હોટ કેન્ડલ મસાજથી સ્કિનને મળે છે જોરદાર ઇફેક્ટ, જાણો અને આ રીતે કરાવો તમે પણ

હોટ કેંડલ મસાજમાં કેંડલને સળગાવીને પહેલા તેના મીણને ઓગાળવામાં આવે છે. આ માટે મીણને એક એવા વાસણમાં રાખવામાં આવે છે જેમાં મીણ ભેગું થાય અને એક ધારની જેમ શરીર પર પડે.

સ્ત્રીઓમાં વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ પડવી, ખીલ, આંખોની નીચે કુંડાળા થવા, ફાઈન લાઇન્સ વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ વાત સાચી કે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકાતા નથી પણ કેટલાક વર્ષો સુધી તેને કન્ટ્રોલ કરી શકાય છે. આમ કરવા માટે આપને ખૂબ મદદગાર નીવડશે ‘હોટ કેંડલ વેક્સ મસાજ થેરપી’. આ મસાજ કરાવવાથી આપની વધતી ઉંમરમાં પણ ચહેરાની ચમક, ડબલ ચિનથી છૂટકારો અને સ્કિનને ટાઈટ રાખી શકે છે.

મસાજ કરવાનું ટેક્નિક:

image source

હોટ કેંડલ મસાજમાં સૌપ્રથમ કેંડલને સળગાવવીને તેના મીણને ઓગાળવામાં આવે છે. આ માટે કેંડલને એક એવા વાસણમાં રાખવામાં આવે છે, જેમાં વેક્સ ઓગળીને ભેગું થઈ જાય અને એક ધારની જેમ શરીર પર પડે. આ વેક્સ એટલું ગરમ હોય છે કે શરીર પર ધાર સાથે પડવાથી ધાર વધુ ગરમ લાગતી નથી પણ તેનો ગરમાવો સારો લાગે છે. જ્યારે વેક્સ શરીર પર પડે છે તો તેને તરત જ શરીર પર ફેલાવી દેવામાં આવે છે. આ સાથે જ વેક્સને સ્ક્રબ કરીને જ શરીર પરથી હટાવવામાં આવે છે.

image source

કેંડલ હોટ વેક્સ બોડી મસાજ ડેડ સ્કિનને હટાવે છે અને સ્કિનને મોઇશ્ચરાઇઝર કરે છે. વેક્સ પછી શરીરને ગરમ પાણીના ટુવાલથી બાંધી દેવું. ત્યારપછી શરીર પર બ્રાઈટનિંગ પેક લગાવવામાં આવે છે. વેક્સની સાથે જોજોબા ઓઇલ, કોકો બટર અને વિટામિન ઈ નું તેલ પણ ઉમેરી શકાય છે. એજિંગ માર્ક્સ અને સ્ટ્રેચ માર્ક્સ પણ હોટ કેંડલ વેક્સ મસાજથી આછા પડી જાય છે.

image source

આ કેંડલ અલગ અલગ પ્રકારની સુગંધ વાળી મળે છે, જેમાં લેવેન્ડર એસેન્શીયલ ઓઇલ, કોકો બટર ઓઇલ, રોજમેરી ઓઇલ અને લેમન અરોમા કેંડલ હોય છે. આ કેંડલની સાથે જોજોબા ઓઇલ, કોકો ઓઇલ અને વિટામિન ઈ જેવા તેલનું મિશ્રણ હોય છે, એટલે જ આ મસાજ શરીરની ઘણી ટ્રીટમેન્ટથી જોડાયેલી તકલીફોને દૂર કરવાનો સૌથી સારો ઉપાય છે.

રીંકલ્સ ખતમ કરવાની થેરપી:

image source

લેવેન્ડર એસેન્શિયલ ઓઇલ મસાજ માથાના દુખાવામાં, બ્લડપ્રેશર, સનબર્નની તકલીફથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ રીતે અલગ અલગ કેંડલ અલગ અલગ રીતે ટ્રીટમેન્ટ કરે છે. આ સિવાય આ કેંડલ મસાજ સ્કિનને તાજગી આપવા માટે થાય છે. સ્કિનના રીંકલ્સ ખતમ કરવા માટે આ કેંડલ થેરપી ખૂબ કારગત નીવડે છે. આ આપને શારીરિક આરામ તો આપે જ છે ઉપરાંત માનસિક આરામ પણ આપે છે.

આ મસાજ ખૂબ સારી છે.:

-જાસમીન ઓઇલ કેંડલ : આ કેંડલ મસાજ ડિપ્રેશન અને સાયનસ માટે ખૂબ ફાયદાકારક છે. આનાથી તણાવ પણ દૂર થઈ જાય છે.

image source

– જોજોબા ઓઇલ કેંડલ: આ કેંડલ મસાજ કરચલીઓ, પીગમેન્ટેશન, બ્લેમિશ અને ડાર્ક સર્કલ્સને દૂર કરે છે અને ચહેરાનો ગ્લો પણ વધારે છે.

– કોકો બટર કેંડલ: આ કેંડલ મસાજ કરચલીઓને ખતમ કરે છે અને સ્કિનમાં તાજગી ભરી દે છે.

image source

– રોજમેરી ઓઇલ મસાજ: આ કેંડલ મસાજ ડિપ્રેશનથી રાહત અપાવે છે અને સ્કિનની માંસપેશીઓને પણ આરામ આપે છે.

– લેમન અરોમા કેંડલ: આ કેંડલ મસાજથી માથાના દુખાવામાં અને આર્થરાઈટીસ માટે ખૂબ સારી હોય છે. ઉપરાંત સ્કિન પ્રોબ્લમ્સ પણ દૂર થઈ જાય છે.

image source

– ચંદન કેંડલ: આ કેંડલ મસાજથી યુરિનને લગતી બીમારીઓમાં રાહત મળે છે. આ કેંડલ ઓઇલ શુષ્ક ત્વચાને દૂર કરે છે. ચંદન પેઇનકિલર ઓઇલ પણ હોય છે. આથી તે અનિદ્રા અને ગ્લોટોનમાં પણ મદદ કરે છે.

ધ્યાન રાખવું.: ગર્ભવતી સ્ત્રીઓએ આ થેરપીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો આપને કેંડલ વેક્સની સુગંધ પસંદ ના હોય તો કપૂરનો એક પીસ લઈને હોટ કેન્ડલમાં નાખવો. આ ઉપાય આપને અલગ સુગંધ આપશે.

image source

ફાયદા:

  • આનાથી સ્કિનની ચમક બની રહે છે અને બેદાગ ત્વચા પણ મળે છે. આ સિવાય આ ઉંમરની સાથે ત્વચાની ચમક પણ વધારી દે છે.
  • – ત્વચામાં રક્ત પ્રવાહ ખૂબ સારી રીતે કરે છે, જેનાથી સ્વાસ્થ્ય અને સુંદરતાની પણ તકલીફ ખતમ થઈ જાય છે.
  • – આ કેંડલ મસાજ પ્રેગ્નેન્સી પછી સ્કિન પર આવી ગયેલા સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરી દે છે.
  • – વજન ઓછું કર્યા પછી ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ