બટાકા એ સૌથી વધારે ઉપયોગમાં આવતું શાક છે. આમાં આર્યન,વિટામિન-સી,અને રાઈબોફ્લેવિનથી ભરપૂર હોય છે.
શું તમે જાણો છો આ બટાકા તમારી ખૂબસૂરતી વધારવામાં પણ મદદરૂપ થાય છે. બટાકાનો ઉપયોગ લાંબા સમયથી થાય છે જેમ કે સ્કીન પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે અને આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હોય એને દૂર કરવા માટે.
સ્કિનના ખૂલી ગયેલા છિદ્રો બંધ કરીને સ્કીનને ટાઇટ કરે છે. ચાલો આજે જાણીએ બટાકાની મદદથી કેવી રીતે સ્કિનનો ગ્લો વધારી શકાય છે?

જાણો બટાકાના બહેતરીન ફાયદા વિષે…….
બટાકાની મદદથી કરો બ્લીચ

2 ચમચી બટાકાના રસમાં 1 ચમચી કાચું દૂધ,ચપટી હળદર,1ચમચી મધ અને 4-5 ટીપાં ગુલાબજળ મિક્સ કરો. આનાથી ચહેરા પર 3-5 મિનિટ સુધી મસાજ કરો અને પછી આનું થોડુક જાડુ પડ લગાવીને 15-20 મિનિટ સુધી રહેવા દો. અને પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. આનાથી મૃત ત્વચા નીકળી જશે અને ચહેરા પર બ્લીચ જેવો નિખાર દેખાશે.
બટાકાના ટુકડા કરીને ચહેરા પર રગડો

કાચા બટાકાના ટુકડા કરી દો અને પછી એને ચહેરા પર 5-7 મિનિટ સુધી રગડો. આવું રોજ કરવાથી 20 દીવસમાં ફરક દેખાવા લાગશે. આનાથી ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર થાય છે. આમાં તમે કાચા બટાકાનો રસ પણ લઈ શકો છો.
બટાકા અને લીંબુ

બટાકા અને લીંબુનો એક સરખો રસ લો. આને સરખી રીતે મિક્સ કરી દો પછી ચહેરા પર લગાવો. સુકાઈ જાય પછી ધોઈ દો. આમ કરવાથી ત્વચા મુલાયમ બને છે. બટાકાની સાથે લીંબુમાં પણ વિટામિન-સી પૂરતા પ્રમાણમાં હોય છે. આ બનેનું મિશ્રણ સ્કીન માટે ખૂબ ફાયદાકારક છે.
બટાકા અને ઈંડા

જો તમારી સ્કીન ઢીલી પડી ગઇ હોય તો બટાકા અને ઈંડાનું ફેસપેક બનાવી ચહેરા પર લગાવો જેનાથી સ્કીન ટાઇટ થશે. આના માટે અડધા બટાકાના રસમાં એક ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરો પછી આને ચહેરા પર અને ગરદન પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો પછી સાદા પાણીથી ચહેરો ધોઈ દો. અઠવાડિયામાં 2-3 વખત આવું કરવાથી ચહેરા પરની સ્કીન ટાઇટ થશે.
બટાકા અને હળદર
ગરમીની ઋતુમાં સ્કીન કાળી પડી જાય છે એનાથી બચવા માટે બટાકા અને હળદરનું ફેસપેક મદદગાર નીવડે છે. આવું નિયમિત કરવાથી સ્કિનનો રંગ સાફ થાય છે. આના માટે અડધા બટાકાને અધકચરા કરી લો પછી આમાં ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને અડધો કલાક રહેવા દો. પછી પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસપેકને અઠવાડિયામાં એક વાર જરૂરથી લગાવો.
બટાકા અને દહીં

એક ચમચી બટાકાની પેસ્ટ તૈયાર કરો એમાં એક મોટી ચમચી દહીં મિક્સ કરો. તૈયાર કરેલી પેસ્ટને લગભગ અડધો કલાક રહેવા દો.પછી ચહેરા પર લગાવો. આ સ્કિનને તાજગી આપશે અને સ્કિનને ટાઇટ કરવામાં મદદ કરશે.
બટાકાને દૂધ

આ ફેસપેક બનાવવા માટે અડધા બટાકાને છીણીને એનો રસ કાઢી લો હવે આમાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો. આ મિશ્રણને કોટન(રૂ)ની મદદથી ચહેરા અને ગરદન પર લગાવો. અડધા કલાક પછી ચહેરો ધોઈ દો. અઠવાડિયામાં 3 વખત આવું કરવાથી ચહેરા પર ફર્ક દેખાવા લાગશે.
બટાકાને મુલતાની માટી

આ ફેસપેક ચહેરા પરના ખીલને દૂર કરવા માટે મદદરૂપ થાય છે અને જો ચહેરા પર સોજા આવવાની સમસ્યા હોય તો એમાં પણ રાહત આપે છે. આને બનાવવા માટે બટાકાની છાલ સાથે જ પેસ્ટ બનાવો પછી એમાં 3-4 ચમચી મુલતાની માટી અને થોડાક ટીપાં ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 30 મિનિટ સુધી લગાવી રાખો. આ ફેસપેક ત્વચાને ગ્લોઇંગ કરવા માટે બેસ્ટ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ