કુદરતી રીતે ઓઇલી સ્કિનમાંથી નિખાર લાવવા મધનો આ રીતે કરો ઉપયોગ

ત્વચા સંબંધી વિભિન્ન સમસ્યાઓના ઉપચાર કરવા માટે મધનો ઉપયોગ એક ગુણકારી આયુર્વેદિક ઔષધિના રૂપમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે.

કેમકે મધમાં રહેલ પોષકતત્વોના ગુણ ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. મધમાં રહેલ એંટીઓક્સિડન્ટ ના ફક્ત આપના રંગને નિખારવામાં મદદ કરે છે ઉપરાંત ઉમર વધવાની પ્રક્રિયાને પણ ધીમી કરે છે. આ સિવાય મધ ઓઈલી સ્કીન માટે મધ એક સૌથી પ્રભાવી ઉપાય છે.

image source

મધનો ઉપયોગ કરવા માટે આપે ફક્ત ઘરની અંદર રાખેલ સામાન સાથે મધને ભેળવવાનો છે. જો આપ પણ ચેહરા પર પ્રાકૃતિક ચમક લાવવા ઇચ્છતા હોવ તો હવે અમે આપને મધની સાથે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાના ખાસ રીતો વિષે જણાવીશું જે ઓઈલી સ્કીન માટે એક વરદાન સમાન છે.

૧. દલિયા અને મધ:

ઓટમીલ અને મધ બંનેમાં એંટીઓક્સિડેંટ હોય છે જે આપની ત્વચાની સમસ્યાઓને દૂર કરીને પોષણ આપવામાં મદદ કરે છે. સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે આ પેકને ફેસ પર અઠવાડિયામાં એકવાર જરૂરથી કરો.

image source

જરૂરી સામગ્રી:

મધ- એક મોટી ચમચી

-દલિયા – બે મોટી ચમચી.

image source

વિધિ:

સૌપ્રથમ એક મોટી ચમચી દલિયા લઈને તેનો પાવડર બનાવો. હવે ઓટમીલ પાવડરમાં એક મોટી ચમચી મધ સારી રીતે મિક્સ કરો. પછી આ મિશ્રણને પોતાના ચેહરા પર લગાવીને પાંચ મિનિટ સુધી ગોળાકાર સ્થિતિમાં ફેરવતા સ્ક્રબ કરો. ત્યાર પછી પોતાના ચેહરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

૨. હળદર અને મધ:

image source

જો આપની ત્વચા પર ખીલ- મુહાસે હોવાની સાથે સોજો, ઘાવ કે કોઈપણ પ્રકારનું સંક્રમણ છે તો આ પેક આપના માટે એક સારો ઉપચાર છે. આ સિવાય આ પેક આપની ત્વચાને ચમક આપવામાં પણ મદદ કરે છે.

જરૂરી સામગ્રી:

હળદર- એક ચપટીભર

મધ – એક મોટી ચમચી

image source

વિધિ:

સૌપ્રથમ એક નાની વાટકીમાં ચપટીભર લઈને તેમાં એક મોટી ચમચી મધ ભેળવો. ત્યારબાદ હવે આ મિશ્રણને આપના ચેહરા પર લગાવી દો. આ મિશ્રણને ચેહરા પર ૨૦ મિનિટ સુધી લગાવી રાખો. ત્યારપછી આપના ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. સારું પરિણામ મેળવવા માટે આપે આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

૩. ઓઈલી સ્કીન માટે મધની સાથે કેળાંનો ઉપયોગ કરો:

image source

મધ અને કેળાનું મિશ્રણ આપની ત્વચાને કોમળ અને હાઇડ્રેટેડ બનાવાનું કામ કરે છે. આ સિવાય મધમાં જીવાણુરોધી ગુણ હોય છે, જે બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.

જરૂરી સામગ્રી:

કેળું- અડધું

મધ- ૨ ચમચી

image source

વિધિ:

સૌપ્રથમ એક કેળું લો અને આ કેળાને અડધું કાપી લો. હવે તેને ઘાટી બનાવવા માટે મેશ કરી લો. ત્યાર પછી મસળેલા કેળામાં બે ચમચી મધ નાખીને સારી રીતે ભેળવી લો. ત્યાર પછી આ પેસ્ટને પોતાના ચેહરા પર લગાવીને ૨૦ મિનિટ માટે એમ્ જ રહેવા દો. ત્યાર પછી ચોખ્ખા પાણીથી ચેહરો ધોઈ લેવો.

૪. દૂધ અને મધ:

image source

દૂધ અને મધ આ બંને સારા મોઈશ્ચરાઇઝરના રૂપમાં જાણવામાં આવે છે જે આપની ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. જો આપ ત્વચામાં પ્રાકૃતિક અને અદભૂત નિખાર મેળવવા ઈચ્છો છો તો આપે આ પેકનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

જરૂરી સામગ્રી:

મધ- અડધો કપ મધ

દૂધ – અડધો કપ

વિધિ:

એક બાઉલ લો, અને તેમાં ૩-૪ ચમચી દૂધ લેવું. હવે તેમાં અડધી ચમચી મધ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને આપની ત્વચા પર લગાવો. આ મિશ્રણને ચેહરા પર ૧૦ મિનિટ સુધી સુકાવા દો. આ પેક સુકાઈ ગયા પછી આપના ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. સારા પરિણામ મેળવવા માટે આપ આ પેક દિવસમાં એકવાર લગાવી શકો છો.

૫. લીંબુ અને મધ:

image source

મધ અને લીંબુનું મિશ્રણ ચેહરા પરથી ખીલ અને મુહાસે દૂર કરવા માટે સૌથી સારો ઉપચાર છે.

જરૂરી સામગ્રી:

લીંબુનો રસ:૧ ચમચી

મધ- ૧ ચમચી

વિધિ:

image source

એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ લેવો. હવે આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. પછી આ મીશ્રણને રૂ ની મદદથી ચેહરા પર પ્રભાવિત જગ્યાઓ પર લગાવો અને ૧૦ મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ગરમ પાણીનો ઉપયોગ કરીને આપના ચેહરાને ધોઈ લો. સારા પરિણામ માટે આપ આ પેક અઠવાડિયામાં બે દિવસ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ