આપણે બધા આપની ત્વચાનું ખાસ ધ્યાન રાખવા માંગીએ છીએ. પરંતુ અત્યારે લોકો પાસે એટલો સમય નથી કે તે તેની ત્વચાનું સારી રીતે ધ્યાન રાખી શકે તેમાં પણ ઠંડીની ઋતુમાં આપની ત્વચામાં શુષ્કતા આવી જાય છે અને તેનાથી આપણને ત્વચાને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે.

તેનાથી આપણી સુંદરતામા ઘટાડો થઈ શકે છે. તેનાથી આપણે ઘણા ઉપાયો કરીએ છીએ અને તેના માટે આપણે ઘણા પૈસા પણ ખર્ચ કરીએ છીએ પરંતુ, તેનાથી પણ કઈ વધારે અસર થતી નથી અને તેની ઘણીવાર આડઅસર પણ થવા લાગે છે. આપણી ત્વચા માટે બદામનું તેલ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેનાથી આપણને ઘણા લાભ મળી શકે છે.

આ વસ્તુમા પુષ્કળ માત્રામા વિટામિન એ, ઇ ઓમેગા ૩ ફેટી એસીડ્સ, પોટેશિયમ, જસત અને પ્રોટીન વગેરે જેવા ગુણધર્મો રહેલા છે. તેને આપણે ત્વચા પર લગાવવાથી ત્વચા મુલાયમ અને ચમકીલી બને છે. આનાથી ત્વચા પર રહેલી કરચલી પણ દૂર કરવામાં મદદ કરશે. તેના માટે આપણે એક ક્રીમ બનાવવાની રહેશે તેનાથી આપણને ઘણા લાભ થઈ શકે છે જાણીએ તે કેવી રીતે બને છે.
તેને બનાવવાની સામગ્રી :
અડધું કપ બદામનું તેલ, ૧/૪ કપ નાળિયેલ તેલ, ૪ કપ બી વેક્સ, ૨ ચમચી શિયા બટર અથવા કોકો બટર અને તેલ.
આ ક્રીમને બનાવવી રીતે વિષે જાણીએ :

સૌથી પહેલા એક મોટો બાઉલ લેવો અને તેમાં તમારે પાણી ભરવું જોઈએ. તે પછી આ બાઉલમાં મધ્યમ તાપ પર રાખો. તેમાં તમારે બદામનું તેલ, નાળિયેરનુ તેલ. બિવેક્સ અને શિયા માખણને એક જુદા ગ્લાસમાં બાઉલમાં ભેળવો જોઈએ. તમે જે બાઉલમાં ગેસ પર પાણી ગરમ કરવા માટે બાઉલમાં મૂકો.

આ ધીમે-ધીમે ઘટકોને ઓગાળવાનું શરૂ કરશે તેને તમારે વચ્ચે હલાવતા રહેવું જોઈએ. જ્યારે બધા પદાર્થ સારી રીતે ઓગળી જાય ત્યારે તેમાં વિટામિન-ઇ ઓઈલ નાખીને તમારે તેને સારી રીતે ભેળવી લો. આને તમારે રાખવા જોઈએ આ ક્રીમને ગ્લાસ ટબમાં રાખવો જોઈએ.
આ ક્રીમને કેટલો સમય સુધી રાખી શકો છો :

આનો તમારે નિયમિત રીતે ત્વચા પર ઉપયોગ કરવો જોઈએ. આમાં અલ્ટ્રા મોઈશ્ચરાઇઝિંગ અને પાણી આધારિત લોશન કરતાં વધુ તેલ યુક્ત હોય છે. તેથી તમારે તેનો વધુ ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં આને તમે ૬ મહિના માટે રાખી શકો છો.
બદામના તેલને ત્વચા પર લાગવવાથી થતા લાભ :

બદામનું તેલ ત્વચામાં ચમકે છે. વિટામિન એ હોવાથી, તે રેટીનોલનું કામ કરે છે. તેનાથી ત્વચા પર કરચલીમાં ઘટાડો થાય છે. તેનાથી ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે. તમારે ખીલની સમસ્યા થાય તો તે પછી બદામના તેલનો ઉપયોગ કરવાથી પણ દૂર થઈ શકે છે. તેમાં ઝીંક અને ઓમેગા-૩ ફેટી એસીડ્સ છે જે ત્વચા પરના નાના ઘા અને ખાડાને દૂર કરવામાં મદદ કરે છે. આ તેલ અને લોશન ખૂબ પૌષ્ટિક છે. તે માત્ર ત્વચા માટે જ નહીં પણ ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત