જલ્સા કરોને જેંતીલાલ

દૂધમાં મિક્સ કરી લો આ એક જ વસ્તુ, શારિરિક નબળાઇઓ થશે દૂર અને સાથે થશે આ કમાલના ફાયદાઓ પણ

દૂધ અને મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યાં દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ‘એ’, ‘બી’ અને ડી સાથે લેક્ટિક એસિડ હોય છે. તેવી જ રીતે મધમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફેટ, ફ્રૂટ ગ્લુકોઝ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ જેવા ઘણા તત્વો હોય છે અને તે એન્ટીઓકિસડન્ટ, એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ પણ છે.

image source

દૂધ અને મધ અલગ-અલગ તો ફાયદાકારક છે જ પણ શું તમે જાણો છો કે જો તમે દૂધમાં મધ મિક્સ કરો છો તો તે સંપૂર્ણ આહાર બની જાય છે. તો ચાલો અમે તમને જણાવીએ દૂધ અને મધના મિક્ષણનું સેવન કરવાથી શરીરમાં શું ફાયદા થાય છે.

image source

– શ્વસન સમસ્યાઓથી પીડિત વ્યક્તિએ એક ગ્લાસ દૂધમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ. શ્વસન સમસ્યાઓથી પીડિત લોકોએ આ પીણાંનું સેવન કરવું જોઈએ. ગરમ દૂધમાં મધ મેળવીને પીવાથી શ્વાસની તકલીફો મટે છે. કારણ કે આ પીણું શ્વાસ નળીમાં આવતા ખરાબ બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે. ગળાના દુખાવાથી પીડિત લોકોએ પણ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ.

image soucre

– મધ અને દૂધમાં એન્ટિમાઇક્રોબાયલ અને ક્લોનીંગ ગુણધર્મો હોય છે. આ બંનેના સંયોજનનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટેના ઉત્પાદનોમાં થાય છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે આ બને ખૂબ ફાયદાકારક છે આ બંનેને સમાન માત્રામાં સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકાય છે. મધ અને દૂધનું મિક્ષણ ઘણા સ્પામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

– દૂધ અને મધનું મિશ્રણ શરીરને સ્વસ્થ અને યુવાન રાખે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લોકો પ્રાચીન કાળથી જ મધ અને દૂધનું સેવન કરી રહ્યાં છે જેથી તેઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે. મોટે ભાગે, આ મિશ્રણને તેના મહત્વપૂર્ણ ગુણધર્મોને કારણે જીવનનું અમૃત પણ કહેવામાં આવે છે આ મિશ્રણમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે. મધ અને દૂધને મિક્સ કરીને પીવાથી ચેહરા પરના ડાઘ, કરચલીઓ અને ડાર્ક સર્કલ દૂર થાય છે. સંશોધન દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે દૂધ અને મધના મિશ્રણનું સેવન કરવાથી તે શરીર માટે વધુ ફાયદાકારક છે. એક સંશોધન મુજબ મધ અને દૂધના મિક્ષણમાં સ્ટેફિલકોકસ નામના બેક્ટેરિયા સામે લડવામાં વધુ અસરકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version