અત્યારે ટામેટાની સીઝન ચાલે છે, તો બનાવો ‘હોમ મેડ ટોમેટો કેચઅપ’,બહુ કામ આવશે

હોમ મેડ ટોમેટો કેચઅપ 

બાળકોથી લઈ મોટા વડીલો સુધી બધાને ભાવતો એવો ટોમેટો કેચઅપ…

સામગ્રી:

1 કિલો ટમેટા,
મીઠું,
3/4 કપ ખાંડ (જરૂર મુજબ),
2-3 ચમચી લાલ મરચુ (જરૂર મુજબ),
1 ચમચો વ્હાઈટ વિનેગર,
1 ચમચી સંચર,

રીત:

સૌ પ્રથમ ટમેટાને કટ કરી કુકરમા થોડુ પાણી ઉમેરી 3-4 સિટી કરી કૂક કરી લેવા.

પછી તેમા બ્લેન્ડર ફેરવી પ્યૂરિ કરી લેવી, ધ્યાન રહે જો મિક્ષર વાપરવાનું હોય તો કૂક કરેલા ટમેટા ઠંડા હોવા જરૂરી છે.
પછી પ્યૂરિ ગાળી લેવી.

હવે એક પેનમા પ્યૂરિ, ખાંડ, મીઠું, વિનેગર અને લાલ મરચું ઉમેરી ઘટ્ટ ન થાય ત્યાંસુધી હલાવતા રહેવું.
તો તૈયાર છે ટોમેટો કેચઅપ.

નોંધ:

આમાથી કઈ પણ સામગ્રી ઉમેરી ફ્લેવરવાળો કેચઅપ બનાવી શકાય…3-4 લસણની કલી, 1 ડુંગળી, 1/2 બીટ, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી જીંજર પાઉડર…

ઉપરોક્ત ફ્લેવર આપવા ટમેટા બાફતી વખતે કુકરમા ઉમેરી શકાય અથવા પાતળા કપડામા ડુંગળી અને લસણના કટકા કરી પોટલી વાળી ટમેટા બાફ્યા પછી ગાળીને ઘટ્ટ થવા દઈઅે ત્યારે પોટલી તેમા રાખીને ફ્લેવર આપી શકાય.

આમ રેસિપિ પ્રમાણે 6 મહીના ફ્રીજમા સાચવી શકાશે, સોડીયમ બેઁજોએટ (Sodium Benzoate) પ્રિઝરવેટિવ ઉમેરવાથી આખુ વર્ષ ફ્રીજમા સાચવી શકાશે.

રસોઈની રાણી: હેતલ હરેશ પટેલ (આણંદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી