પથરીના દુખાવાથી કંટાળી ગયા છો અને તેમાં તરત રાહત મેળવવી છે? તો અપનાવો આ ઉપાયો

આપણા શરીરમાં કિડની ખૂબ મહત્વનું અંગ છે.

image source

કિડનીનું કામ શરીરમાં પાણીનું સ્તર અને અન્ય તરલ પદાર્થો, કેમિકલ અને મિનરલ્સનું સ્તર જાળવી રાખવાનું છે. તેમજ નુકસાનકારક ટોક્સિનને શરીરની બહાર ફેકવાનું છે.

આપણે જે પણ ખાઈએ છીએ તેનાથી જ આપણા શરીરને તાકાત મળે છે. ખાવાના જરૂરી તત્વોને શરીરના લોહી સુધી પહોંચાડવાનું કામ કિડની કરે છે. ઘણીવાર ખોટા ખાનપાનથી કિડનીને નુકસાન પહોંચે છે અને કિડની સાથે જોડાયેલી સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.

image source

કિડની સ્ટોન એટલે કે મૂત્રપિંડમાં પથરી પણ આ બધી તકલીફોમાંથી એક તકલીફ છે. કેટલીકવાર આ સ્ટોનને કાઢવા માટે ઓપરેશન પણ કરાવવું પડે છે. જો કે કેટલાક ઘરેલુ ઉપાયો છે જેનાથી કિડની સ્ટોનમાં રાહત મળી શકે છે.

આવો જાણીએ તે ઉપાયો વિશે વિસ્તારથી….

-વધુમાં વધુ પાણી પીવું:

image source

આપને એ વાતની ખબર હશે જ કે આપણા શરીરમાં ૭૦% પાણી છે. આપ સમજી જ શકો છો કે પાણીની ઉણપથી શરીરને કેટલાક પ્રકારના નુકસાન પહોંચી શકે છે. કોઈપણ સામાન્ય વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૭-૮ ગ્લાસ પાણી પીવું જોઈએ.

આપ જેટલું પાણી પીશો એટલા જ વધારે યુરિન દ્વારા શરીરના ટોક્સિન વધારે બહાર જશે. જો આપને કિડની સ્ટોન છે તો આપે વધુમાં વધુ પાણી પીવું જોઈએ. જેનાથી સ્ટોનને બહાર નીકળવામાં મદદ મળે છે.

ઓલિવ ઓઈલ અને લીંબુનો રસ:

image source

જો આપને કિડનીમાં સ્ટોન છે અને આપ ઈચ્છો કે તે સ્ટોન કોઈપણ ઓપરેશન વગર બહાર નીકળી જાય તો આપે ઓલિવ ઓઇલ અને લીંબુના રસનો ઉપાય કરવો જોઈએ. આપને સાંભળવામાં થોડું અજીબ લાગશે પણ આ એક કારગત ઉપાય નીવડે છે.

image source

લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ભેળવીને રોજ પીવાથી સ્ટોનની સમસ્યા ખતમ થઈ શકે છે. લીંબુનો રસ સ્ટોનને તોડવામાં મદદ કરે છે જ્યારે ઓલિવ ઓઇલ તેને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

સ્ફરજનનું વિનેગર:

image source

સફરજનના વીનેગરમાં સૈટ્રિક એસિડ હોય છે જે કિડની સ્ટોનને નાના નાના કણોમાં તોડવામાં મદદ કરે છે. સફરજનના વિનેગરના ઉપયોગથી કિડની સ્ટોનને મૂળમાંથી ખતમ કરી શકાય છે.

image source

સ્ફરજનનું વિનેગર શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. જો કે તેને લેતા સમય તેના પ્રમાણનું ધ્યાન રાખવું જોઈએ. આપે સફરજનના વીનેગરને ફક્ત બે નાની ચમચી ગરમ પાણી સાથે રોજ લઈ શકો છો.

દાડમનું સેવન:

image source

એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર દાડમ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. આ સાથે જ દાડમનું જ્યુસ શરીરને પાણીની ઉણપથી બચાવવામાં મદદ કરે છે અને કુદરતી રીતે કિડની સ્ટોનમાં રાહત આપે છે.

આમળા:

image source

આમળા પણ પથરીને કાઢવામાં મદદ કરે છે. એના માટે રોજ સવારે એક એક ચમચી આમળાનો પાવડર ખાવો. આમળા સિવાય પથરીના ઈલાજમાં જાંબુ પણ કારગત સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ