ઘરે જાતે જ બનાવો આ રીતે ક્યૂટ ટેડી બેર, અને કરો ગિફ્ટ…

આજકાલ માર્કેટમાં અવનવા ડિઝાઇનના ટેડી બેર મળતા હોય છે. ઘણા ટેડી બેર દેખાવમાં એટલા મસ્ત લાગે છે કે, તે આપણને જોતાની સાથે જ ગમી જાય છે અને તેને ખરીદવાની ઇચ્છા પણ થઇ જાય છે. જો કે માર્કેટમાં મોટા-મોટા ટેડી બેર ખૂબ જ મોંધા મળતા હોય છે. છોકરીઓને જો તમે કોઇ ગિફ્ટ લેવાનું કહેશો તો પહેલા તે ટેડી બેરનુ જ નામ આપશે કારણકે કહેવાય છે કે, ટેડી બેર એ છોકરીઓની પહેલી પસંદ હોય છે.

આમ, જો તમે આ દિવસોમાં કોઇને ટેડી બેરની ગિફ્ટ આપવા ઇચ્છો છો તો તેને તમારી જાતે જ બનાવો. જો તમે તમારી હાથે બનાવેલુ ટેડી બેર તમારા સર્કલમાં કોઇને આપશો તો તે ખૂબ જ ખુશ થઇ જશે અને તમારા ભરપેટ વખાણ પણ બીજાની સામે કરશે. તો આજે જાણી લો તમે પણ DIYરીતે ટેડી બેર બનાવવાની સરળ રીત…

ટેડી બેર બનાવવા માટે જોઇતી સામગ્રી

 • સોય અથવા સિલાઇ મશીન,
 • કાતર,
 • માર્કર અથવા ચોક,
 • દોરો ,
 • કાર્ડબોર્ડ ,
 • સુતરાઉ કાપડ(3/8 યાર્ડ),
 • 21/4 ઇંચની આંખો અથવા બટન,
 • 1 નાનું પ્લાસ્ટિકનુ નાક ,
 • પોલિસ્ટર ફાઇબરપિલ .
 • ટેડી બેર બનાવવાની રીત
  1. સૌ પ્રથમ કાર્ડબોર્ડ પર ટેડી બેર ડ્રો કરીને આ પેર્ટનને કટ કરી લો. ત્યારબાદ કાર્ડબોર્ડને કપડા પર મુકીને તેને પણ કટ કરી લો.2. હવે ¼ ઇંચની સાઇઝમાં આ પેર્ટનને ચાર પીસમાં કટ કરીને આગળ અને પાછળ એમ બંન્ને ભાગને સોયની મદદથી જોઇન્ટ કરી લો. પછી પાછળની બાજુથી છેદ કરીને નાક પણ કટ કરી લો.

3. હવે આ ચાર ભાગને મેળવીને સોયની મદદથી ફરી જોઇન્ટ કરી લો અને પછી તેને સીધુ કરીને કોટન મુકીને સિલાઇ કરી દો. સિલાઇ કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખજો કે, સિલાઇનું ફિનિશિંગ બરાબર આવે. આ કામ કરવામાં જરા પણ ઉતાવળ ના કરતા કારણકે જો ફિનિશિંગ નહિં હોય તો ટેડી બેર દેખાવમાં સારું નહિં લાગે.4. આ બધી જ પ્રોસેસ પૂરી કરી લીધા પછી સોયની મદદથી આંખો લગાવી દો. અને તેની આગળ બોવ પણ લગાવી દો. તો તૈયાર છે મસ્ત મજાનું એક ટેડી બેર. આમ, આ ટેડી બેરને તમે જે રીતે ઇચ્છો તે પ્રમાણે ડેકોરેટ પણ કરી શકો છો.

ટેડી બેર બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ મુદ્દાઓ..

– ટેડી બેર બનાવતી વખતે ધ્યાન માત્ર એક જ વસ્તુ પર કેન્દ્રિત કરો કારણકે જો તમે તમારું માઇન્ડ બીજી વસ્તુઓમાં લગાવશો તો ટેડી બેર બનાવતી વખતે અનેક ભુલો થશે અને પછી ફિનિશિંગ પણ નહીં આવે.
– ટેડી બેરમાં ફિનિશિંગ સરખુ લાવવા માટે સોયથી તમે જે ટાંકા લો તે નાના હોવા જોઇએ નહિં કે મોટા. કારણકે મોટા ટાંકા લેવાથી ટેડી બેર પર દેખાઇ આવે છે અને તે પછી ખરાબ લાગે છે.
– જો તમે ટેડી બેરને ડેકોરેટ કરો છો તો ખાસ ધ્યાન એ રાખો કે, તેના કલરને મેચ થાય તે રીતે ડેકોરેશન કરવુ, નહિં તો તે સારું નહિં લાગે.

શેર કરો એવા મિત્રો સાથે જેમના ઘરે નાના નાના બાળકો ખુશ થઇ જશે આ ટેડીબેરને જોઇને…

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી અને અવનવી રસપ્રદ માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી