આ ઘરેલુ ઉપાયોથી કરી દો દાંતને લગતી અનેક સમસ્યાઓને બાય-બાય

દાંતના પેઢામાં સોજો, તેનું નબળું પડવું, બ્રશ કર્યા પછી લોહી આવવું અને મોંમાંથી સતત દુર્ગંધ આવવી.

image source

આ તમામ લક્ષણ દાંતના પેઢાની સમસ્યાના છે. દાંતના પેઢાની સમસ્યાના શરૃઆતના તબક્કામાં જ મુક્તિ મેળવવી સરળ છે, પરંતુ શરૃઆતમાં જ જો સારવાર કરાવવામાં ન આવે તો દુષ પરિણામ દાંત તૂટવા અને અનેક રોગ સ્વરૃપે સામે આવી શકે છે.

image source

દાંતના પેઢામાંથી લોહી આવવું અથવા સોજો આવવા જેવા કોઈપણ લક્ષણને હળવાશથી ન લેવા જોઈએ. આ લક્ષણ દાંતના પેઢાને શક્ય નુકસાનથી બચાવવા માટેનો સંકેત આપે છે. જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો સ્થિતિ વણસીને પેરિયોડોંટાઈટિસ (દાંતના પેઢા અને દાંતનાં હાડકાંના રોગ) સુધી આગળ વધી શકે છે.

તો આજે તમે પણ જાણી લો પેઢાને લગતી અનેક તકલીફોમાંથી કેવી રીતે રાહત મેળવશો.

image source

ત્રિફળાની ચા પીવાથી પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. નારિયળ તેલથી પેઢા પર માલિશ કરો. હેલ્ધી ખોરાક દ્વારા તમે તમારા દાંતને મજબૂત રાખી શકો છો.

એક કોમન જાહેરાતમાં બતાવે છે ને જેમાં કોઈ સફરજનને દાંતથી તોડે છે અને સફરજન પર લોહી દેખાય છે…… ઘણી વાર એવું પણ થાય છે કે તમે તમારા દોસ્તો જોડે વાત કરતાં હોય એવામાં અચાનક કોઈ તમને એવું કે તારા પેઢામાંથી લોહી નીકળે છે તો ઘણી વાર આ એક શરમજનક સ્થિતિ ઊભી કરે છે.

આવી પરિસ્થિતીમાંથી બચવા ઘણીવાર ડેન્ટિસ્ટ પાસે જઈને દવા પણ લાવવી પડે છે અથવા તમે કોઈ ઘરેલુ ઉપચારની મદદથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી પણ પેઢામાંથી નીકળતા લોહીને અટકાવી શકાય છે.

એક સંતરાના રસમાં પ્રાકૃતિક સુગર અને ચપટી જીરું પણ આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.

image source

કાચું સફરજન પેઢામાંથી નીકળતા લોહીની સમસ્યામાં ફાયદાકારક છે. ખાધાના અડધો કલાક પછી એક કાચું સફરજન ખાવાથી દાંત સાફ થાય છે અને પેઢાને લગતી સમસ્યામાંથી છૂટકારો મળે છે. તમે નાસપતી પણ ખાઈ શકો છો.

દિવસની બે થી ત્રણ રાસબરી ખાઓ, પણ એ વાત નું ખાસ ધ્યાન રાખવાનું કે એને ભૂખ્યા પેટે ખાવાની અને આને કોઈ ડેરી પ્રોડક્ટ જોડે નહીં ખાવાની.

image source

નારિયળ તેલથી પેઢા પર મસાજ કરો. આનાથી તમારા દાંત મજબૂત થશે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે નિયમિત બ્રશ કરો. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ગળ્યું ખાધું હોય ત્યારે. બ્રશ આરામથી કરવો.

દાંતને બ્રશથી જોર આપીને સાફ કરવા નહીં. હળવા હાથે મસાજ કરવો. દહીં,ગ્રીન ટી,સોયાબીન,લસણ,વગેરે ખાવાથી તમે તમારા દાંતને હેલ્ધી બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ