ઘરમાં જૂની અને બેકાર પડેલી વસ્તુઓમાંથી આ રીતે બનાવો ડેકોરેટિવ Wind Chime

 ઘરમાં જૂની અને બેકાર પડેલી વસ્તુઓમાંથી આ રીતે બનાવો ડેકોરેટિવ Wind Chime

આજકાલ ઘરને સજાવવા માટે માર્કેટમાં અનેક પ્રકારની અવનવી ડેકોરેટ વસ્તુઓ મળતી હોય છે. જો કે ઘરને ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે. તમે અનેક લોકોના ઘરમાં કોઇ સજાવટની વસ્તુ જોશો તો તમે તેને તરત જ પૂછી લેશો કે આ વસ્તુ તમે ક્યાંથી લાયા.. અને પછી તમે પણ તે વસ્તુ ખરીદવા માટે તૈયાર થઇ જતા હોવ છો. આમ, ઘર સજાવવા માટે અનેક લોકો મોંઘા ડેકોરેટિવ વિન્ડ ચાઇમ બજારમાંથી ખરીદતા હોય છે. પણ જો તમે બજારમાંથી મોંઘાદાટ વિન્ડ ચાઇમ લાવવા નથી ઇચ્છતા તો તમે તેને ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. જો તમે ઘરે જ વિન્ડ ચાઇમ બનાવશો તો તે તમને બજાર જેટલા મોંધા પણ નહિં પડે અને તમારા ઘરમાં વેસ્ટ પડેલી વસ્તુનો ઉપયોગ પણ થઇ જશે. તો જાણી લો તમે પણ ઘરમાં પડેલા વેસ્ટ મટિરિયલમાંથી કેવી રીતે ડેકોરેટિવ વિન્ડ ચેઇન બનાવી શકાય.
તમારા ઘરમાં પડેલા બેકાર બટનો, મોતી કે પછી શંખનો ઉપયોગ કરીને તમે એક મસ્ત વિન્ડ ચાઇમ બનાવી શકો છો. આ ડિફરન્ટ વિન્ડ ચાઇમને તમે ઘરના ગાર્ડનમાં કે પછી દરવાજા પર લગાવીને એક ડિફરન્ટ લુક આપી શકો છો.
મોટાભાગના લોકો ઘરમાં બેકાર પડેલી ચાવીઓને ખરાબ સમજીને ફેંકી દેતા હોય છે. આમ, જો તમારા ઘરમાં ઉપયોગમાં ના લઇ શકાય તેવી ચાવીઓ પડી હોય તો તેને હવે ફેંકી ના દેતા કારણકે વેસ્ટ પડેલી ચાવીમાંથી તમે એક મસ્ત વિન્ડ ચાઇમ બનાવી શકો છો. તસવીરમાં જોઇને તમે આ રીતે વેસ્ટ પડેલી ચાવીમાંથી એક મસ્ત વિન્ડ ચાઇમ બનાવી શકો છો. આમ કરવાથી તમારા ઘરમાં પડેલી ચાવીનો પણ ઉપયોગ થઇ જશે અને સાથે-સાથે તમારો રૂમ પણ ડેકોરેટ થશે. આ વિન્ડ ચાઇમ બનાવવા માટે તમારે તમારા ઘરમાં પડેલા કપનો ઉપયોગ કરવાનો રહેશે. તમારા ઘરમાં પડેલા કપ ડેકોરેટ માટે એક મસ્ત ઓપ્શન છે. આમ, જો તમે તમારા ઘરમાં પડેલા કપમાંથી આ રીતે વિન્ડ ચાઇમ બનાવશો તો તેનાથી એક ડિફરન્ટ લુક મળશે અને સાથે-સાથે બીજાના ઘર કરતા એકદમ અલગ પણ પડશે.

કોલ્ડ ડ્રિંકના ઢાંકણાઓને ભેગા કરીને તમે આ રીતે એક મસ્ત વિન્ડ ચાઇમ બનાવી શકો છો. આ વિન્ડ ચાઇમ દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે અને સાથે તે તમારા ઘરને યુનિક લુક પણ આપે છે. આમ, તમે આ વિન્ડ ચાઇમ બનાવવા માટે અલગ-અલગ પ્રકારના અનેક કોલ્ડ ડ્રિંકના ઢાંકણનો ઉપયોગ પણ કરી શકો છો. આ વિન્ડ ચાઇમને તમે લંબાઇમાં જેટલુ લાંબુ કરવુ હોય તેમ કરી શકો છો. એક વાતનુ ખાસ ધ્યાન એ રાખજો કે, જો તમે વધારે વિન્ડ ચાઇમ લાંબુ કરશો તો તે રૂમના લુકને થોડુ બગાડી શકે છે.
આ વિન્ડ ચાઇમ બનાવવા માટે તમે તમારા ઘરમાં પડેલી જૂની કાચની કે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી શકો છો. આ વિન્ડ ચાઇમ બનાવવા માટે તમે અલગ-અલગ કલરની બોટલનો ઉપયોગ કરશો તો તે દેખાવમાં વધારે સારુ લાગશે. આ વિન્ડ ચાઇમ રૂમને એકદમ ડિફરન્ટ લુક આપે છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી