જો આ રીતે ઘરે બનાવશો સુગર વેક્સ, તો સ્કિન રહેશે એકદમ મસ્ત અને નહિં ખેંચાય એક પણ રુંવાટી

ઘરે વેક્સ બનાવવા માટે સૌપ્રથમ બે કપ ખાંડ, અડધો કપ લીંબુનો રસ અને પા કપ પાણી એક પેનમાં લેવું. જો આપ ઈચ્છો તો તેમાં ટી ટ્રી ઓઇલ નાખી શકો છો. હવે પેનને ગેસ પર મીડિયમથી હાઈ ફ્લેમ પર રાખવું.

શરીર પરના વણજોઈતા વાળને દૂર કરવા માટે મોટાભાગની મહિલાઓ વેક્સિંગનો સહારો લે છે. વેક્સિંગ કરાવવાથી સ્કિન પર રહેલા વધારાના વાળ, ડેડ સ્કિન અને સ્કિન પર જામી ગયેલો મેલ દૂર કરી શકાય છે. વેક્સ કરાવવાથી સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બને છે. પણ જો વેક્સ કરાવ્યા પછી આપની સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ થવાને બદલે કાળી પડી જાય કે પછી ફોલ્લા થઈ જાય કે પછી લાલ ચકામાં પડી જાય તો?

image source

આવું બધું આપની સાથે પણ થઈ શકે છે. જો ભેળસેળ વાળું કે નીચી ગુણવત્તાવાળા વેક્સથી વેક્સિંગ થાય તો આપની સ્કિન સાથે પણ આવું થઈ શકે છે. મોટાભાગે હવે પાર્લર ટ્રીટમેન્ટ ઘરે જ મળી જાય છે એક ક્લિક પર જ. કે પછી પાર્લર કે સલૂન ઠેકઠેકાણે જોવા મળે છે. અમે ઇચ્છીએ છીએ કે આપની સ્કિન સાથે આવા કોઇ ચેડાં ના થાય તે માટે આજે આપને ઘરે જ સુગર વેક્સ બનાવવાનું જણાવા જઈ રહ્યા છીએ.

સુગર વેક્સ બનાવવાની રીત.:

image source

ઘરે વેક્સ બનાવવા માટે સૌપ્રથમ બે કપ ખાંડ લેવી. તેમાં અડધો કપ લીંબુનો રસ ઉમેરવો. ત્યારબાદ તેમાં પા કપ પાણી ઉમેરવું. આપ ઈચ્છો તો તેમાં ટી ટ્રી ઓઇલ પણ ઉમેરી શકો છો. આ બધી વસ્તુઓ મિક્સ કરીને તેને ગેસ પર મીડીયમ થી હાઈ ફ્લેમ પર ગરમ કરવું. આ મિશ્રણને સતત હલાવતા રહેવું. કેમકે જો થોડીકવાર માટે પણ નહીં હલાવીએ તો ખાંડ નીચે ચોંટી જશે અને બળી જશે.

image source

ઉપરાંત ખાંડ બળી ગયેલું વેક્સ ઉપયોગમાં લઈ શકાતું નથી. આથી જ્યારે પણ વેક્સ બનાવો ત્યારે તેને સતત હલાવતા રહેવું જ્યાં સુધી તે મિશ્રણ બ્રાઉન કલરનું ના થઇ જાય. થોડીકવારમાં જ ગેસ પર મૂકેલ મિશ્રણનો રંગ ગોલ્ડન બ્રાઉન થઈ જશે. હવે આપનું વેક્સ તૈયાર થઈ ગયું છે. હવે તેને ગેસ પરથી ઉતારીને લગભગ બે કલાક સુધી ઠંડુ થવા દેવું. ત્યારપછી જ ઉપયોગમાં લેવું.

image source

-આવી રીતે ઉપયોગ કરી શકો છો.

હવે વેક્સ બની ગયા પછી તેને ઉપયોગમાં લેવાનું તે જાણીશું. ઉપયોગમાં લેવા માટે સૌપ્રથમ વેક્સને એક સેફ માઇક્રોવેવ ડિશમાં રાખીને લગભગ ૧૦ થી ૩૦ સેકન્ડ માટે ગરમ કરવું. જો આપનું વેક્સ હજી પણ ગરમ હોય તો તેને ફરી ગરમ કરવાની જરૂર નથી. હવે લાકડીની એક સ્ટીક લેવી. પછી તેને વેક્સમાં ડુબાડીને જ્યાંથી હૈર કાઢવાના હોય ત્યાં હૈર જે તરફ ગ્રો કરતા હોય તે બાજુ વેક્સ લગાવવું.

image source

ત્યારપછી હવે કપડાંની સ્ટ્રીપ કે માર્કેટમાં મળતી તૈયાર વેક્સ સ્ટ્રીપને તેની ઉપર લગાવવું અને પ્રેસ કરવું. ત્યારપછી વેક્સ સ્ટ્રીપને બીજી તરફ જોરથી ખેંચી લેવી. આપ જોઈ શકશો કે સ્ટ્રીપ પર સ્કિન પરના વાળ આવી ગયા છે. જો હજી પણ નાનાં વાળ રહી ગયા હોય તો તેની પર ફરીથી વેક્સ લગાવીને સ્ટ્રીપની મદદથી દૂર કરી શકાય છે.

image source

આમ ઘરે બનાવેલ વેક્સનો ઉપયોગ કરવાથી આપની સ્કિન ગ્લોઇંગ અને સોફ્ટ બનશે. ઉપરાંત આ વેક્સ આપ કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ઉપયોગમાં લઈ શકો છો. ઘરે બનાવેલ વેક્સને કાચની જારમાં ભરીને રાખી શકાય છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ