હનીમૂનની પળોને યાદગાર બનાવવા રાખો આ બાબતોનુ ખાસ ધ્યાન…

હનીમૂનની પળોને યાદગાર બનાવવા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

લગ્ન ફિક્સ થતા જ લોકો હનીમૂનના સપનામાં ખોવાઈ જતા હોય છે. દરેક કપલની ઇચ્છા એવી હોય છે કે, તેઓ હનીમૂન માટે કોઇ સારુ પ્લેસ ડિસાઇડ કરે. જો કે ઘણા બધા કપલ લગ્ન પછી અમુક કારણોસર હનીમૂન માટે જઇ શકતા નથી અને તેઓ મનોમન દુખી થતા હોય છે. જ્યારે ઘણા કપલ લગ્ન પછી વધારે થાકી જવાશે તેમ વિચારીને પણ હનીમૂન પર જવાનું અવોઇડ કરતા હોય છે.

આમ, હનીમૂન પર જતા પહેલા દરેક કપલને એટલી ખુશી હોય છે કે તેઓ આ સમયગાળામાં અનેક નાની-મોટી ભૂલો કરી બેસતા હોય છે અને પછી તેમને આ ભૂલોનો અઢળક પસ્તાવો થતો હોય છે. જો કે હનીમૂન પર જતા પહેલા જો દરેક વાત પર થોડુ ધ્યાન આપવામાં આવે તો અનેક ભૂલોથી બચી પણ શકાય છે. લગ્ન ઘણી સ્ટ્રેસફૂલ વિધિ હોય છે, ત્યારે હનીમૂન એ રીલેક્સ થવા માટે સૌથી ઉત્તમ ઉદાહરણ છે. માટે જ્યારે તમે પણ લગ્ન પછી હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

સ્થળની યોગ્ય રીતે પસંદગી કરો
હનીમૂન પર જતા પહેલા યોગ્ય રીતે સ્થળની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે કારણકે લગ્ન પછી કપલ માટે આ એક ટાઇમ એવો છે જેમાં તેઓ મસ્ત રીતે હરી-ફરી શકે અને એકબીજાને સમજી શકે. આ માટે જો તમે કોઇ સરસ રોમેન્ટિક જગ્યાની પસંદગી કરીને હનીમૂન પર જાઓ છો તો તમને ફરવાની મજા જ કંઇક અલગ આવે છે. આ સાથે જકુટુંબી જનોથી દૂરનું સ્થળ જ હંમેશા હનીમૂન માટે પસંદ કરવું જોઇએ જેથી કરીને ત્યાં કોઇ સગા-સંબંધીઓ મળે નહિં અને તમારું હનીમૂન ડિસ્ટર્બ ના થાય. ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસ હનીમૂન માટે ફાળવવા જોઈએ, જેથી તમે એકબીજા સાથે સારામાં સારો સમય પસાર કરી શકો. ઘણા લોકો એવા પણ હોય છે કે તેમને એન્ગેજમેન્ટ પછી સાથે રહેવાનો સમય મળ્યો હોતો નથી, તો આવાં કપલ માટે હનીમૂન એકબીજાની આદતો, પસંદ-નાપસંદ જાણવા માટે સારો સમય છે. હનીમૂનમાં ફક્ત શરીર જ એકબીજાની પાસે નથી આવતા પણ તનની સાથે મન પણ એકરૂપ થાય છે.

ફર્સ્ટ એઇડ અને વિટામિનની ટેબ્લેટ સાથે રાખવીતમે હનીમૂન પર જાવો ત્યારે સ્થળ નવું હોવાની સાથે જ જમવાનું, પાણી અને બધીજ વસ્તુ આપણા શરીર માટે નવી હોય છે જેથી કરીને અનેક વાર હેલ્થ બગડી જાય છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેની સીધી અસર ફરવાની મજા પર પડે છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે શરીરને નવું વાતાવરણ અનુકૂળ ના આવવાને કારણે દવા સાથે હોવી ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમે સ્વસ્થ રહીને હનીમૂનના રોમેન્ટિક સમયનો ભરપૂર રીતે આનંદ ઉઠાવી શકો.

સરપ્રાઇઝ ગિફ્ટ આપવીતમારા જીવનસાથી સાથે હનીમૂનનો સમય એવી રીતે વિતાવો કે જે તેના અને તમારા માટે જીવનભર યાદગાર બની જાય. હનીમૂન પર જાઓ ત્યારે એકબીજાને ગમતી વસ્તુની ગિફ્ટ કરો અને તમારા પાર્ટનરને રાત્રીના સમયમાં અથવા ઢળતી સાંજે એ ગિફ્ટ આપીને વાતાવરણને રોમેન્ટિક બનાવી દો.

હોટલનું એડવાન્સ બુકિંગ કરાવો હનીમૂન પર જતા પહેલા એક બાબતનું ખાસ ધ્યાન હોટલના બુકિંગ પર આપવું જેથી કરીને રહેવા કરવાની કોઇ તકલીફ ના પડે. જો તમે હોટલનું બુકિંગ નથી કરાવતા તો તમારી ફરવાની મજા જ બગડી જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક રસપ્રદ અને ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી