તમારા ડાર્ક સર્કલને માત્ર બે દિવસમાં દૂર કરવા છે? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો

આપણે ડાર્ક સર્કલ ઓછા કરવા માટે કોસ્મેટિક અથવા પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીયે છીએ.

image source

જો કે બજારમાંથી મળતી ક્રીમમાં કેમિકલ હોય છે જે તમને નુકશાન પહોંચાડી શકે છે આવામાં ઘરેલુ ઉપચાર બેસ્ટ ચોઈસ છે.

આંખોની નીચે કાળા કુંડાળા એટલેકે ડાર્ક સર્કલ. માત્ર મહિલાઓને જ નહીં પરંતુ પુરુષો માટે પણ આ એક મોટી સમસ્યા છે.

image source

આના ઘણા બધા કારણ છે જેમાં સ્ટ્રેસ,અપૂરતી ઊંઘ,પાણી ઓછું પીવું,અવ્યસ્થિત જીવન શૈલી,જેનેરિક સમસ્યા વગેરે સામેલ છે.

તો આજે અમે તમને જણાવીશું એવા ઘરેલુ ઉપાય જેનાથી તમને ડાર્ક સર્કલથી છૂટકારો મળી શકે છે.

1. ટામેટાં અને લીંબુ

image source

ટામેટાં માત્ર ડાર્ક સર્કલ જ દૂર નથી કરતાં પરંતુ ત્વચાને પણ કોમળ બનાવે છે. તમે એક ચમચી ટામેટાનો જ્યુસ લો એની અંદર લીંબુ મિક્સ કરો અને પછી આ મિશ્રણ આંખો પર લગાવો. આને 10 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ધોઈ લો આવું દિવસમાં ઓછામાં ઓછું બે વાર કરો,તમારા ડાર્ક સર્કલ ઓછા થઈ જશે.

2. બટાકાનો રસ

image source

બટાકા પણ ડાર્ક સર્કલ ઓછા કરવમાં મદદરૂપ થાય છે.બટાકાને અદ્કચરા કરી લો અને પછી એને નિચોવીને એનો રસ કાઢી લો. પછી થોડું રૂ (કોટન)લો, રૂ ને બટાકાના રસમાં બરાબર પલાળી આંખો ઉપર મૂકી રાખો.

ધ્યાન એ વાતનુ રાખવાનું કે રૂ એના પૂરા ભાગ પર વ્યવસ્થિત લગાવવું જેટલા ભાગ પર કાળાશ હોય. આવું કરવાથી અઠવાડિયામાં જ પરિણામ જોવા મળશે.

3. ટી બેગ દ્વારા

 

image source

તમે ટી બેગ તો જોઈ જ હશેને જે પાતળા કપડામાં હોય છે અને જેની અંદર ચાની પત્તી ભરેલી હોય છે. આની મદદથી પણ તમે ડાર્ક સર્કલથી છૂટકારો મેળવી શકો છો.

આના માટે એક ટી બેગ લો એમાં પણ જો ગ્રીન ટી હોય તો બેસ્ટ આને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી રાખો જ્યારે એ ઠંડી થઈ જાય ત્યારપછી એને આંખો ઉપર મૂકી રાખો આ પ્રોસેસ ઘરમાં જેટલી વાર થઈ શકે એટલી વાર કરો.

4. બદામનું તેલ

image source

બદામમાં વિયમિન ઇ ભરપૂર માત્રામાં હોય છે અને આ તેલ ત્વચાને કોમળ બનાવે છે. અત્યારે બજારમાં સારા એવા પ્રમાણમા બદામનું તેલ મળી રહે છે આનો ઉયોગ કરવો ખુબજ સરળ છે.

તમારે થોડૂક બદામનું તેલ લઈ એને ડાર્ક સર્કલ પર લગાવો અને પછીઓ હળવા હાથેથી માલિશ કરો અને પછી એને એમ જ રહેવા દો. સવારે જ્યારે ઉઠો ત્યારે આંખો ધોઈ લો. આમ કરવાથી અઠવાડિયામાં જ અસર દેખાવા લાગશે.

5. ઠંડુ દૂધ

image source

ઠંડા દૂધના લગાતાર ઉપયોગથી તમે માત્ર ડાર્ક કિર્ક્લેજ નહીં પણ આંખોને પણ સારી કરી શકશો. તમાએ એટલુ જ કરવાનું છે રૂ ને વાટકીમાં રાખેલા ઠંડા દૂધમાં ડૂબાડી રાખો અને પછી આને ડાર્ક કિર્ક્લેસ વાળા ભાગ પર મૂકો પણ એમાં એવત નું ખાસ ધ્યાન રખવાનું કે ડાર્ક સર્કલ વાળો ભાગ પૂરેપૂરો ઢાંકાઇ જવો જોઇયે.

10મિનિટ સુધી રૂ ને એમનું એમ જ રહેવા દો અને પછી સાદા પાણી થી આંખો ધોઈ દો.

6. સંતરાનો જ્યુસ

image source

સંતરાનો ટેસ્ટ દરેકને પસંદ હોય છે તમે પણ સંતરા ખાતા જ હશો ને, જો તમને ડાર્ક સર્કલ છે તો સંતરા એમાં મદદરૂપ થઈ શકે છે. તમારે સંતરાના જ્યુસમાં થોડાક ટીપાં ગ્લિસરીન ભેળવો અને પછી આ મિશ્રણ ને ડાર્ક સર્કલ પર લગાવો. આનાથી માત્ર ડાર્ક સર્કલ જ દૂર નહીં થાય પણ આંખોમાં નેચરલ ચમક પણ આવશે.

7. યોગ અને ધ્યાન

image source

જ્યારે ઘરેલુ ઉપાયોની વાત કરવામાં આવે તો એમાં યોગ અને ધ્યાનને પણ સામેલ કરો. જેમ ડાર્ક સર્કલ માટે ખરાબ જીવન શૈલી જવાબદાર છે તો એમાં તમને યોગ દ્વારા મદદ મળી રહેશે. ઘરમાં જ થોડીક મિનિટો સુધી યોગ અને ધ્યાન કરવાથી માત્ર ડાર્ક સર્કલ જ દૂ ર નહીં થાય પણ આખા શરીર ઉપર ફાયદો થશે.

8. ખીરા (કાકડી )

image source

તમે ટીવી ઉપર કે બ્યુટિ પાર્લર માં જોયું જ હશે કે આંખો ઉપર ખિરાની સ્લાઇસ મૂકેલી હોય છે આ માત્ર ફેશન પૂરતું જ નથી મૂકવામાં આવતું. ખીરા આંખોના સ્વાસ્થ્ય માટે સીધા જ ફાયદા કારક છે આના માટે તમારે ખીરાને અડધા કલાક સુધી ફ્રીજમાં મૂકી રાખો અને પછી એની સ્લાઇસ કરીને એને આંખો ઉપર મૂકો.

આ સ્લાઇસને 10 મિનિટ સુધી આંખો ઉપર રહેવા દો અને પછી આંખો ધોઈ લો. તમને તાજગીનો એહસાસ થસે અને થોકડ જ દિવસોમાં ડાર્ક સર્કલ પણ ઓછા થઈ જશે.

9.ફૂદીનો

image source

ફૂદીનો એટલેકે મીંટજે તમને તાજગી સભર બનાવવવા માટે ઉપયોગમાં આવે છે. એવિ જ રીતે આનો ઉપયોગ ડાર્ક સર્કલ નિકાલવા માટે પણ થાય છે. એમમાં માત્ર એટલુ જ કરવાનું છે કે એના પત્તાની પેસ્ટ બનાવીને એમાં થોડું પાણી મિક્સ કરો પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ ઉપર લગાવો.

10 મિનિટ સુધી આને એમ જ રહેવા દો અને પછી ઠંડા પાણીથી મોં ધોઈ લો. આને રોજ રાત્રે લગાવશો તો અઠવાડિયામાં જ ફર્ક દેખાવા લાગશે.

10.ગુલાબજળ

image source

જ્યારે ત્વચાની વાત કરવામાં આવે ત્યારે ગુલાબજળ એક અકસીર ઉપચાર છે આને તમે ત્વચાને સાફ કરવા માટે અને પોતાને રિફ્રેશ કરવા માટે અને સાથે સાથે ડાર્ક સર્કલ મટાડવા માટે આનો ઉપયોગ કરી શકો છો.

રૂ ને ગુલાબજળમાં પલાળો અને પછી ડાર્ક સર્કલ ઉપર લગાવો. 15મિનિટ સુધી રૂ ને આંખો ઉપર મૂકી રાખો અને પછી ઠંડા પાણીથી આંખો ધોઈ લો. આવું એક મહિના સુધી સતત કરશો તો સારું પરિણામ મળશે.

11. છાશ અને હળદર

image source

હળદરના પોતેજ બહુ ગુણકારી છે અને એંટી બાયોટિક પણ હોય છે.જેને શાકમાં તો ઉપયગમાં આવે જ પણ હળદર વાળું દૂધ પણ પી શકાય છે અને વળી વાગ્યું હોય તો પણ એને લાગવાય.

જ્યારે છાશ તો જમ્યા પછી પીવામાં આવે તો બેસ્ટ છે ડાર્ક સર્કલ માટે 2 ચમચી છાશ લો પછી એમાં ચમચી ભરીને હળદર મિક્સ કરો પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ ઉપર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો પછી ગરમ પાણીની મદદથી આંખો ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ