આજે શીખો લોંગ એન્ડ સિલ્કી હેર બનાવતું કન્ડિશનર ઘરે કેમ બનાવવું એની સંપૂર્ણ માહિતી….

આ રીતે ઘરે બનાવો હેર કન્ડિશનર, અને વાળને કરી દો સિલ્કી+લોન્ગ

ભાગદોડભરી જીંદગીમાં અને વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં લોકો તેમના વાળની કેર કરવામાં પર વધુ ધ્યાન આપી શકતા નથી. જેનાથી વાળને અનેક ઘણું નુકસાન થાય છે. જો કે આ વ્યસ્ત લાઇફમાં વાળ પર પૂરતુ ધ્યાન ના આપી શકવાને કારણે વાળમાં ખોડો થવો, વાળ ખરવા તેમજ બીજા અનેક ઘણા પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

આમ, જો તમે હેર પર પૂરતુ ધ્યાન નથી આપી શકતા તો તે વધારે ડેમેજ થઇ જાય છે. વાળની ખોવાયેલી ચમક પાછી મેળવવા માટે છોકરીઓ અનેક પ્રકારના શેમ્પૂ તેમજ કન્ડીશનરનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે, જો તમે બહારના કેમિકલવાળા કન્ડિશનરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરો છો તો તેનાથી તમારા હેર સિલ્કી નથી થતા પરંતુ તે વધારે પ્રમાણમાં ડેમેજ થઇ જાય છે. માર્કેટમાં મળતા કન્ડિશનરમાં વધુ પ્રમાણમાં કેમિકલ હોવાને કારણે તે વાળને વધવા દેતા નથી. આમ, જો તમે ઘરે જાતે જ કન્ડિશનર બનાવો છો તો તેનાથી તમારા વાળને અનેક ફાયદાઓ થાય છે. ઘરે બનાવેલુ આ કન્ડિશનર તમારા વાળને સિલ્કી કરવા માટે એક બેસ્ટ ઉપાય છે. તો આજે જાણી

લો ઘરે કન્ડિશનર બનાવવાની રીત….

કેળામાંથી આ રીતે બનાવો કન્ડિશનર
ઘરે કેળામાંથી કન્ડિશનર બનાવવા માટે સૌ પ્રથમ એક કેળુ લો. ત્યારબાદ તેને સરખી રીતે મેશ કરી લો. હવે તેમાં એક મોટી ચમચી મધ અને 2 મોટી ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરી લો. તો તૈયાર છે કન્ડિશનર. આ કન્ડિશનરને હવે તમે તમારા વાળમાં લગાવી દો અને પછી શાવર કેપ પહેરી લો. અડધો કલાક પછી થોડા ગરમ પાણીથી હેર વોશ કરી લો. હેર વોશ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે, પાણી બહુ ગરમ ના હોય. આમ, જ્યારે કેળાનો પેક વાળમાંથી સરખી રીતે નીકળી જાય ત્યારે કોઇ નોર્મલ શેમ્પૂથી હેર વોશ કરી લો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં ત્રણવાર કરશો તો તમારા વાળ લાંબા અને સિલ્કી થશે.

નારિયેલ તેલમાંથી બનાવો કન્ડિશનર
સૌ પ્રથમ નારિયેળ તેલમાં બે મોટી ચમચી મધ મિક્સ કરીને તેને થોડુ ગરમ કરી લો. ધ્યાન રાખો કે, તેને ડાયરેક્ટ ગરમ ના કરો નહિં તો તે બળવા લાગશે અને તેમાંથી વાસ આવશે. આ માટે તમે એક બાઉલ લો અને તેમાં ગરમ પાણી મુકીને પછી તેને ગરમ કરો. જ્યારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય ત્યારે તેને સીધુ જ વાળમાં એપ્લાય કરો. હવે અડધો કલાક પછી વાળને શેમ્પૂથી ધોઇ લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં બે વાર કરવાની રહેશે. જો તમે રેગ્યુલરલી નારિયેળ તેલનો આ રીતે ઉપયોગ કરો છો તો તમારા હેર ડેમેજ થતા અટકે છે અને ડબલ વાળ પણ થતા નથી.

ચા પત્તીમાંથી બનાવો કન્ડિશનરચા પત્તીમાંથી કન્ડિશનર બનાવવા માટે સૌ પ્રથમ બ્લેક અથવા ગ્રીન ચા પત્તી લો. ત્યારબાદ એક કપ પાણીમાં બે મોટા ચમચા ભરીને ચા પત્તી એડ કરો અને તેને ધીમી આંચ પર ઉકળવા દો. આમ, જ્યારે ચા પત્તી બરાબર ઉકળી જાય પછી તેમાં ફુદીનાના પત્તા એડ કરીને તેને ફરીથી 10 મિનિટ સુધી ઉકાળો. આ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી તમે કોઇ નોર્મલ શેમ્પૂથી હેર વોશ કરી લો. જ્યારે તમારા વાળ થોડા સુકાઇ જાય ત્યારે આ પાણીને તમારા વાળમાં લગાવી દો અને તેને એક કલાક માટે રહેવા દો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ચાર વાર કરવાની રહેશે. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરો છો તો તમારા હેર સિલ્કી અને શાઇની તો થશે જ. આ સાથે-સાથે તમારા હેર લાંબા પણ થશે.

લેખન.સંકલન : નિયતી મોદી 

ગ્લેમર એન્ડ બ્યુટીને લગતી હોમ મેડ ટીપ્સ માટે આજે જ લાઈક કરો અમારું પેજ ..

ટીપ્પણી