીં તમે જે વિભાગમાં નોકરી મેળવવા ઇચ્છતા હોવ તો તમારી પાસે તે પ્રમાણેનો ઉચ્ચ અભ્યાસ હોવો જરૂરી છે. જો તમે હોટેલ મેનેજર બનવા માગતા હોવ તો તમારી પાસે માત્ર હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી જ હોવી જરૂરી નથી પણ તે કઈ યુનિવર્સિટિમાંથી લીધેલી છે તે પણ મહત્ત્વનું છે. આ ઉપરાંત તમારો અનુભવ.


હોટેલ તાજ મહેલ પેલેસમાં કોઈ પણ શીખાઉ સ્ટાફને લેવામાં આવતો નથી. અહીં માત્રને માત્ર એક્સપિરિયન્સ્ડ સ્ટાફને જ લેવામાં આવે છે અને તેમને સ્પેશિયલ ટ્રેનીંગ આપવામાં આવે છે. જો તમે શેફ તરીકે જોડાવા માગતા હોવ તો તેના માટેની પણ ડીગ્રી તમારી પાસે હોવી જોઈશે. અથવા તો તમે કોઈ એસ્ટાબ્લિશ્ડ શેફ હોવા જોઈએ અથવા તો તમે કોઈ પ્રખ્યાત હોટેલમાં કામ કરેલું હોવું જોઈએ.


જો તમે અહીં વેઇટરની પણ જોબ કરવા માગતા હોવ તો તેના માટે પણ તમારી પાસે ડીગ્રી હોવી જરૂરી છે. અહીં હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી ધરાવતો સ્ટાફ પણ વેઇટરની જોબ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ બોમન ઇરાની જે આજે બોલીવૂડ એક્ટર છે તેણે એક જમાનામાં અહીં વેઇટરની જોબ કરી હતી. અને માટે જ અહીંના વેઇટરને પણ કોઈ સામાન્ય વેઈટર કરતાં કેટલાએ ગણો વધારે પગાર ચૂકવવામાં આવે છે.


અહીંના રેસ્ટોરન્ટ મેનેજર મહિનાનો 5 લાખ સુધીનો પગાર મેળવે છે. જ્યારે અહીંના સોસ શેફનો પગાર પણ લાખોમાં જ હોય છે. આ ઉપરાંત અહીંના રેસ્ટોરન્ટના વેઇટર તેમજ હોટેલમાં રૂમ સર્વિસ આપતા સ્ટાફનો પગાર પણ જો તેમને સારો એક્સપિરિયન્સ હોય અને તેઓ આખાએ વેઇટરના સ્ટાફને સારી રીતે મેનેજ કરતા હોય એટલે કે તેઓ હેડ વેઇટર હોય તો તેમનો પગાર પણ 1.5 લાખથી 2 લાખ સુધીનો હોઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version